________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તેમજ બાહુબલિની તથા મરૂદેવી વગેરેની ટૂંકોને વિષે, ગિરનાર ઉપર, આબૂ ઉ૫૨, વૈભાર પર્વતે, સમ્મેતશિખરે, તથા અષ્ટાપદ વગેરેને વિષે પણ ભરતચક્રવર્તીએ ઘણા જિનપ્રાસાદ, અને પાંચસો ધનુષ્ય વગેરે પ્રમાણની તથા સુવર્ણ વગેરેની પ્રતિમાઓ પણ કરાવી. દંડવીર્ય, સગર ચક્રવર્તી આદિ રાજાઓએ તે મંદિરોના તથા પ્રતિમાઓના ઉદ્ધાર પણ કરાવ્યા, હરિષેણ ચક્રવર્તીએ જિનમંદિરથી પૃથ્વીને સુશોભિત કરી.
૩૮૮
સંપ્રતિ રાજાએ પણ સો વર્ષ આયુષ્યના સર્વ દિવસની શુદ્ધિના સારું છત્રીશ હજાર, નવાં તથા બાકીના જીર્ણોદ્ધાર મળી સવા લાખ જિન-દેરાસર બનાવ્યા. સુવર્ણ વગેરેની સવાક્રોડ પ્રતિમાઓ ભરાવી. આમ રાજાએ ગોવર્ધન પર્વત ઉપર સાડા ત્રણક્રોડ સોનામહોર ખરચી સાત હાથ પ્રમાણ સુવર્ણની પ્રતિમા યુક્ત મહાવીરસ્વામીનું દેરાસર કરાવ્યું. તેમાં મૂળ મંડપમાં સવા લાખ સુવર્ણ તથા રંગમંડપમાં એકવીસ લાખ સુવર્ણ લાગ્યું.
કુમારપાળે તો ચૌદસો ચુમ્માલીશ નવાં જિનમંદિર તથા સોળસો જીર્ણોદ્ધાર કરાવ્યા. અને છન્નુ ક્રોડ દ્રવ્ય ખરચીને કુમારપાળે પોતાના પિતાના નામથી બનાવેલા ત્રિભુવનવિહા૨માં એકસો પચીસ આંગળ ઊંચી મૂળનાયકજીની પ્રતિમા અરિષ્ઠરત્નમયી તેને ફરતી બહોતેર દેરીઓમાં ચૌદ ભાર પ્રમાણની ચોવીશ રત્નમયી, ચોવીશ સુવર્ણમયી અને ચોવીશ રૂપામયી પ્રતિમાઓ ભરાવી હતી.
વસ્તુપાળ મંત્રીએ તેરસો તેર નવાં જિનમંદિર અને બાવીસસો જીર્ણોદ્ધાર કરાવ્યા. તથા સવા લાખ જિનબિંબ ભરાવ્યાં.
પેથડશાહે ચોરાશી જિનપ્રાસાદ કરાવ્યાં. તેમાં સુરગિરિને વિષે ચૈત્ય હતું નહિ, તે બનાવવાનો વિચાર કરી વીરમદ રાજાના પ્રધાન વિપ્ર હેમાટેના નામથી તેની પ્રસન્નતાને માટે પેથડશાહે માંધાતાપુરમાં તથા ઓંકા૨પુ૨માં ત્રણ વર્ષ સુધી દાનશાળા મંડાવી. હેમાદે તુષ્ટમાન થયો અને સાત રાજમહેલ જેટલી ભૂમિ પેથડને આપી, પાયો ખોદ્યો અને મીઠું પાણી નીકળ્યું. ત્યારે કોઈએ રાજા પાસે જઈ ચાડી ખાધી કે, "મહારાજ ! મીઠું પાણી નીકળ્યું છે, માટે વાવ બંધાવો.” તે વાત જાણતાં જ રાતોરાત પેથડશાહે બાર હજાર ટંકનું મીઠું પાણીમાં નંખાવ્યું, આ ચૈત્ય બનાવવા સારું સોનૈયાથી ભરેલી બત્રીશ ઊંટડીઓ મોકલી પાયામાં ચોરાશી હજાર ટંકનું ખરચ થયું. ચૈત્ય તૈયાર થયું ત્યારે વધામણી આપનારને ત્રણ લાખ ટંક આપ્યા. આ રીતે પેથડવિહાર બન્યો. વળી તે પેથડે જ શત્રુંજય પર્વત ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનું ચૈત્ય એકવીશ ઘડી પ્રમાણ સુવર્ણથી ચારે તરફ મઢાવીને મેરુપર્વતની માફક સુવર્ણમય કર્યું. ગિરનાર પર્વતના સુવર્ણમય બલાનકનો સંબંધ નીચે પ્રમાણે છે.
ગઈ ચોવીશીમાં ઉજ્જયિની નગરીને વિષે ત્રીજા શ્રી સાગર તીર્થંકરને કેવળીની પર્ષદા જોઈ નરવાહન રાજાએ પૂછ્યું કે, "હું કયારે કેવળી થઈશ ?” ભગવાને કહ્યું "આવતી ચોવીશીમાં બાવીશમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના તીર્થમાં તું કેવળી થઈશ.” નરવાહન રાજાએ દીક્ષા લીધી, અને આયુષ્યને અંતે બ્રહ્મેન્દ્ર થઈ શ્રી નેમિનાથ ભગવાનની વજ્રકૃત્તિકામય પ્રતિમા કરી દશ સાગરોપમ સુધી