Book Title: Shraddh Vidhi Prakaran
Author(s): Somsundarsuri
Publisher: Shantichandrasuri Jain Gyamandir

View full book text
Previous | Next

Page 394
________________ છઠો પ્રકાશ જન્મ કૃત્ય ૩૭૩ ધ્વજા વગેરેની છાયા સદા કાળ દુઃખ આપનારી છે, અરિહંતની પૂંઠ, બ્રહ્મા અને વિષ્ણુનું પડખું, ચંડિકા અને સર્પ એમની નજર તથા મહાદેવનું ઉપર કહેલું સર્વ (પૂંઠ, પડખું અને નજર) વર્જવું. વાસુદેવનું ડાબું અંગ, બ્રહ્માનું જમણું અંગ, નિર્માલ્ય, હવણ જળ, ધ્વજની છાયા, વિલેપન, શિખરની છાયા અને અરિહંતની દષ્ટિ એટલાં વાનાં ઉત્તમ છે. કહ્યું છે કે અરિહંતની પૂંઠ, સૂર્ય અને મહાદેવની દષ્ટિ, વાસુદેવનો ડાબો ભાગ એ વર્જવા. ચંડી સર્વે ઠેકાણે અશુભ છે. માટે તેને સર્વથા વર્જવી. ઘરના જમણે પાસે અરિહંતની દષ્ટિ પડતી હોય અને મહાદેવની પૂંઠ ડાબે પાસે પડતી હોય તો તે કલ્યાણકારી છે, પણ એથી વિપરીત હોય તો બહુ દુઃખ થાય, તેમાં પણ વચ્ચે માર્ગ હોય તો કાંઈ દોષ નથી. શહેરમાં અથવા ગામમાં ઈશાનાદિક કોણ દિશામાં ઘર ન કરવું. તે ઉત્તમ જાતના લોકને અશુભકારી છે, પણ ચંડાળ વગેરે નીચ જાતિને ઋદ્ધિકારી છે. રહેવાના સ્થાનકને ગુણ તથા દોષ, શકુન, સ્વપ્ન, શબ્દ વગેરે નિમિત્તોના બળથી જાણવા. સારું સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી તથા પાડોશીની સંમતિ વગેરે લઈ ન્યાયથી જ ગ્રહણ કરવું, પણ કોઈનો પરાભવ આદિ કરીને લેવું નહીં, તેમ કરવાથી ધર્માર્થકામનો નાશ થવાનો સંભવ છે. આ રીતે જ ઈટો, લાકડાં, પથ્થર વગેરે વસ્તુ પણ દોષ વિનાની મજબૂત એવી હોય તે જ ઉચિત મૂલ્ય આપીને વેચાતીલેવી અને મંગાવવી, તે વસ્તુ પણ વેચનારે એની મેળે તૈયાર કરેલી લેવી; પણ પોતાને માટે તેની પાસે તૈયાર કરાવીને ન લેવી, કેમકે તેથી મહાઆરંભ વગેરે દોષ લાગવાનો સંભવ છે. જિનમંદિરની વસ્તુઓના ઉપયોગથી થતી હાનિ અને તે અંગે દષ્ટાંત ઉપર કહેલી વસ્તુ જિનમંદિર વગેરેની હોય તો લેવી નહીં, કેમકે તેથી ઘણી હાનિ વગેરે થાય છે. એવી વાત સંભળાય છે કે - કોઈ બે વણિક પાડોશી હતા. તેમાં એક પૈસાદાર હતો, તે બીજાના પગલે પગલે પરાભવ કરતો હતો. બીજો દરિદ્રી હોવાથી પહેલાનું બીજી કોઈ રીતે કાંઈ પણ નુકશાન કરી શક્યો નહીં. ત્યારે તેણે પહેલાનું ઘર નવું બંધાતું હતું, તેની ભીંતમાં કોઈ ન જાણે તેવી રીતે જિનમંદિરનો પડેલો એક ઈટનો કટકો નાંખ્યો, ઘર બંધાઈને તૈયાર થયું ત્યારે દરિદ્રી પાડોશીએ શ્રીમંત પાડોશીને જે વાત બની હતી તે પ્રમાણે કહી દીધી. ત્યારે શ્રીમંત પાડોશીએ કહ્યું કે, "એટલામાં શું દોષ છે?” એવી અવજ્ઞા કરવાથી વિદ્યુત્પાત વગેરે થઈ શ્રીમંત પાડોશીનો સર્વ પ્રકારે નાશ થયો. કહ્યું છે કે – જિનમંદિર, કૂવા, વાવ, સ્મશાન, મઠ અને રાજમંદિરનો સરસવ જેટલો પણ પત્થર, ઈટ કે કાષ્ઠ તજવા. ઘરનું માપ વગેરે પાષાણમય સ્તંભ, પીઠ, પાટિયાં, બારસાખ વગેરે વસ્તુઓ ગૃહસ્થને વિરુદ્ધકારક છે, પરંતુ તે ધર્મસ્થાનકે શુભ જાણવી. પાષાણમય વસ્તુ ઉપર કાષ્ઠ અને કાષ્ઠમય વસ્તુ પાષાણના સ્તંભ વગેરે વસ્તુઓ ઘરમાં અથવા જિનમંદિરમાં પ્રયત્નથી વર્જવી. હળનું કાષ્ઠ, ઘાણી, શકટ વગેરે વસ્તુ તથા રહેટ આદિ યંત્રો, એ સર્વ કાંટાવાળા વૃક્ષના, વડ આદિ પાંચ ઉંબરના તથા જેમાંથી દૂધ નીકળતું હોય એવા આકડા વગેરે ઝાડના લાકડાનાં વર્જવાં.

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422