________________
પંચમ પ્રકાશ વર્ષ કૃત્ય
૩૬૭
આલોયણ લેનારના દશ દોષ હવે આલોયણા લેનારના દશ દોષ કહે છે.
૧. ગુરુ થોડી આલોયણા આપશે, એમ ધારી તેમને વૈયાવચ્ચ વગેરેથી પ્રસન્ન કરી પછી આલોયણા લેવી. ૨. તેમજ આ ગુરુ થોડી તથા સહેલી આલોયણા આપનારા છે એવી કલ્પના કરી આલોવવું. ૩. જે પોતાના દોષ બીજા કોઈએ જોયા હોય, તે જ આલોવે, પણ બીજા છાના ન આલોવે. ૪. સૂક્ષ્મ (નાના) દોષ ગણતરીમાં ન ગણાવે, અને બાદર (મોટા) દોષની જ માત્ર આલોયણા લેવી. ૫. સૂક્ષ્મની આલોયણા લેનાર બાદ દોષ મૂકે નહિ. એમ જણાવવાને સારું તૃણ-ગ્રહણાદિ નાના દોષની માત્ર આલોયણા લેવી અને બાદરની ન લેવી. ૬. છન્ન એટલે પ્રકટ શબ્દથી ન આલોવવું. ૭. તેમજ શબ્દાકુળ એટલે ગુરુ સારી રીતે ન જાણે એવા શબ્દના આડંબરથી અથવા આસપાસના લોકો સાંભળે તેવી રીતે આલોવવું. ૮. આલોવવું હોય તે ઘણા લોકોને સંભળાવે. અથવા આલોયણા લઈ ઘણા લોકોને સંભળાવે. ૯. અવ્યક્ત એટલે છેદ ગ્રંથના જાણ નહિ એવા ગુરુ પાસે આલોવવું. ૧૦. લોકમાં નિંદા વગેરે થશે એવા ભયથી પોતાના જેવા જ દોષને સેવન કરનાર ગુરુની પાસે આલોવવું. આ દશ દોષ આલોયણા લેનારે ત્યજવા.
" આલોયણા લેવાના ફાયદા હવે સમ્યક પ્રકારે આલોવે તો તેના ગુણ કહે છે -
૧. જેમ ભાર ઉપાડનારને ભાર ઉતરવાથી શરીર હલકું લાગે છે. તેમ આલોયણા લેનારને પણ શલ્ય કાઢી નાંખ્યાથી પોતાનો જીવ હલકો લાગે છે. ૨. આનંદ થાય છે. ૩. પોતાના તથા બીજાઓના પણ દોષ ટળે છે, એટલે પોતે આલોયણા લઈ દોષમાંથી છૂટો થાય છે એ જાહેર જ છે, તથા તેને જોઈને બીજાઓ પણ આલોયણા લેવા તૈયાર થાય છે તેથી તેમના દોષ પણ દૂર થાય છે. ૪. સારી રીતે આલોયણા કરવાથી સરળતા પ્રકટ થાય છે. ૫. અતિચારરૂપ મળ ધોવાઈ ગયાથી આત્માની શુદ્ધિ થાય છે. ૬. તેમજ આલોયણા લેવાથી દુષ્કર કામ કર્યું એમ થાય છે.
કેમકે દોષનું સેવન કરવું તે કાંઈ દુષ્કર નથી, અનાદિકાળથી દોષ-સેવનનો અભ્યાસ પડી ગયો છે, પણ દોષ કર્યા પછી તે આલોવવા એ દુષ્કર છે. કારણ કે મોક્ષ સુધી પહોંચે એવા પ્રબળ આત્મવીર્યના વિશેષ ઉલ્લાસથી જ એ કામ બને છે. નિશીથચૂર્ણીમાં પણ કહ્યું છે કે – જીવ જે દોષનું સેવન કરે છે તે દુષ્કર નથી; પણ સમ્યક પ્રકારે આલોવે તે જ દુષ્કર છે, માટે જ સમ્યફ આલોયણાની ગણતરી પણ અત્યંતર તપમાં ગણી છે, અને તેથી જ તે માસખમણ વગેરેથી પણ દુષ્કર છે. લક્ષ્મણા સાધ્વી વગેરેની તેવી વાત સંભળાય છે, તે નીચે આપી છે.
લક્ષ્મણા આર્ચાનું દષ્ટાંત આ ચોવીશીથી અતીત કાળની એંશીમી ચોવીશીમાં એક બહુ પુત્રવાનું રાજાને સેંકડો માનતાથી