________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
ર૬૭ મધ્યાહ્ન પૂર્વોક્ત વિધિએ વળી વિશેષથી ઉત્તમ ભાત પાણી વગેરે જેટલા પદાર્થ ભોજન માટે નીપજાવેલા હોય તે સંપૂર્ણ પ્રભુની આગળ ચઢાવવાની યુક્તિનો અનુક્રમ ઉલ્લંઘન નહીં કરતાં પછી ભોજન કરવું. અહીં ભોજન કરવું એ અનુવાદ છે. મધ્યાહ્નની પૂજા અને ભોજનના કાળનો કંઈ નિયમ નથી, કેમકે ખરેખરી સુધા લાગે એ જ ભોજનનો કાળ છે. એ જ રૂઢી છે. મધ્યાહ્ન થયા પહેલાં પણ જો પ્રત્યાખ્યાન પારીને દેવપૂજાપૂર્વક ભોજન કરે તો તેમાં કંઈ બાધ આવતો નથી.
આયુર્વેદમાં તો વળી આવી રીતે બનાવેલું છે કે-પહેલા પહોરમાં ભોજન કરવું નહીં, બે પહોર ઉલ્લંઘન કરવા નહીં (ત્રીજો પહોર થયા પહેલાં ભોજન કરી લેવું). પહેલા પહોરમાં ભોજન કરે તો રસની ઉત્પત્તિ થાય છે અને બે પહોર ઉલ્લંઘન કરે તો બળની હાનિ થાય છે.
સુપાત્રે દાન આદિ કરવાની રીત આ પ્રમાણે છે. શ્રાવકે ભોજનને અવસરે પરમ ભક્તિથી મુનિરાજને નિમંત્રી તેમને પોતાને ઘેર લાવવા. અથવા શ્રાવકે પોતાની ઈચ્છાએ આવતા મુનિરાજને જોઈ તેમની આગળ જવું. પછી ક્ષેત્ર સંવેગીનું ભાવિત છે કે અભાવિત છે? કાળ સુભિક્ષનો છે કે દુર્ભિક્ષનો છે? આપવાની વસ્તુ સુલભ છે કે દુર્લભ છે? તથા પાત્ર (મુનિરાજ) આચાર્ય છે, અથવા ઉપાધ્યાય, ગીતાર્થ, તપસ્વી, બાળ, વૃદ્ધ, રોગી, સમર્થ કિંવા અસમર્થ છે? ઈત્યાદિ વિચાર મનમાં કરવો અને હરિફાઈ, મોટાઈ, અદેખાઈ, પ્રીતિ, લજ્જા, દાક્ષિણ્ય, "બીજા લોકો દાન આપે છે માટે મારે પણ તે પ્રમાણે કરવું જોઈએ.” એવી ઈચ્છા, ઉપકારનો બદલો વાળવાની ઈચ્છા, કપટ, વિલંબ, અનાદર, કડવું ભાષણ, પશ્ચાત્તાપ વગેરે દાનના દોષ તજવા.
પછી કેવળ પોતાના જીવ ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી બેંતાળીશ તથા બીજા દોષથી રહિત એવી પોતાની સંપૂર્ણ અન્ન, પાન, વસ્ત્ર આદિ વસ્તુ, પ્રથમ ભોજન, પછી બીજી વસ્તુ એવા અનુક્રમથી પોતે મુનિરાજને વિનયથી આપવી, અથવા પોતે પોતાના હાથમાં પાત્ર વગેરે ધારણ કરી પાસે ઊભા રહીને પોતાની સ્ત્રી વગેરે પાસેથી અપાવવી. આહારના બેતાળીસ દોષ પિંડવિશુદ્ધિ નામના ગ્રંથમાંથી જોઈ લેવા, દાન દીધા પછી મુનિરાજને વંદના કરી તેમને પોતાના ઘરના બારણા સુધી પહોંચાડી પાછું વળવું.
મુનિરાજનો યોગ ન હોય તો, મેઘ વિનાની વૃષ્ટિ માફક જો કદાચ મુનિરાજ કયાંયથી પધારે તો હું કૃતાર્થ થાઉ” એવી ભાવના કરી મુનિરાજની આવવાની દિશા તરફ જોવું. કેમકે - જે વસ્તુ સાધુ મુનિરાજને ન અપાઈ, તે વસ્તુ કોઈપણ રીતે સુશ્રાવકો ભક્ષણ કરતા નથી, માટે ભોજનનો અવસર આવે દ્વાર તરફ નજર રાખવી.
મુનિરાજનો નિર્વાહ બીજી રીતે થતો હોય તો અશુદ્ધ આહાર આપનાર ગૃહસ્થ તથા લેનાર મુનિરાજને હિતકારી નથી; પરંતુ દુર્મિક્ષ આદિ હોવાથી જો નિર્વાહ ન થતો હોય તો આતુરના દષ્ટાંતથી તે જ આહાર બન્નેને હિતકારી છે. તેમજ માર્ગ કાપવાથી થાકી ગયેલા, ગ્લાન થયેલા, લોચ કરેલા એવા આગમ શુદ્ધ વસ્તુને ગ્રહણ કરનાર મુનિરાજને ઉત્તરવારણાને વિષે દાન આપ્યું હોય, તે દાનથી બહુ ફળ મળે છે. આ રીતે શ્રાવક દેશ તથા ક્ષેત્ર જાણીને પ્રાસુક અને એષણીય એવો આહાર જેને જે યોગ્ય હોય