________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૮૩
આલોવે પછી ફરીથી બે વાંદણાં દે, અભિંતર રાઈ (અભુઠિઓ)ખમાવે, પછી વાંદણાં દઈ, પચ્ચકખાણ કરે, પછી ભગવાનાં ઈત્યાદિ ચાર ખમાસમણાં દેઈ, પછી સક્ઝાય સંદિસાહું? અને સક્ઝાય કરૂં? એ બે ખમાસમણે બે આદેશ માગી સક્ઝાય કરે એ પ્રમાણે પ્રભાત વખતનો વંદનવિધિ કહ્યો છે.
સંધ્યા સમયે વંદનનો વિધિ-પ્રથમ ઈરિયાવહિ પ્રતિક્રમીને આદેશ માગી ચૈત્યવંદન કરે, પછી મુહપત્તિ પડિલેહે; બે વાંદણાં દે, પછી દિવસ ચરિમ પચ્ચકખાણ કરે પછી બે વાંદણાં દઈ દેવસિઅ આલોવે, પછી બે વાંદણાં દઈ દેવસિઅ ખમાવે, પછી ચાર ખમાસમણાં દઈ આચાર્યદિકને વાંદીને આદેશ માગી દેવસિયપાયચ્છિત્ત વિસોહણને અર્થે (ચાર લોગસ્સનો) કાયોત્સર્ગ કરે, પછી સક્ઝાય સંદિસાહું? અને સઝાય કરું? એ પ્રમાણે આદેશ માગી બે ખમાસમણાં દઈ સક્ઝાય કરે, એ સંધ્યા સમયનો વંદનવિધિ કહ્યો છે. ગુરુ કોઈ કામમાં વ્યગ્ર હોવાથી જે દ્વાદશવર્ત વંદના કરવાનો યોગ ન આવે તો, થોભવંદનથી જ ગુરુને વંદના કરવી. એવી રીતે વંદના કરી ગુરુ પાસે પચ્ચખાણ કરવું. કહ્યું છે કે -
પોતે જે પહેલાં પચ્ચકખાણ કર્યું હોય તે જ અથવા તેથી વધારે ગુરુસાક્ષીએ ગ્રહણ કરવું, કારણ કે, ધર્મના સાક્ષી ગુરુ છે. ધર્મકૃત્ય ગુરુ સાક્ષીએ કરવામાં આટલા લાભ છે. એક તો (ગુરુસાક્ષીએ ધર્મ હોય છે.) એ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. બીજો, ગુરુના વચનથી શુભ પરિણામ ઉત્પન્ન થવાથી અધિક ક્ષયોપશમ થાય છે. ત્રીજો, પૂર્વે ધાર્યું હોય તે કરતાં પણ વધારે પચ્ચકખાણ. લેવાય છે, એ ત્રણ લાભ છે.
શ્રાવકપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે-પ્રથમથી જ પચ્ચખાણ વગેરે લેવાના પરિણામ હોય, તો પણ ગુરુ પાસે જવામાં એ લાભ છે કે, પરિણામની દઢતા થાય છે, ભગવાનની આજ્ઞા પળાય છે અને કર્મના ક્ષયોપશમની વૃદ્ધિ થાય છે. એક જ દિવસના અથવા ચાતુર્માસના નિયમ આદિ પણ યોગ હોય તો ગુરુ સાક્ષિએ જ ગ્રહણ કરવા.
અહીં પંચ નામાદિ બાવીસ મૂળદ્વાર તથા ચારસો બાણું પ્રતિદ્વાર સહિત દ્વાદશાવર્ત વંદનની વિધિ તથા દશ પ્રત્યાખ્યાનાદિ નવ મૂળદ્વાર અને નેવું પ્રતિકાર સહિત પચ્ચકખાણ વિધિ પણ ભાષ્ય આદિ ગ્રંથમાંથી જાણી લેવી. પચ્ચકખાણનું લેશમાત્ર સ્વરૂપ પૂર્વે કહ્યું છે.
પચ્ચક્ખાણનું ફળ હવે પચ્ચખાણના ફળ વિષે કહીએ છીએ. ધમિલકુમાર છ માસ સુધી આંબિલ તપ કરી મોટા શ્રેષ્ઠીઓની, રાજાઓની અને વિદ્યાધરોની બત્રીશ કન્યા પરણ્યો, તથા ઘણી વૃદ્ધિ પામ્યો. એ ઈહલોકમાં ફળ જાણવું. તથા ચાર હત્યા આદિનો કરનાર દઢપ્રહારી છ માસ તપ કરીને તે જ ભવે મુક્તિ જનારો થયો. એ પરલોકનું ફળ જાણવું કહ્યું છે કે -
ધમ્પિલકુમાર તથા દઢપ્રહારીની કથા કુશાગ્રપુરમાં સુરેન્દ્રદત્ત પિતા અને સુભદ્રા માતાને ત્યાં ધમિલકુમાર જન્મ્યો. ઉંમર લાયક થતાં ધમિલનાં લગ્ન યશોમતી સાથે થયાં. ધમ્મિલ્લ અતિ ધર્મનિષ્ઠ હોવાથી સંસાર સુખથી વિમુખ રહ્યો.