SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૬૯ - જિનપ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાન-દર્શન ગુણને દીપાવનારું એવું જે દેવદ્રવ્ય છે તેનું જે પ્રાણી રક્ષણ કરે છે તે અલ્પભવમાં મોક્ષપદ પામનાર થાય છે. જિનપ્રવચનની વૃદ્ધિ કરાવનારું, જ્ઞાન-દર્શન-ગુણને દીપાવનારું એવું જે દેવદ્રવ્ય છે તેની જે પ્રાણી વૃદ્ધિ કરે છે તે તીર્થકરપદને પામે છે. વૃદ્ધિ કરવી એટલે જૂનાનું રક્ષણ અને નવું પ્રાપ્ત કરવું. દર્શનશુદ્ધિ પ્રકરણમાં એ પદની વૃત્તિમાં લખેલ છે કે, દેવદ્રવ્યના વધારનારને અર્વત ઉપર ઘણી જ ભક્તિ હોય છે તેથી તેને તીર્થકર ગોત્ર બંધાય છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કેવી રીતે કરવી? પંદર કર્માદાન કુ-વ્યાપાર છે, તેમાં દેવદ્રવ્યની ધીરધાર કરવી નહીં, પણ ખરા માલની લેવડદેવડ કરનારા સવ્યાપારીઓના દાગીના રાખી તે ઉપર દેવદ્રવ્ય વ્યાજે આપીને વૃદ્ધિ વિધિપૂર્વક કરવી. જેમ તેમ અથવા વગર દાગીના રાખે કે પંદર કર્માદાનના વ્યાપારના કરનારને આપી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી નહીં. જે માટે શાસ્ત્રકારે લખેલ છે કે - જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું ખંડન જેમાં થાય એવી રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા પણ કેટલાક મૂર્ખ મોહમાં મુંઝાએલા અજ્ઞાની જીવો ભવસમુદ્રમાં ડૂબે છે. કેટલાક આચાર્ય તો એમ કહે છે કે, શ્રાવક વગર બીજા કોઈને દેવદ્રવ્ય ધીરવું હોય તો સમાન અથવા અધિક મૂલ્યવાળા દાગીના રાખીને જ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે. વળી સમ્યકત્વ પચીસીની વૃત્તિમાં આવેલી શંકાસ શેઠની કથામાં પણ દાગીના ઉપર દેવદ્રવ્ય વૃદ્ધિ કરવાનું લખે છે. દેવદ્રવ્યના ભક્ષણ-રક્ષણ ઉપર સાગરશ્રેષ્ઠીનું દષ્ટાંત સાકેતપુર નામના નગરમાં અરિહંતનો ભક્ત એવો સાગરશ્રેષ્ઠી નામનો એક સુશ્રાવક રહેતો હતો. ત્યાંના બીજા સર્વ શ્રાવકોએ સાગરશ્રેષ્ઠીને સુશ્રાવક જાણી સર્વ દેવદ્રવ્ય સોંપ્યું, અને કહ્યું કે મંદિરનું કામ કરનારા સૂતાર આદિને આ દ્રવ્ય આપતા રહેજો' પછી સાગરશ્રેષ્ઠીએ લોભથી દેવદ્રવ્ય વાપરીને ધાન્ય, ગોળ, ઘી, તેલ, કપડાં આદિ ઘણી ચીજો વેચાતી લઈ મૂકી અને તે સૂતાર વગેરેને રોકડનાણું ન આપતાં તેના બદલામાં ધાન્ય, ગોળ, ઘી આદિ વસ્તુ મોધે ભાવે આપે અને લાભ મળે તે પોતે રાખે. એમ કરતાં તેણે રૂપિયાના એશીમાં ભાગરૂપ એક હજાર કાંકણીનો લાભ લીધો અને તેથી મહાઘોર પાપ ઉપામ્યું. તેની આલોચના ન કરતાં મરણ પામી સમુદ્રમાં જળમાનવ થયો. * ત્યાં જાત્ય રત્નના ગ્રાહકોએ જળના અને જલચર જીવોના ઉપદ્રવને ટાળનાર અંડગોલિકાને ગ્રહણ કરવાને અર્થે તેને વજૂઘરટ્ટમાં પડ્યો. તે મહાવ્યથાથી મરણ પામી ત્રીજી નરકે ગયો. વેદાંતમાં પણ કહ્યું છે કે દેવદ્રવ્યથી તથા ગુરુદ્રવ્યથી થયેલી દ્રવ્યની વૃદ્ધિ પરિણામે સારી નથી, કેમકે, તેથી ઈહલોકે કુલનાશ અને મરણ પછી નરકગતિ થાય છે. નરકમાંથી નીકળીને પાંચસો ધનુષ્ય લાંબો મહામત્યે થયો. તે ભવે કોઈ સ્વેચ્છે તેનો સર્વાંગે છેદ કરી મહા-કદર્થના કરી તેથી મરણ પામી ચોથી નરકે નારકી થયો. પછી તે સાગરશ્રેષ્ઠીના જીવે એક
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy