________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
શેઠના પુત્રોની પાસે રહેવાની ઈચ્છા કરતો હતો, પણ નિર્ધન જાણી તેની સાથે શેઠના પુત્રો એક અક્ષર પણ બોલતા નહોતા. ત્યારે તેણે બે ત્રણ સારા માણસોને સાક્ષી રાખીને યુક્તિથી શેઠના જૂના ચોપડામાં પોતાના હાથે અક્ષરથી લખ્યું કે, "શેઠના બે હજાર ટંક મારે દેવા છે.”
૨૧૬
આ કામ તેણે ઘણી જ છુપી રીતે કર્યું. એક વખતે શેઠના પુત્રોના જોવામાં તેના હાથ અક્ષર આવ્યા, ત્યારે તેમણે મુનિમ પાસે બે હજાર ટંકની માગણી કરી. તેણે કહ્યું, "વ્યાપારને અર્થે થોડું ધન મને આપો તો હું થોડા દિવસમાં તમારું દેવું આપું.”
પછી શેઠના પુત્રોએ તેને વ્યાપારને અર્થે દ્રવ્ય આપ્યું. અનુક્રમે મુનિમે ઘણું દ્રવ્ય સંપાદન કર્યું. ત્યારે શેઠના પુત્રોના આશ્રયથી તે મુનિમ ધનવાન થયો.
અહંકાર ન કરવો.
ܗܘ
નિર્દયપણું, અહંકાર, ઘણો લાભ, કઠોર ભાષણ અને નીચ વસ્તુ ઉ૫૨ પ્રીતિ રાખવી એ પાંચ વાનાં લક્ષ્મીની સાથે નિરંતર રહે છે, એવું એક વચન પ્રસિદ્ધ છે, પણ તે સજ્જન પુરુષોને લાગુ પડતું નથી. હલકા સ્વભાવના લોકોને ઉદ્દેશીને ઉપરનું વચન પ્રવૃત્ત થયું છે માટે વિવેકી પુરુષે દ્રવ્ય આદિ ઘણું મળે તો પણ અહંકાર વગેરે ન કરવો.
કેમકે-જે સત્પુરુષોનું ચિત્ત આપદા આવે દીન થતું નથી, સંપદા (લક્ષ્મી) આવે અહંકાર પામતું નથી, પારકું દુઃખ જોઈને દુઃખી થાય અને પોતે સંકટમાં આવે તો સુખી થાય, તેમને નમસ્કાર થાઓ. સામર્થ્ય છતાં પારકા ઉપદ્રવ ખમે, ધનવાન છતાં ગર્વ ન કરે અને વિદ્વાન છતાં પણ વિનય કરે, એ ત્રણ પુરુષો પૃથ્વીના ઉત્તમ અલંકાર છે. વિવેકી પુરુષે કોઈની સાથે સ્વલ્પમાત્ર પણ ક્લેશ ન કરવો. તેમાં પણ મોટા પુરૂષોની સાથે તો કયારે પણ ન જ કરવો. કહ્યું છે કે-જેને ખાંસીનો વિકાર હોય તેણે ચોરી ન કરવી, જેને ઘણી નિદ્રા આવતી હોય તેણે જારકર્મ ન કરવું, જેને રોગ થયો હોય તેણે મધુરાદિ રસ ઉપ૨ આસક્તિ ન કરવી અને પોતાની જીભ સ્વાધીનતામાં રાખવી.
જેની પાસે ધન હોય તેણે કોઈની સાથે ક્લેશ ન કરવો, ભંડારી, રાજા, ગુરુ અને તપસ્વી એમની સાથે તથા પક્ષપાતી, બલિષ્ટ અને ક્રૂર તથા નીચ એવા પુરુષની સાથે વિવેકી પુરુષે વાદ ન કરવો. કદાચિત્ કોઈ મોટા પુરુષની સાથે દ્રવ્ય આદિનો વ્યવહાર થયો હોય તો વિનયથી જ પોતાનું કાર્ય સાધવું. બળાત્કાર, ક્લેશ આદિ ન કરવો.
પંચોપાખ્યાનમાં પણ કહ્યું છે કે-ઉત્તમ પુરુષને વિનયથી, શૂર પુરુષને ફિતુરીથી. નીચ પુરુષને અલ્પ દ્રવ્યાદિકના દાનથી અને આપણી બરાબરી હોય તેને પોતાનું પરાક્રમ દેખાડી વશ કરવો.
ધનના અર્થી અને ધનવાન એ બન્ને પુરુષોએ વિશેષે કરી ક્ષમા રાખવી જોઈએ. કારણ કે, ક્ષમા કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ અને રક્ષણ થાય છે. કહ્યું છે કે- બ્રાહ્મણનું બળ હોમમંત્ર, રાજાનું બળ નીતિશાસ્ત્ર, અનાથ પ્રજાઓનું બળ રાજા અને વણિકપુત્રનું બળ ક્ષમા છે.' મીઠું વચન અને ક્ષમા એ બે ધનનાં કારણ છે. ધન, શરીર અને યૌવન અવસ્થા એ ત્રણ કામનાં કારણ છે. દાન, દયા અને ઈન્દ્રિયનિગ્રહ એ ત્રણ