________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
૩૭૫
આરંભ વગેરે થાય છે. ઉપર કહ્યા પ્રમાણે કરેલું ઘર પણ પરિમિત પ્રમાણવાળા) દ્વારવાળું જ જોઈએ, કેમકે, ઘણાં બારણાં હોય તો. દુષ્ટ લોકોની આવ-જાવ ઉપર નજર ન રહે, અને તેથી સ્ત્રી, ધન વગેરેનો નાશ થવાનો સંભવ રહે છે.
પરિમિત પ્રમાણવાળા બારણાનાં પણ પાટિયાં, ઉલાળો, સાંકળ, ભૂંગળ વગેરે ઘણાં મજબૂત કરવાં, તેથી ઘર સુરક્ષિત રહે છે. કમાડ પણ સુખે વસાય અને ઉઘાડાય એવાં જોઈએ અને તેવી સ્થિતિમાં હોય તો સારાં; નહિ તો અધિક અધિક જીવ-વિરાધના થાય અને જવું-આવવું વગેરે કાર્ય જેટલું તરત જ થવું જોઈએ તેટલું શીધ્ર ન થાય. ભીંતમાં રહેનારી ભૂંગળ કોઈ પણ રીતે સારી નહિ; કારણ કે, તેથી પંચેન્દ્રિય વગેરે જીવોની પણ વિરાધના થવાનો સંભવ છે. એવાં કમાડ પણ વાસવાં હોય તો જીવજંતુ વગેરે બરાબર જોઈને વાસવાં. આ રીતે જ પાણીની પરનાળ, બાળ વગેરેની પણ યથાશક્તિ યતના રાખવી. ઘરનાં પરિમિતિ બારણાં રાખવાં વગેરે સંબંધી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે -
લક્ષ્મીવાસ જે ઘરમાં વેધ આદિ દોષ ન હોય, આખું દળ (પાષાણ, ઈટ અને લાકડાં) નવું હોય, ઘણાં બારણાં ન હોય, ધાન્યનો સંગ્રહ હોય, દેવપૂજા થતી હોય, આદરથી જળ વગેરેનો છંટકાવ થતો હોય, લાલ પડદો, વાળવું વગેરે સંસ્કાર હમેશાં થતા હોય, નાના-મોટાની મર્યાદા સારી રીતે પળાતી હોય, સૂર્યનાં કિરણ અંદર આવતાં ન હોય, દીપક પ્રકાશિત રહેતો હોય, રોગીઓની ચાકરી ઘણી સારી રીતે થતી હોય, અને થાકી ગયેલા માણસનો થાક દૂર કરાતો હોય, તે ઘરમાં લક્ષ્મી વાસો કરે છે.
આ રીતે દેશ, કાળ, પોતાનું ધન તથા જાતિ વગેરેને ઉચિત દેખાય એવું બંધાયેલું ઘર યથાવિધિ ખાત્ર, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે કરીને શ્રાવકે વાપરવું. સારા મુહૂર્ત તથા શકુન વગેરેનું બળ પણ ઘર બંધાવવાના તથા તેમાં પ્રવેશ કરવાના વખતે જરૂર જોવું. આ રીતે યથાવિધિ બનાવેલા ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ વગેરે થવું. દુર્લભ નથી.
વિધિપૂર્વક બંધાયેલા ઘરના લાભ અંગે દષ્ટાંતો એમ સંભળાય છે કે, ઉજ્જયિની નગરીમાં દાંતાકનામા શેઠે અઢાર ક્રોડ સોનૈયા ખરચી વાસ્તુશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે એક સાત માળવાળો મહેલ તૈયાર કરાવ્યો. તેને તૈયાર થતાં બાર વર્ષ લાગ્યાં હતાં. તે મહેલમાં દાંતાક રહેવા ગયો, ત્યારે રાત્રીએ પડું કે? પડું કે? એવો શબ્દ તેના સાંભળવામાં આવ્યો. તેથી ભય પામી શેઠે મૂલ્ય તરીકે ધન લઈ તે મહેલ રાજા વિક્રમાદિત્યને આપ્યો. વિક્રમરાજા તે મહેલમાં ગયો અને પડું કે? પડું કે? એવો શબ્દ સાંભળતાં જ રાજાએ કહ્યું - પડ; કે તરત જ સુવર્ણપુરુષ પડયો. વગેરે.
વળી વિધિ પ્રમાણે બનાવેલા અને વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરેલી શ્રીમુનિસુવ્રતસ્વામિના સ્તૂપના મહિમાથી કોણિક રાજા પ્રબળ સેનાનો ધણી હતો. તથાપિ તે વિશાળાનગરીને બાર વર્ષમાં પણ લઈ શકયો નહિ, ભ્રષ્ટ થયેલા કૂલવાલકના કહેવાથી જ્યારે તેણે સૂપ પાડી નંખાવ્યો. ત્યારે તે જ વખતે