________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૨૯
થયેલા મુનિમો પાસે વ્યાપાર ચલાવવો. જો કોઈ સમયે પોતાને પરદેશ જવું પડે તો સારું મુહૂર્ત, સારા શુકન આદિ જોઈ તથા ગુરુવંદન વગેરે માંગલિક કરી ભાગ્યશાળી પુરુષોની સાથે જ જવું, અને સાથે પોતાની જ્ઞાતિના કેટલાએક ઓળખીતા લોકો પણ લેવા તથા માર્ગમાં નિદ્રાદિ પ્રમાદ લેશમાત્ર પણ કરવો નહિ. પણ ઘણા યત્નથી જવું. પરદેશમાં વ્યાપાર કરવો પડે અથવા રહેવું પડે તો પણ આ રીતે જ કરવું, કારણ કે, એક ભાગ્યશાળી સાથે હોય તો સર્વ લોકોનું વિઘ્ન ટળે છે. આ વિષય ઉપર દગંત છે, તે આ રીતે -
અન્યના ભાગ્યથી ઉપદ્રવ દૂર થવા અંગે દષ્ટાંત એકવીસ માણસો ચોમાસામાં કોઈ ગામે જતા હતા. તેઓ સંધ્યા સમયે એક મંદિરે ઉતર્યા. ત્યાં ભારે વિજળી મંદિરના બારણા સુધી આવે ને જાય. તે સર્વ જણાએ મનમાં ભય થવાથી કહ્યું કે, "આપણામાં કોઈ અભાગી પુરુષ છે, માટે એકેક જણાએ મંદિરની ફરતી પ્રદક્ષિણા દઈને પાછું અહીં જ આવવું." તેમ કરતાં વીસ જણાએ એક પછી એક એમ પ્રદક્ષિણા દઈ મંદિરમાં પાછો પ્રવેશ કર્યો, એકવીસમો પુરુષ બહાર નીકળતો નહોતો. તેને વશ જણાએ બળાત્કારથી ખેંચીને બહાર કાઢયો. ત્યારે વીસ જણા ઉપર વિજળી પડી. તેઓમાં એક જ ભાગ્યશાળી હતો.
માટે ભાગ્યશાળી પુરુષોની સંગાથે જવું, તથા જે કાંઈ લેણદેણ હોય, અથવા નિધિ આદિ રાખો હોય તો તે સર્વ પિતા, ભાઈ અથવા પુત્ર આદિને નિત્ય જણાવવું. તેમાં પણ પરગામ જતી વખતે તો અવશ્ય જણાવવું જ. તેમ ન કરે તો દુર્દેવના યોગથી જો કદાચિત પરગામમાં અથવા માર્ગમાં પોતે મરણ પામે તો ધન છતાં પિતા, ભાઈ, પુત્ર વગેરેને વૃથા દુઃખ ભોગવવું પડે.
પરદેશ આદિમાં ધ્યાન રાખવા લાયક નીતિવચનો વિવેકી પુરુષે પરગામ જતી વખતે ધનાદિકની યથાયોગ્ય ચિંતા કરવાને અર્થે કુટુંબના સર્વે લોકોને સારી શિખામણ દેવી, તથા બહુમાનથી સર્વ સ્વજનોની સાથે વાત કરી વિદાય થવું. કહ્યું છે કે – જેને જગતમાં જીવવાની ઈચ્છા હોય, તે માણસે પૂજ્ય પુરુષોનું અપમાન કરી, પોતાની સ્ત્રીને કટુ વચન કહી. કોઈને તાડના કરી તથા બાળકને રોવરાવી પરગામે ગમન ન કરવું. પરગામ જવાનો વિચાર કરતાં જો પાસે કાંઈ પર્વ અથવા ઉત્સવ આદિ આવ્યો હોય તો તે કરીને જવું.
કહ્યું છે કે ઉત્સવ, ભોજન, મોટું પર્વ તથા બીજાં પણ મંગળ કાર્યની ઉપેક્ષા કરીને તથા જન્મનાં અને મરણનાં મળી બે પ્રકારનાં સૂતક હોય તો અને પોતાની સ્ત્રી રજસ્વલા હોય તો પરગામે જવું નહીં એમ જ બીજી વાતોનો પણ શાસ્ત્રાનુસાર વિચાર કરવો. વળી કહ્યું છે કે-દૂધનું ભક્ષણ, સ્ત્રીસંભોગ, સ્નાન, સ્વસ્ત્રીને તાડના, વમન તથા ઘૂંકવું એટલાં વાનાં કરીને તથા આક્રોશ વચન સાંભળીને પરગામે ન જવું. હજામત કરાવીને, નેત્રમાંથી આંસુ ગાળીને તથા સારા શુકન થતાં ન હોય તો પરગામે ન જવું.
પોતાના સ્થાનકથી કાંઈ કાર્યને અર્થે બહાર જતાં જે ભાગની નાડી વહેતી હોય, તે બાજુનો પગ આગળ મૂકવો. તેમ કરવાથી માણસના વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે. જાણ પુરુષે માર્ગે જતાં સામા