________________
છઠો પ્રકાશ જન્મ કૃત્ય
3७७
માટે ઉચિતપણાથી કરવો જોઈએ. તે (વિવાહ) પોતાથી જુદા ગોત્રમાં થયેલા તથા કુલ, સારો આચાર, શીલ, રૂપ, વય, વિદ્યા, સંપત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા વગેરેથી પોતાની બરાબરીના હોય તેમની સાથે જ કરવો. બન્નેનાં કુળ, શીલ વગેરે સરખાં ન હોય તો માંહોમાંહે હીલના, કુટુંબમાં કલહ, કલંક વગેરેની પ્રાપ્તિ થાય છે.
જેમ પોતનપુર નગરમાં શ્રીમતી નામે એક શ્રાવક કન્યા આદર સહિત કોઈ અન્ય ધર્મની સાથે પરણી હતી. તે ધર્મને વિષે ઘણી દઢ હતી, પણ તેનો પતિ પરધર્મી હોવાથી તેના ઉપર રાગ રહિત થયો. એક વખતે પતિએ ઘરની અંદર ઘડામાં સર્પ રાખી શ્રીમતીને કહ્યું કે, "ફલાણા ઘડામાં પુષ્પની માળા છે તે લાવ.” નવકાર સ્મરણના મહિમાથી સર્પ મટી પુષ્પમાળા થઈ. પછી શ્રીમતીના પતિ વગેરે લોકો શ્રાવક થયા. બન્નેનાં કુલ, શીલ વગેરે સરખાં હોય તો ઉત્તમ સુખ, ધર્મ તથા મોટાઈ આદિ મળે છે. એ ઉપર પેથડશેઠ તથા પ્રથમિણી સ્ત્રી વગેરેનાં દષ્ટાંત સમજવાં.
વર અને કન્યાના ગુણદોષ. સામુદ્રિકાદિક શાસ્ત્રોમાં કહેલા શરીરનાં લક્ષણ તથા જન્મપત્રિકાની તપાસ વગેરેથી કન્યાની તથા વરની પરીક્ષા કરવી. કહ્યું છે કે – ૧. કુલ, ૨. શીલ, ૩. સગાંવહાલાં, ૪. વિદ્યા, ૫. ધન, ૬. શરીર અને ૭. વય એ સાત ગુણ વરને વિષે કન્યાદાન કરનારે જોવા. પછી તો કન્યાને પોતાના ભાગ્ય ઉપર આધાર રહે છે.
મૂર્ખ, નિર્ધન, દૂર દેશાંતરમાં રહેનારો, શૂર મોક્ષની ઈચ્છા કરનારો અને કન્યાથી ત્રણ ગુણી કરતાં પણ વધુ ઉંમરવાળો એવા વરને ડાહ્યા માણસે કન્યા ન આપવી. ઘણું આશ્ચર્ય લાગે એટલી સંપત્તિવાળો, ઘણો જ ઠંડો અથવા ઘણો જ ક્રોધી, હાથ, પગે અથવા કોઈપણ અંગે અપંગ તથા રોગી એવા વરને પણ કન્યા ન આપવી. કુળ તથા જાતિવડે હીન, પોતાના માતાપિતાથી છૂટા રહેનારા અને જેને પૂર્વે પરણેલી
સ્ત્રી તથા પુત્ર હોય એવા વરને કન્યા ન આપવી. ઘણું વૈર તથા અપવાદવાળા, હંમેશાં જેટલું ધન મળે તો સર્વનું ખરચ કરનારા, આળસથી શૂન્ય મનવાળા એવા વરને કન્યાન આપવી. પોતાના ગોત્રમાં થયેલા જુગાર, ચોરી વગેરે વ્યસનવાળા તથા પરદેશી એવા વરને કન્યા ન આપવી.
પોતાના પતિ વગેરે લોકોની સાથે નિષ્કપટપણે વર્તનારી, સાસુ વગેરે ઉપર ભક્તિ કરનારી, સ્વજન ઉપર પ્રીતિ રાખનારી, બંધુવર્ગ ઉપર સ્નેહવાળી અને હંમેશાં પ્રસન્ન મુખવાળી એવી કુલ સ્ત્રી હોય છે, જે પુરુષના પુત્ર આજ્ઞામાં રહેનારા તથા પિતા ઉપર ભક્તિ કરનારા હોય, સ્ત્રી પતિની ઈચ્છા પ્રમાણે વર્તનારી હોય, અને મન ધરાય એટલી સંપત્તિ હોય; તે પુરુષને આ મર્યલોક સ્વર્ગ સમાન છે.
વિવાહના આઠ ભેદ અગ્નિ તથા દેવ વગેરેની રૂબરૂ હસ્ત-મેળાપ કરવો, તે વિવાહ કહેવાય છે. તે લોકમાં આઠ પ્રકારનો છે. ૧. આભૂષણ પહેરાવી તે સહિત કન્યાદાન આપવું તે બ્રાહ્મ વિવાહ કહેવાય છે. ૨. ધન ખરચીને કન્યાદાન કરવું તે પ્રાજાપત્યવિવાહ કહેવાય છે. ૩. ગાય બળદનું જોડું આપીને કન્યાદાન