________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૫૩
શ્રેષ્ઠી તે મંત્રીનો મિત્ર હતો. નામથી જ એક અક્ષર ઓછો, પણ ઋદ્ધિથી બરાબરીનો એવો એક સુમિત્ર નામે ધનાઢય વણિકપુત્ર વસુમિત્રનો મિત્ર હતો. વણિકપુત્ર પણ અનુક્રમે શ્રેષ્ઠીની બરાબરીનો અથવા તેનાથી અધિક ચઢતો પણ થાય છે.
સારાકુળમાં જન્મ્યાથી પુત્ર સરખો માન્ય એવો એક ધન્ય નામે સુમિત્રનો સેવક હતો. તે ધન્ય એક દિવસે ન્હાવાને અર્થે ન્હાવા લાયક સરોવરે ગયો. સારાં કમળ, સારી શોભા અને સારું જળ ધરાવનારા તે સરોવરમાં હાથીના બચ્ચાની જેમ જળક્રીડા કરતાં તે ધન્યને દિવ્ય કમળ સરખું ઘણું સુગંધી હજાર પાંખડીવાળું કમળ મળ્યું. પછી તે ધન્ય સરોવરમાંથી બહાર નીકળી ઘણા હર્ષથી ચાલતો થયો. અનુક્રમે માર્ગે જતાં ફૂલ ઉતારીને જતી માળીની ચાર કન્યાઓ તેને મળી. પૂર્વનો ઘણો પરિચય હોવાથી તે કન્યાઓએ કમળના ગુણ જાણી ધન્યને કહ્યું કે, "હે ભદ્ર ! ભદ્રશાલ વનમાંના વૃક્ષનું ફૂલ જેમ અહિં દુર્લભ છે, તેમ આ કમળ પણ દુર્લભ છે.” આ ઉત્તમ વસ્તુ ઉત્તમ પુરુષને માટે છે, માટે એનો ઉપયોગ. જેવા તેવા પાત્રને વિષે કરીશ નહિ." ધન્ટે કહ્યું, "આ કમળનો ઉત્તમ પુરુષને વિષે જ મુકુટ સમાન ઉપયોગ કરીશ."
પછી ધન્ય વિચાર કર્યો કે; "સુમિત્ર જ સર્વે સજ્જનોમાં શ્રેષ્ઠ છે, અને તેથી જ મહારો પૂજ્ય છે.” જેની આજીવિકા જે માણસથી ચાલતી હોય તેને તે માણસ કરતાં બીજો કોણ વધુ સારો લાગે? હવે, ભોળા સ્વભાવના ધન્યું એમ વિચારી, જેમ કોઈ દેવતાને ભેટશું આપવું હોય, તેમ સુમિત્રની પાસે જઈ વિનયથી નમસ્કાર કરી અને યથાર્થ વાત હતી તે કહી પેલું કમળ ભેટ ધર્યું. ત્યારે સુમિત્રે કહ્યું કે, મહારાં શેઠ વસુમિત્ર સર્વે લોકમાં ઉત્તમ હોવાથી તેમને જ આ ઉત્તમ વસ્તુ વાપરવા યોગ્ય છે, તેમના મહારા ઉપર એટલા બધા ઉપકાર છે કે, હું અહોનિશ તેમનું દાસપણું કરૂં તોપણ તેમના ઋણમાંથી મુક્ત ન થાઉં.” સુમિત્રે એમ કહ્યાથી ધન્ય તે કમળ વસુમિત્રને ભેટ આપ્યું
ત્યારે વસુમિત્રે પણ કહ્યું કે "આ લોકમાં મારાં સર્વ કાર્ય સફળ કરનારો એક ચિત્રમતિ મંત્રી જ સર્વમાં ઉત્તમ છે." વસુમિત્રનાં એવાં વચનથી ધન્ય તે કમળ ચિત્રમતિ મંત્રીને નજરાણા તરીકે આપ્યું. ત્યારે ચિત્રમતિએ પણ કહ્યું કે "મારાં કરતાં શ્રેષ્ઠ કૃપરાજા છે, કારણ કે તે પૃથ્વીના અને પ્રજાના અધિપતિ હોવાથી તેની દષ્ટિનો પ્રભાવ પણ દેવની જેમ ઘણો અદ્ભુત છે. તેની કુરદષ્ટિ જેની ઉપર પડે તે ઘણો માતબર હોય તો પણ કંગાળ જેવો થઈ જાય અને તેની કૃપાદૃષ્ટિ જેની ઉપર પડે તે કંગાળ હોય તો પણ માતબર થાય."
ચિત્રમતિનાં એવાં વચનથી ધન્ય તે કમળ કૃપરાજાને આપ્યું. કૃપ રાજા પણ જિનેશ્વર ભગવાનની અને સદ્ગુરુની સેવા કરવામાં તત્પર હતો, તેથી તેણે કહ્યું કે, જેના ચરણકમળને વિષે મારા જેવા રાજાઓ ભ્રમરની જેમ તલ્લીન રહે છે, તે જ સદ્ગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે, તેમનો યોગ સ્વાતિ નક્ષત્રના જળની જેમ સ્વલ્પ મળે."
કૃપરાજા એમ કહે છે, એટલામાં સર્વ લોકોને આશ્ચર્ય પમાડનાર કોઈ ચારણ મુનિ દેવતાની જેમ ત્યાં આકાશમાંથી ઉતર્યા. આશ્ચર્યની વાત છે કે આશારૂપ વેલડી કેવી રીતે સફળ થાય છે ! કૃપરાજા