________________
૩૬૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એક વખતે શ્રી ગિરનારજી ઉપર દિગંબર તથા શ્વેતામ્બર એ બંનેના સંઘ સમકાળે આવી પહોંચ્યા અને બન્ને જણાએ અમારું તીર્થ કહી ઝગડો કરવા માંડ્યો. ત્યારે જે ઈન્દ્રમાળા પહેરે તેનું આ તીર્થ છે." એવા વૃદ્ધજનોના વચનથી પેથડશેઠે છપ્પન ઘડી પ્રમાણ સુવર્ણ આપી ઈન્દ્રમાળા પહેરી અને યાચકોને ચાર ઘડી પ્રમાણ સુવર્ણ આપી તીર્થ પોતાનું છે એમ સિદ્ધ કર્યું.
આ રીતે જ પહેરામણી, નવી ધોતીઓ, જાતજાતના ચંદરવા, અંગભૂંછણા, દીપક, તેલ, ઊંચું ચંદન, કેસર ભોગ, વગેરે જિનમંદિરે ખપમાં આવતી વસ્તુઓ દરવર્ષે શક્તિ પ્રમાણે આપવી. તેમજ ઉત્તમ આંગી વેલ બુટિની રચના, સર્વાગનાં આભૂષણ, ફૂલઘર, કેલિઘર, પૂતળીના હાથમાંના ફુવારા વગેરે રચના તથા વિવિધ પ્રકારનાં ગાયન, નૃત્ય વગેરે ઉત્સવ વડે મહાપૂજા તથા રાત્રિજાગરણ કરવાં. જેમ એક શેઠે સમુદ્રમાં મુસાફરી કરવા જતાં એક લાખ દ્રવ્ય ખરચીને મહાપૂજા ભણાવીને મનગમતો લાભ થવાથી બાર વર્ષે પાછો આવ્યો ત્યારે હર્ષથી એક ક્રોડ રૂપિયા ખરચી જિનમંદિરે મહાપૂજા વગેરે ઉત્સવ કર્યો.
શ્રુતજ્ઞાનની આરાધના તેમજ પુસ્તક વગેરેમાં રહેલા શ્રુતજ્ઞાનની કપૂર આદિ વસ્તુ વડે, સામાન્ય પૂજા તો ગમે ત્યારે બની શકે તેમ છે. મૂલ્યવાન વસ્ત્ર વગેરે વસ્તુ વડે વિશેષ પૂજા તો દર માસે અજવાળી પાંચમને દિવસે શ્રાવકને કરવી યોગ્ય છે. તેમ કરવાની શક્તિ ન હોય તો જઘન્યથી વર્ષમાં એક વાર તો અવશ્ય કરવી જ, આ વાત જન્મ-કૃત્યની અંદર આવેલા જ્ઞાન-ભક્તિદ્વારમાં વિસ્તારથી કહીશું.
ઉધાપન મહોત્સવ તેમ જ નવકાર, આવશ્યકસૂત્ર, ઉપદેશમાળા, ઉત્તરાધ્યયન વગેરે જ્ઞાન, દર્શન અને જુદા જુદા પ્રકારના તપ સંબંધી ઉજમણામાં જઘન્યથી એક ઉજમણું તો દર વર્ષે યથાવિધિ જરૂર કરવું. કેમકે ઉજમણું કરવાથી માણસોની લક્ષ્મી સાથે સ્થાનકે જોડાય, તપસ્યા પણ સફળ થાય, અને નિરંતર શુભ ધ્યાન, ભવ્ય જીવોને સમકિતનો લાભ, જિનેશ્વર મહારાજની ભક્તિ તથા જિનશાસનની શોભા થાય એટલા ગુણ થાય છે. તપસ્યા પૂરી થયા પછી ઉજમણું કરવું તે નવા બનાવેલા જિનમંદિરે કળશ ચઢાવવા સમાન, ચોખાથી ભરેલા પાત્ર ઉપર ફળ મૂકવા સમાન અથવા ભોજન કરી રહ્યા પછી તાંબૂલ દેવા સમાન છે.
શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે લાખ અથવા ક્રોડવાર નવકાર ગણી જિનમંદિરે સ્નાત્રોત્સવ, સાધર્મિકવાત્સલ્ય, સંઘપૂજા વગેરે ઘણા આડંબરથી કરવું. લાખ અથવા ક્રોડ ચોખા, અડસઠ સોનાની અથવા રૂપાની વાડકિયો, પાટિયો, લેખણો તથા રત્નો, મોતી, પરવાળાં, નાણું, તેમજ નાળિયેર વગેરે અનેક ફળો, જાતજાતના પકવાનો, ધાન્યો તથા ખાદ્ય અને સ્વાદ્ય એવી અનેક વસ્તુઓ, કપડાં વગેરે વસ્તુઓ મૂકી નવકારનું ઉજમણું કરનાર, ઉપધાન વહેવા આદિ, વિધિસહિત માળા પહેરી આવશ્યકસૂત્રનું ઉજમણું કરનાર, ગાથાની સંખ્યા માફક એટલે પાંચસોચુંમાલિશ પ્રમુખ મોદક; નાળિયેર, વાટકિયો વગેરે વિવિધ વસ્તુ મૂકીને ઉપદેશમાળાદિકનાં ઉજમણાં કરનાર, સોનૈયા વગેરે વસ્તુ રાખી લાડવા