Book Title: Shraddh Vidhi Prakaran
Author(s): Somsundarsuri
Publisher: Shantichandrasuri Jain Gyamandir

View full book text
Previous | Next

Page 377
________________ ૩૫૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ લૌકિક શાસ્ત્રના જાણ પણ કહે છે કે સ્ત્રીઓ કોઈ અદ્ભુત ગર્ભ ધારણ કરે છે કે જે ત્રણે જગતનો ગુરુ થાય છે, માટે જ પંડિત લોકો સ્ત્રીઓની ઘણી મોટાઈ કબૂલ કરે છે. કેટલીક સ્ત્રીઓ પોતાના શીયળ ના પ્રભાવથી અગ્નિને જળ સમાન, જળને સ્થળ સમાન, ગજને શિયાળીયા સમાન, સર્પને દોરડી સમાન અને ઝેરને અમૃત સમાન કરે છે, તેમજ ચતુર્વિધ શ્રીસંઘનું ચોથું અંગ શ્રાવિકાઓ છે. શાસ્ત્રમાં જે તેમની ઘણી નિંદા સંભળાય છે, તે પુરુષોએ તેમને વિષે આસક્તિ ન કરવી એવા ઉપદેશ માટે જ છે. તુલસા વગેરે શ્રાવિકાઓના ગુણોની તો તીર્થકરોએ પણ ઘણી પ્રશંસા કરી છે. તેમની ધર્મ વિષે રહેલી દઢતા ઈન્દ્રોએ પણ સ્વર્ગને વિષે વખાણી છે, અને જબરા મિથ્યાત્વીઓ પણ એમને સમ્યક્ત્વથી ચલાવી શક્યા નહિ. તેમજ કેટલીક શ્રાવિકાઓ ચરમ દેહવાળી તથા કેટલીક બે ત્રણ ભવ કરીને મોક્ષે જનારી શાસ્ત્રમાં સંભળાય છે, માટે માતાની માફક, બહેનની માફક તથા પુત્રીની માફક એમનું વાત્સલ્ય કરવું ઘટિત જ છે. આ વિષય ઉપર અત્રે વધુ વિસ્તારની જરૂર જણાતી નથી. દંડવીર્ય રાજાનું દષ્ટાંત સાધર્મિક વાત્સલ્ય કરીને રાજાઓ પોતાનું અતિથિસંવિભાગ વ્રત સાચવે છે. કેમકે, મુનિઓને રાજપિંડ કલ્પતો નથી, આ વિષય ઉપર ભરતના વંશમાં થયેલા ત્રણે ખંડના અધિપતિ દંડવીર્ય રાજાનું દગંત કહે છે. દંડવીર્ય રાજા હંમેશાં સાધર્મિક ભાઈને જમાડી પછી જ પોતે ભોજન કરતો હતો. એક વખત ઈન્દ્ર મનમાં તેની પરીક્ષા કરવાનું ધાર્યું. તેને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નોની સૂચક સુવર્ણની જનોઈ અને બાર વ્રતોના સૂચક બાર તિલકને ધારણ કરનારા તથા ભરતે રચેલો ચાર વેદનો મુખે પાઠ કરનારા એવા તીર્થયાત્રા કરતા આવેલા ક્રોડ શ્રાવક જણાયા. દંડવીર્ય તેમને ભક્તિથી નિમંત્રણ કરી જમાડી રહે છે, એટલામાં સૂર્ય આથમ્યો. એ રીતે લાગેટ આઠ દિવસ શ્રાવક પ્રકટ કર્યા, તેથી રાજાને આઠ ઉપવાસ થયા. પણ તેની સાધર્મિક-ભક્તિ તો તરૂણ પુરુષની શક્તિ માફક દિવસે દિવસે વધતી જ રહી. તેથી ઈન્દ્ર પ્રસન્ન થયો, અને તેણે તેને દિવ્ય ધનુષ્ય, રથ, હાર તથા બે કુંડળ આપી શત્રુંજયની યાત્રા કરવા તથા તીર્થોદ્ધાર માટે પ્રેરણા કરી, દંડવીર્યે પણ તે પ્રમાણે કર્યું. સંભવનાથ ભગવાન આદિના દષ્ટાંતો શ્રી સંભવનાથ ભગવાન પણ પૂર્વના ત્રીજા ભવમાં ઘાતકીખંડની અંદર આવેલા ઐરાવતક્ષેત્રની ક્ષમાપુરીનગરીમાં વિમળવાહન નામે રાજા હતા ત્યારે તેણે મોટા દુકાળમાં સર્વે સાધર્મિક ભાઈઓને ભોજનાદિક આપીને જિનનામ કર્મ બાંધ્યું. પછી દીક્ષા લઈ દેહપાત થયો આનતદેવલોકમાં દેવતાપણું ભોગવી શ્રી સંભવનાથ તીર્થકર થયા. તેઓ ફાગણ સુદિ આઠમને દિવસે અવતર્યા, ત્યારે મોટો દુકાળ છતાં તે જ દિવસે ચારે તરફથી સર્વ જાતનું ધાન્ય આવી પહોંચ્યું, તેથી તેમનું સંભવ એવું નામ પાડયું. બૃહદ્ભાગ્યમાં કહ્યું છે કે શું શબ્દનો અર્થ સુખ કહેવાય છે. ભગવાનના દર્શનથી સર્વે જીવોને સુખ

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422