SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ પંચદંડક તે, ૧. શક્રસ્તવ (નમુત્યુણ), ૨. ચૈત્યસ્તવ (અરિહંતઈયાણ), ૩. નામસ્તવ (લોગસ્સ), ૪. શ્રુતસ્તવ (પુફખરવરદીવઢ), ૫. સિદ્ધસ્તવ (સિદ્ધાણં-બુદ્ધાણં), એ પાંચ દંડક જેમાં આવે એવું જય વિયરાય સહિત જે પ્રણિધાન (સિદ્ધાંતોમાં બતાવેલી રીતિ પ્રમાણે બનેલું અનુષ્ઠાન) તે ઉત્કૃષ્ટચૈત્યવંદન કહેવાય છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે, એક શક્રસ્તવે કરી જઘન્યચૈત્યવંદન કહેવાય છે. અને બે-ત્રણ વાર શકસ્તવ જેમાં આવે ત્યારે તે મધ્યમચૈત્યવંદના કહેવાય; તેમજ ચાર વાર કે પાંચ વાર શક્રસ્તવ આવે ત્યારે તે ઉત્કૃષ્ટચૈત્યવંદના કહેવાય છે. ઈરિયાવહી પહેલી પડિક્કમીને ચૈત્યવંદન કરે અને છેડે જય વીરાયતે પ્રણિધાનસૂત્ર તથા નમુત્યણું કહી બમણું ચૈત્યવંદન કરે, ફરી ચૈત્યવંદન કહી નમુસ્કુર્ણ કહે. વળી અરિહંતઈયાણ કહી ચાર થઈએ દેવ વાંદે, એટલે ફરી નમુત્થણ કહે. તેમાં ત્રણ વાર નમુત્થણે આવે એ મધ્યમચૈત્યવંદના કહેવાય છે. એક વાર દેવ વાંદે તેમાં શક્રસ્તવ બે વાર આવે, એક પહેલું અને એક છેલ્લે, એમ સર્વ મળી ચાર શક્રસ્તવ થયાં. એમ બે વાર કરવાથી તો આઠ શકસ્તવ આવે છે, પણ ચાર જ ગણાય છે. એ પ્રમાણે ચૈત્યવંદન કરવાથી ઉત્કૃષ્ટચૈત્યવંદન કરી કહેવાય છે. શક્રસ્તવ કહેવું, વળી ઈરિયાવહી, પડિક્કમીને એક શક્રસ્તવ, એ બે વાર ચૈત્યવંદના કરે ત્યાં ત્રણ શકસ્તવ થાય, ફરી ચૈત્યવંદન કહી, નમુત્થણે કહી, અરિહંતચેઈઆણે કહી, ચાર થોઈ કહે. ફરી ચૈત્યવંદન નમુત્થણે કહી, ચાર થોઈ કહી, બેસી નમુત્યુર્ણ કહી સ્તવન કહીને જય વયરાય કહે, એમ પાંચ શક્રસ્તવ થવાથી ઉત્કૃષ્ટચૈત્યવંદના કહેવાય છે. સાત વખત કરાતાં ચૈત્યવંદના (૧) રાઈપડિક્કમણામાં, (૨) મંદિરમાં, (૩) ભોજન પહેલાં (પચ્ચકખાણ પારવાનું), (૪) દિવસચરિમનું (ગૌચરી કર્યા પછી), (૫) દેવસીપડિક્કમણમાં, (૬) શયન સમયે (સંથારા પોરસી ભણાવતાં), (૭) જાગીને. એમ દરરોજ સાધુને સાતવાર ચૈત્યવંદન કરવા કહ્યું છે. તેમજ શ્રાવકને પણ સાત વાર સમજવાં તે નીચે મુજબ - જે શ્રાવક બે વાર પ્રતિક્રમણ કરનાર હોય તેને ઉપર લખેલી રીતિ પ્રમાણે અથવા બે વખતના આવશ્યકનાં બે, સુવા-જાગવાના તથા ત્રણ ત્રિકાળ દેવવંદના થાય, સૂવાની વખતે ન કરે તેને પાંચ વાર થાય અને જાગવાની વખતે પણ ન કરે તેને ચાર વાર થાય, ઘણા દેરાસરના જુહાર કરનારને તો વળી ઘણીવાર ચૈત્યવંદના થાય છે. જેનાથી બીજાં ન બને તથા જિનપૂજા પણ કરવાની જે દિવસે અડચણ હોય તો પણ ત્રિકાળ દેવ તો જરૂર વાંદવા. શ્રાવકને માટે આગમમાં કહેલું છે કે – "હે દેવાનુપ્રિયે ! આજથી માંડીને જાવજીવ સુધી ત્રિકાળ અચૂક, નિશ્ચલ અને એકાગ્ર ચિત્તે કરી દેવ વાંદવા. હે પ્રાણીઓ ! અપવિત્ર, અશાશ્વત, ક્ષણભંગૂર, એવા આ મુનષ્ઠશરીરથી આ જ સાર છે. તેમાં પહેલાં પહોરે જ્યાં સુધી દેવને અને સાધુને વંદાય નહીં ત્યાં સુધી પાણી પણ પીવું નહીં તેમજ મધ્યાહને જ્યાં સુધી દેવ ન વાંઘા હોય ત્યાં સુધી ભોજન પણ ન કરવું. તેમજ પાછલે પહોરે ખરેખર તેમજ કરવું જ્યાં સુધી દેવ ન વાંઘા હોય ત્યાં સુધી રાત્રિયે શય્યા ઉપર સૂવું પણ નહીં."
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy