________________
૩૬૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ગચ્છમાં પ્રવેશ કરાવવો છે પછી રાજા, તે ન હોય તો ગામનો અધિકારી, તે ન હોય તો સમૃદ્ધ શ્રાવકવર્ગ અને તે પણ ન હોય તો સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ શ્રીસંઘ પ્રતિમાવાહક સાધુનો યથાશક્તિ સત્કાર કરે. ઉપર ચંદરવો બાંધવો, મંગળ વાજિંત્રો વગાડવાં, સુગંધી વાસક્ષેપ કરવો વગેરે સત્કાર કહેવાય છે. એવો સત્કાર કરવામાં ગુણ છે, તે એવો કે, - પ્રવેશને વખતે સત્કાર કરવાથી જૈનશાસન ઘણું શોભે છે. બીજા સાધુઓને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે કે, જેથી એવી શાસનની ઉન્નતિ થાય છે, તે સત્કૃત્ય અમે પણ એવી રીતે કરીશું, તેમજ શ્રાવક-શ્રાવિકાઓની તથા બીજાઓની પણ જિનશાસન ઉપર બહુમાન બુદ્ધિ ઉત્પન્ન થાય છે, જેમાં એવા મોટા તપસ્વીઓ થાય, તે જિનશાસન મહાપ્રતાપી છે” તેમજ ખોટા તીર્થીઓની હીલના થાય છે, કેમકે તેમનામાં એવા મહાસત્ત્વવંત પુરુષો નથી. તેમજ પ્રતિમા પૂરી કરનાર સાધુનો સત્કાર કરવો એ આચાર છે.
વળી તીર્થની વૃદ્ધિ થાય છે, એટલે પ્રવચનનો અતિશય જોઈને ઘણા ભવ્યજીવો સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લે છે આ રીતે વ્યવહારભાષ્યની વૃત્તિમાં કહ્યું છે. તેમજ શક્તિ પ્રમાણે શ્રીસંઘની પ્રભાવના કરવી. એટલે બહુમાનથી શ્રીસંઘને આમંત્રણ કરવું, તિલક કરવું, ચંદન, જવાદિ, કપૂર, કસ્તૂરી વગેરે સુગંધી વસ્તુનો લેપ કરવો, સુગંધી ફૂલ અર્પણ કરવાં, નાળિયેર આદિ વિવિધ ફળ આપવા તથા તાંબૂલ અર્પણ કરવું, વગેરે પ્રભાવના કરવાથી તીર્થંકરપણું વગેરે શુભફળ મળે છે.
કહ્યું છે કે – અપૂર્વજ્ઞાનપ્રહણ, શ્રુતની ભક્તિ, અને પ્રવચનની પ્રભાવના આ ત્રણ કારણો વડે જીવને તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. ભાવના શબ્દ કરતાં પ્રભાવના શબ્દમાં 'પ્રએ અક્ષર વધારે છે, તે યુક્ત જ છે. કેમકે ભાવના તો તેના કરનારને જ મોક્ષ આપે છે, અને પ્રભાવના તો તેના કરનારને તથા બીજાને પણ મોક્ષ આપે છે.
આલોચણા વળી ગુરુનો યોગ હોય તો દરવર્ષે જઘન્યથી એક વાર તો ગુરુ પાસે જરૂર આલોયણા લેવી કારણ કે પોતાના આત્માની શુદ્ધિ કરવાથી તે દર્પણની માફક નિર્મળ થાય છે. આગમમાં શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે :- ચોમાસી તથા સંવત્સરીને વિષે આલોયણા તથા નિયમ ગ્રહણ કરવા. તેમજ અગાઉ ગ્રહણ કરેલા અભિગ્રહ કહીને નવા અભિગ્રહ લેવા. શ્રાદ્ધજીતકલ્પ આદિ ગ્રંથોમાં આલોયણા વિધિ કહ્યો છે. તે નીચે પ્રમાણે :
આ પફબી, ચોમાસી અથવા સંવત્સરીને દિવસે તેમ ન બને તો, ઘણામાં ઘણા બાર વરસ જેટલા કાળે તો અવશ્ય ગીતાર્થ ગુરુ પાસે આલોયણા લેવી.
આલોયણા લેવાને સારું ક્ષેત્રથી સાતસો યોજન પ્રમાણ ક્ષેત્રમાં તથા કાળથી બાર વરસ સુધી ગીતાર્થ ગુરુની ગવેષણા કરવી.
આલોયણા આપનાર ગુરુનું લક્ષણ હવે આલોયણા આપનાર આચાર્યનું લક્ષણ કહે છે.