________________
૩૨૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
કેમકે - જે પાપકર્મની નિર્જરા છમાસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે, તે જ પાપની નિર્જરા નવકારની અનાનુપૂર્વી ગણવાથી અર્ધક્ષણમાં થાય છે, શીલાંગરથ વગેરેના ગણવાથી પણ મન-વચન-કાયાની એકાગ્રતા થાય છે, અને તેથી ત્રિવિધ ધ્યાન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે – ભંગિક : શ્રુત ગણનારો પુરુષ ત્રિવિધ ધ્યાનમાં વર્તે છે.
આ રીતે સ્વાધ્યાય કરવાથી ધર્મદાસની માફક પોતાને કર્મક્ષયાદિ તથા બીજાને પ્રતિબોધાદિક ઘણા ગુણ થાય છે. ધર્મદાસનું દાંત નીચે પ્રમાણે છે :
ધર્મદાસનું દષ્ટાંત ધર્મદાસ દરરોજ સંધ્યા વખતે દેવસી પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય કરતો હતો. તેના પિતા સુશ્રાવક હોવા છતાં સ્વભાવથી જ ઘણો ક્રોધી હતો. એક સમયે ધર્મદાસે પોતાના પિતાને ક્રોધનો ત્યાગ કરવાને માટે ઉપદેશ કર્યો, તેથી તે ઘણો ગુસ્સે થયો અને હાથમાં લાકડી લઈ દોડતાં રાત્રિનો વખત હોવાથી થાંભલા સાથે અથડાઈને મરણ પામ્યો અને દુષ્ટસર્પની યોનિમાં ગયો. એક વખતે તે દુષ્ટ સર્પ અંધકારમાં ધર્મદાસને કરડવાને માટે આવતો હતો. એટલામાં સ્વાધ્યાય કરવા બેઠેલા ધર્મદાસના મુખમાંથી એક ગાથા તેણે સાંભળી. તે એ કે :
पतिव्वं .पि पुवकोडीकयंपि सुकयं मुहुत्तमित्तेण |
कोहग्गहिओ हणिउं, ह हा। हवइ भवदुगे वि दुही ||१|| વગેરે સ્વાધ્યાય ધર્મદાસના મુખથી સાંભળતાં જ તે સર્પને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે અનશન કરી સૌધર્મદેવલોકે દેવતા થયો, અને પુત્રને ધર્મદાસને) સર્વે કામોમાં મદદ આપવા લાગ્યો. એક વખતે સ્વાધ્યાયમાં તલ્લીન ધર્મદાસને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેટલા જ માટે જરૂર સ્વાધ્યાય કરવો. ”
રવજનો આદિને ધર્મોપદેશ પછી શ્રાવકે સામાયિક પાળીને પોતાને ઘેર જવું, અને પોતાની સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ, સેવક, બહેન, પુત્રની વહુ, પુત્રી, પૌત્રો, પૌત્રી, કાકો, ભત્રીજો અને વાણોતર તેમજ બીજા સ્વજનોને પણ જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે ધર્મનો ઉપદેશ કરવો. ઉપદેશમાં સમ્યકત્વ મૂળ બારવ્રત સ્વીકારવાં. સર્વે ધર્મકૃત્યોમાં પોતાની સર્વ શક્તિ વડે યતના વગેરે કરવી, જ્યાં જિનમંદિર તથા સાધર્મિક ન હોય એવા સ્થાનકમાં ન રહી કુસંગતિ તજવી, નવકાર ગણવા, ત્રિકાળ ચૈત્યવંદન તથા જિનપૂજા કરવી અને પચ્ચક્ખાણ વગેરે અભિગ્રહ લેવા, શક્તિ પ્રમાણે ધર્મનાં સાતે ક્ષેત્રોને વિષે ધન વાપરવું, વગેરે વિષય કહેવા. દિનકૃત્યમાં કહ્યું છે કે – જો ગૃહસ્થ પોતાની, સ્ત્રી, પુત્ર વગેરેને સર્વજ્ઞ-પ્રણીત ધર્મને વિષે ન લગાડે, તો તે ગૃહસ્થ આલોકમાં તથા પરલોકમાં તેમનાં કરેલાં કુકર્મોથી લેપાય.
કારણ કે, એવો લોકમાં રિવાજ છે. જેમ ચોરને અન્ન-પાન વગેરે સહાય આપનાર માણસ પણ ચોરીના અપરાધમાં સપડાય છે, તેમ ધર્મની બાબતમાં પણ જાણવું, માટે તત્ત્વના જાણ શ્રાવકે દરરોજ ૧. ક્રોધી બનેલો પ્રાણી, પૂર્વ ક્રોડ વર્ષ સુધી કરેલા ઘણા પણ સુકતને હણી બંને ભવમાં દુઃખી થાય છે.