Book Title: Shraddh Vidhi Prakaran
Author(s): Somsundarsuri
Publisher: Shantichandrasuri Jain Gyamandir

View full book text
Previous | Next

Page 403
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ કુમારનંદી ભોગની પ્રાર્થના કરવા લાગ્યો, ત્યારે "પંચશૈલ દ્વીપમાં આવ” એમ કહી તે બન્ને જણીઓ ચાલી ગઈ. પછી કુમારનંદીએ રાજાને સુવર્ણ આપી પડહ વજડાવ્યો કે, "જે પુરુષ મને પંચશૈલ દ્વીપે લઈ જાય, તેને હું ક્રોડ દ્રવ્ય આપું.” ૩૮૨ પછી એક વૃદ્ધ ખલાસી હતો, તે કોટિ દ્રવ્ય લઈ, તે પોતાના પુત્રોને આપી, કુમારનંદીને વહાણમાં બેસાડી સમુદ્રમાં બહુ દૂર ગયો, અને પછી કહેવા લાગ્યો કે, " આ વડવૃક્ષ દેખાય છે, તે સમુદ્રને કિનારે આવેલુ ડુંગરની તળેટીએ થયેલ છે. એની નીચે આપણું વહાણ જાય, ત્યારે તું વડની શાખાને વળગી રહેજે. ત્રણ પગવાળા ભારંડ પક્ષી પંચશૈલ દ્વીપથી આ વડ પર આવીને સૂઈ રહે છે. તેમના વચલે પગે તું પોતાના શ૨ી૨ને વસ્ત્રવડે મજબૂત બાંધી રાખજે, પ્રભાત થતાં ઉડી જતાં ભારંડ પક્ષીની સાથે તું પણ પંચશૈલ દ્વીપે પહોંચી જઈશ. આ વહાણ તો મોટા ભમરમાં સપડાઈ જશે.” પછી નિર્યામકના કહેવા પ્રમાણે કરી કુમારનંદી પંચશૈલ દ્વીપે ગયો. ત્યારે હાસા-પ્રહાસાએ તેને કહ્યું કે, "તારાથી આ શરીરવડે અમારી સાથે ભોગ કરાય નહીં. માટે અગ્નિપ્રવેશ વિગેરે કર.” એમ કહી તે સ્ત્રીઓએ કુમારનંદીને હસ્તસંપુટમાં બેસાડી ચંપાનગરીના ઉદ્યાનમાં મૂકયો. પછી તેના મિત્ર નાગિલ શ્રાવકે ઘણો વાર્યો. તો પણ તે નિયાણું કરી અગ્નિમાં પડયો, અને મરણ પામી પંચશૈલ દ્વીપનો અધિપતિ વ્યંતર દેવતા થયો. નાગિલને તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયો, અને તે દીક્ષા લઈ કાળ કરી બારમા અચ્યુત દેવલોકે દેવતા થયો. એક વખતે નંદીશ્વર દ્વીપે જનારા દેવતાઓની આજ્ઞાથી હાસા-પ્રહાસાએ કુમારનંદીના જીવ વ્યંતરને કહ્યું કે, "તું પડહ ગ્રહણ કર.” તે અહંકારથી હુંકાર કરવા લાગ્યો; એટલામાં પડહ તેને ગળે આવીને વળગ્યો. કોઈ પણ ઉપાયે તે પડહ છૂટો પડે નહિ. તે વખતે અવધિજ્ઞાનથી જાણીને નાગિલ દેવતા ત્યાં આવ્યો, જેમ ઘુવડ સૂર્યના તેજથી નાસીપાસ થાય તેમ તે દેવતાના તેજથી કુમારનંદી વ્યંતર નાસવા લાગ્યો, ત્યારે નાગિલ દેવતાએ પોતાનું તેજ સંહરીને કહ્યું કે, "તું મને ઓળખે છે ?” વ્યંતરે કહ્યું "ઈન્દ્ર આદિ દેવતાઓને કોણ ઓળખે નહીં ?” પછી નાગિલ દેવતાએ પૂર્વભવના શ્રાવકના રૂપે પૂર્વભવ કરી વ્યંતરને પ્રતિબોધ પમાડયો. ત્યારે વ્યંતરે કહ્યું, "હવે મારે શું કરવું ?” દેવતાએ કહ્યું, હવે તું ગૃહસ્થપણામાં કાયોત્સર્ગ કરી રહેલા ભાવયતિ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા કરાવ એમ કરવાથી તને આવતે ભવે બોધિલાભ થશે.” દેવતાનું આ વચન સાંભળી વ્યંતરે શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા જોઈ, મહાહિમવંત પર્વતથી આવેલા ગોશીર્ષ ચંદનવડે તેવી જ બીજી પ્રતિમા તૈયાર કરી પછી પ્રતિષ્ઠા કરી સર્વાંગે આભૂષણો પહેરાવી તેની પુષ્પાદિક વસ્તુવડે પૂજા કરી, અને જાતિવંત ચંદનના ડાભડામાં રાખી. પછી એક વખતે વ્યંતરે સમુદ્રમાં એક વહાણના છ મહિનાના ઉપદ્રવો તે પ્રતિમાના પ્રભાવથી દૂર કર્યા; અને તે વહાણના ખલાસીને કહ્યું કે, "તું આ પ્રતિમાનો ડાબડો સિંધુસૌવીર દેશમાંના વીતભયપત્તનમાં લઈ જા, અને ત્યાંના ચૌટામા "દેવાધિદેવની પ્રતિમા લ્યો.” એવી ઉદ્ઘોષણા કર.” ખલાસીએ તે પ્રમાણે કર્યું, ત્યારે તાપસનો ભક્ત ઉદાયન રાજા તથા બીજા પણ ઘણા દર્શનીઓ પોતપોતાના દેવનું સ્મરણ

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422