________________
૩૭૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ કરવું તે આર્યવિવાહ કહેવાય છે. ૪. યજમાન બ્રાહ્મણને યજ્ઞ દક્ષિણા તરીકે કન્યા આપે તે દેવવિવાહ કહેવાય છે. આ ચાર પ્રકારના વિવાહ ધર્મને અનુસરતા છે.
૫. માતા, પિતા અથવા બંધુવર્ગ એમને ન ગણતાં માંહોમાંહે પ્રેમ બંધાયાથી કન્યા મનગમતા વરને વરે તે ગાંધર્વવિવાહ કહેવાય છે. ૬. કાંઈ પણ ઠરાવ કરીને કન્યાદાન કરે તે આસુરીવિવાહ કહેવાય છે, જબરાઈથી કન્યા હરણ કરવી તે રાક્ષસવિવાહ કહેવાય છે. ૮. સૂતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યાનું ગ્રહણ કરવું તે પૈશાચ વિવાહ કહેવાય છે. આ ચારે વિવાહ ધર્મને અનુસરતા નથી.
જો વહુની તથા વરની માંહોમાંહે પ્રીતિ હોય તો છેલ્લા ચાર વિવાહ પણ ધર્મને અનુસરતા જ કહેવાય છે. પવિત્ર સ્ત્રીનો લાભ એ જ વિવાહનું ફળ છે. પવિત્ર સ્ત્રીનો લાભ થાય અને પુરુષ તેનું જો બરાબર રક્ષણ કરે તો તેથી સંતતિ સારી થાય છે, મનમાં હંમેશાં સમાધાન કરે છે, ગૃહકૃત્ય વ્યવસ્થાથી ચાલે છે, કુલીનપણું જળવાઈ રહે છે, આચાર-વિચાર પવિત્ર રહે છે, દેવ, અતિથિ તથા બાંધવ જનના સત્કારનું પુણ્ય થાય છે.
સ્ત્રીનું રક્ષણ હવે સ્ત્રીનું રક્ષણ કરવાના ઉપાય કહીએ છીએ. તેને ઘરકામમાં જોડવી, તેના હાથમાં ખરચ માટે પ્રમાણ રકમ રાખવી, તેને સ્વતંત્રતા આપવી નહિ. હંમેશાં માતા સમાન સ્ત્રીઓના સહવાસમાં તેને રાખવી. આ વગેરે સ્ત્રીના સંબંધમાં પૂર્વે જે યોગ્ય આચરણ કહ્યું છે, તેમાં આ વાતનો વિચાર ખુલ્લી રીતે કહી ગયા છીએ. - વિવાહ વગેરેમાં ખરચ તથા ઉત્સવ વગેરે આપણું કુળ, ધન, લોક વગેરેના ઉચિતપણા ઉપર ધ્યાન દઈ જેટલું કરવું જોઈએ તેટલું જ કરે, પણ વધારે ન કરે; કારણ કે, વધુ ખરચ આદિ ધર્મકૃત્યમાં જ કરવા ઉચિત છે. આ રીતે બીજે ઠેકાણે પણ જાણવું. વિવાહ વગેરેને વિષે જેટલું ખરચ થયું હોય, તે અનુસારે સ્નાત્ર, મહાપૂજા, મહાનૈવેદ્ય, ચતુર્વિધ સંઘનો સત્કાર વગેરે ધર્મકૃત્ય પણ આદરથી કરવું. સંસારને વધારનાર વિવાહ વગેરે પણ આ રીતે પુણ્ય કરવાથી સફળ થાય છે. ઈતિ ત્રીજો દ્વાર સંપૂર્ણ. (૩).
યોગ્ય મિત્રો વળી મિત્ર સર્વ કામમાં વિશ્વાસ રાખવા યોગ્ય હોવાથી અવસરે મદદ આદિ કરે છે. ગાથામાં આદિ શબ્દ છે, તેથી વણિકપુત્ર, મદદ કરનાર નોકર વગેરે પણ ધર્મ, અર્થ તથા કામનાં કારણ હોવાથી ઉચિતપણાથી જ કરવા. તેમનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધર્મિકપણું, વૈર્ય, ગંભીરતા, ચાતુર્ય, સારી બુદ્ધિ આદિ ગુણ અવશ્ય હોવા જોઈએ. આ વાત ઉપરનાં દષ્ટાંતો પૂર્વે વ્યવહારશુદ્ધિ પ્રકરણમાં કહી ગયા છીએ. (૪)
ઈતિ ચતુર્થ દ્વારા સંપૂર્ણ.