________________
3७४
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ઉપર કહેલી વસ્તુઓ બીજોરી, કેળ, દાડમ, મીઠાં લીંબુને આપનાર લિંબોળી, બે જાતની હળદર, આમલી, બાવળ, બોરડી તથા ધંતુરા એમનાં લાકડાની પણ વર્જવી. જો ઉપર કહેલા વૃક્ષોનાં મૂળો પાડોશથી ઘરની ભૂમિમાં પેસે, અથવા એ ઝાડની છાયા ઉપર આવે તો તે ઘરધણીના કુળનો નાશ થાય છે. ઘર પૂર્વ ભાગમાં ઉંચું હોય તો ધન જતું રહે છે, દક્ષિણ ભાગમાં ઉંચુ હોય તો ધનની સમૃદ્ધિ થાય છે. પશ્ચિમ ભાગમાં ઊંચુ હોય તો વૃદ્ધિ થાય છે, અને ઉત્તર દિશામાં ઉંચુ હોય તો શૂન્ય થાય છે. વલયાકારવાળું, ઘણા ખૂણાવાળું અથવા એક, બે કે ત્રણ ખૂણાવાળા, જમણી તથા ડાબી બાજુએ લાંબાં ઘરમાં રહેવું નહિ. જે કમાડ પોતાની મેળે બંધ થાય અથવા ઉઘડે તે સારાં નહિ.
શુભ અને અશુભ ચિત્રો ઘરના મૂળ બારણામાં ચિત્રમય કળશાદિકની વધુ શોભા સારી કહેવાય છે. જે ચિત્રમાં યોગિનીના નૃત્યનો આરંભ, મહાભારત રામાયણનો અથવા બીજા રાજાઓનો સંગ્રામ, ઋષિનાં દેવનાં ચરિત્ર * હોય, તે ચિત્ર ઘરને વિષે સારાં ન જાણવાં. ફળેલાં ઝાડ, ફૂલની વેલડીઓ, સરસ્વતી, નવનિધાનયુક્ત લક્ષ્મી, કળશ, વધામણાં, ચૌદ સ્વપ્નની શ્રેણી વગેરે ચિત્રો શુભ જાણવાં.
વૃક્ષોથી થતી લાભ-હાનિ જે ઘરમાં ખજૂરી, દાડમી, કેળ, બોરડી અથવા બિજોરી એમનાં ઝાડ ઉગે છે, તે ઘરનો સમૂળનાશ થાય છે. જેમાંથી દૂધ નીકળે એવાં ઝાડ હોય તો તે લક્ષ્મીનો નાશ કરે છે, કાંટાવાળાં હોય તો શત્રુથી ભય આપે છે, ફળવાળાં હોય તો સંતતિનો નાશ કરે છે, માટે એમનાં લાકડાં પણ ઘર બનાવવામાં વાપરવાં નહિ, કોઈ ગ્રંથકાર કહે છે કે, ઘરના પૂર્વ ભાગનું વડનું ઝાડ, દક્ષિણ ભાગમાં ઉબર અને પશ્ચિમ ભાગમાં પિંપળો અને ઉત્તર ભાગમાં ખાખરાનું ઝાડ શુભકારી છે.
- ઘરની બાંધણી ઘરના પૂર્વ ભાગમાં લક્ષ્મીનું ઘર (ભંડાર), અગ્નિ ખૂણામાં રસોડું, દક્ષિણ ભાગમાં સૂવાનું સ્થાન, નૈિઋત્ય ખૂણામાં આયુધ વગેરેનું સ્થાન, પશ્ચિમ દિશામાં ભોજન કરવાનું સ્થાનક, વાયવ્ય ખૂણામાં ધાન્યનો સંગ્રહ કરવાનું સ્થાન, ઉત્તર દિશામાં પાણિયારું અને ઈશાન ખૂણામાં દેવમંદિર કરવું. ઘરના દક્ષિણ ભાગમાં અગ્નિ, જળ, ગાય, વાયુ અને દીપક એમનાં સ્થાન કરવાં. અને ઉત્તર તથા પશ્ચિમ ભાગમાં ભોજન, ધાન્ય, દ્રવ્ય અને દેવ એમનાં સ્થાન કરવાં.
ઘરના દ્વારની અપેક્ષાએ એટલે જે દિશામાં ઘરનું બારણું હોય તે પૂર્વ દિશા અને તેને અનુસરતી બીજી દિશાઓ જાણવી. જેમ છીંકમાં તેમ અહીં પણ જેમાં સૂર્યનો ઉદય થાય છે, તે પૂર્વ દિશા ન જાણવી. તેમજ બનાવનાર સૂતાર તથા બીજા મજૂર વગેરેને જે ઠરાવ કર્યો હોય, તે કરતાં વધુ પણ ઉચિત આપી તેમને રાજી રાખવા, પરંતુ કોઈ ઠેકાણે પણ તેમને ઠગવા નહિ. એટલામાં પોતાના કુટુંબાદિકનો સુખે નિર્વાહ થાય, અને લોકમાં પણ શોભા વિગેરે દેખાય, તેટલો જ વિસ્તાર (લાંબાંપહોળા) ઘર બંધાવવામાં કરવો, સંતોષ ન રાખતાં વધારે જ વિસ્તાર કરવાથી નાહક ધનનો વ્યય અને