SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ ઝવેરાતથી સંપૂર્ણ ભરાઈ ગયેલું જોઈ ઘણું આશ્ચર્ય અને ખેદ પામ્યો, પછી તેણે શેઠને ખમાવીને પૂછયું કે, "હે શેઠજી ! આ ધન શી રીતે તારે ઘેર ગયું ?” શેઠે કહ્યું, "હે સ્વામિન્ હું કંઈ જાણતો નથી, પરંતુ પર્વના દિવસનો મહિમા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલા રાજાએ પણ છએ પર્વો પાળવાનો યાવજ્જીવ નિયમ લીધો. ૩૪૬ તે જ વખતે ભંડારીએ આવી રાજાને વધામણી આપી કે, "વર્ષાકાળના વરસાદથી જેમ સરોવર ભરાય છે, તેમ આપણા સર્વ ભંડાર ધનથી હમણાં જ પરિપૂર્ણ થયા છે.” તે સાંભળી રાજા ઘણું અજાયબ થયો અને હર્ષ પામ્યો. એટલામાં ચંચળ એવાં કુંડળ આદિ આભૂષણોથી દેદીપ્યમાન એવો એક દેવતા પ્રકટ થઈ કહેવા લાગ્યો કે, "હે રાજન્ ! તારો પૂર્વ ભવનો મિત્ર જે શેઠનો જીવ કે, જે હમણાં દેવતાનો ભવ ભોગવે છે, તેને તું ઓળખે છે ? મેં પૂર્વ ભવે વચન આપ્યું હતું તેથી તને પ્રતિબોધ કરવાને અર્થે તથા પર્વ દિવસની આરાધના કરનાર લોકોમાં અગ્રેસર એવા એ શેઠને સહાય કરવાને માટે આ કામ કર્યું, તેથી તું ધર્મકૃત્યમાં પ્રમાદ ન કર. હવે હું ઘાંચીના અને કૌટુંબિકના જીવો જે રાજાઓ થયા છે, તેમને પ્રતિબોધ કરવા જઉં છું. એમ કહી દેવતા ગયો. પછી તે બન્ને રાજાઓને સમકાળે સ્વપ્નમાં પૂર્વભવ દેખાડયો, તેથી તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેઓ શ્રાવકધર્મની અને વિશેષ કરી પર્વદિવસોની સમ્યક્ પ્રકારે આરાધના કરવા લાગ્યા. પછી તે ત્રણે રાજાઓએ દેવતાના કહેવાથી પોતપોતાના દેશને વિષે અમારિની પ્રવૃત્તિ, સાતે વ્યસનોની નિવૃત્તિ, ઠેકાણે ઠેકાણે નવા નવા જિનમંદિરો, પૂજા, યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, પર્વને પહેલે દિવસે પટહની ઉદ્ઘોષણા તથા સર્વે પર્વોને વિષે સર્વે લોકોને ધર્મકૃત્યને વિષે લગાડવા વગેરે ધર્મની ઉન્નતિ એવી રીતે કરી કે, જેથી એકછત્ર સામ્રાજ્ય જેવો જૈનધર્મ પ્રવર્તી રહ્યો. તેના પ્રભાવથી તથા શેઠના જીવ દેવતાની મદદથી તે ત્રણ રાજાઓના દેશોમાં તીર્થંકરની વિહારભૂમિની માફક અતિવૃષ્ટિના, અનાવૃષ્ટિના, દુર્ભિક્ષના, સ્વચક્ર-પરચક્રના, વ્યાધિના, મરકીના તથા દારિદ્ર વગેરેના ઉપદ્રવ સ્વપ્નમાં પણ રહ્યા નહીં. એવી દુઃસાધ્ય વસ્તુ શી છે કે, જે ધર્મના પ્રભાવથી સુસાધ્ય ન થાય ? આ રીતે સુખમય અને ધર્મમય રાજ્યલક્ષ્મીને ચિરકાળ ભોગવી તે ત્રણે રાજાઓએ સાથે દીક્ષા લઈ ઘણી તપસ્યાથી શીઘ્ર કેળવજ્ઞાન ઉપાર્જન કર્યું. શેઠનો જીવ દેવતા, તેમનો મહિમા ઠેકાણે ઠેકાણે ઘણો જ વધારવા લાગ્યો. પછી પ્રાયે પોતાનું જ દૃષ્ટાંત કહી ઉપદેશ કરી પૃથ્વીને વિષે સર્વ પર્વરૂપ સમ્યક્ ધર્મનું સામ્રાજ્ય અતિશય વિસ્તાર્યું, અને ઘણા ભવ્ય જીવોનો ઉદ્ધાર કરી પોતે મોક્ષે ગયા. શેઠનો જીવ દેવતા પણ અચ્યુત દેવલોકથી ચ્યવી મોટો રાજા થઈ ફરી વાર પર્વનો મહિમા સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. અને દીક્ષા લઈ મોક્ષે ગયો. આ રીતે ધર્મની આરાધના ઉપર કથા કહી. અગિયારમી ગાથાનો અર્થ ઉપર પ્રમાણે છે. ૧૧. તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત "શ્રાદ્ધવિધિપ્રકરણ"ની "શ્રાદ્ધવિધિકૌમુદી" ટીકામાં તૃતીય ‘પર્વકૃત્યપ્રકાશ' સંપૂર્ણ થયો.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy