________________
તૃતીય પ્રકાશ પર્વ કૃત્ય
થયો. એટલામાં ૫રચક્ર આવ્યું. રાજાને પોતાની સેના સાથે શત્રુની સામે જઈ સંગ્રામમાં ઉતરવું પડયું. પછી રાજાનો જય થયો. પણ કામમાં રાજા વ્યગ્ર થઈ જવાથી તેલનો ખપ પડયો નહીં અને ઘાંચીનો નિયમ સચવાયો.
૩૪૫
હવે રાજાએ એક વખતે અષ્ટમીને શુભ મુહૂર્તે તે શ્રાવક કણબીને હળ ખેડવાની આજ્ઞા કરી ત્યારે ર્વે તેણે પોતાનો નિયમ કહ્યો. તેથી રાજાને ક્રોધ ચડયો, પણ એટલામાં ધારાબંધ એક સરખો વરસાદ પડવાથી તેનો નિયમ સુખેથી સચવાયો. આ રીતે પર્વનો નિયમ અખંડ પાળવાના પુણ્યથી તે ત્રણે જણા અનુક્રમે મરણ પામી છઠ્ઠા લાંતક દેવલોકે ચૌદ સાગરોપણ આયુષ્યવાળા દેવતા થયા. ધનેશ્વર શેઠ સમાધિએ મરણ પામી બારમા અચ્યુત દેવલોકે ગયો. પછી તે ચારે દેવતાઓની ઘણી મૈત્રી થઈ શેઠનો જીવ જે દેવતા થયો હતો, તેની પાસે બીજા ત્રણે દેવતાઓએ પોતાના ચ્યવનને અવસરે કબૂલ કરાવ્યું હતું કે "તારે પૂર્વભવની માફક આવતે ભવે પણ અમને પ્રતિબોધ કરવો.”
પછી તે ત્રણ જણા દેવલોકથી જુદા જુદા રાજકુળને વિષે અવતર્યા. અનુક્રમે યુવાન અવસ્થા પામી મોટા દેશના અધિપતિ થઈ, ધીર વીર અને હીર એવે નામે જગત્માં પ્રસિદ્ધ થયા. તેમાં ધીર રાજાના નગરમાં એક શેઠને પર્વને દિવસે સદા કાળ પરિપૂર્ણ લાભ થતો હતો, પરંતુ અન્ય દિવસોએ હાનિ પણ બહુ થતી હતી. તેણે એ વખતે જ્ઞાનીને આ વાત પૂછી, જ્ઞાનીએ કહ્યું, "તેં પૂર્વભવને વિષે દરિદ્રાસ્થામાં સ્વીકારેલા નિયમને દૃઢપણે વળગી રહી યથાશક્તિ પર્વ દિવસો સમ્યક્ પ્રકારે પાળ્યા; પરંતુ એ વખતે ધર્મ સામગ્રીનો જોગ છતાં પણ તું ધર્માનુષ્ઠાન કરવામાં આલસ્ય વગેરે દોષથી પ્રમાદી થયો. તેથી આ ભવને વિષે તને આ રીતે લાભ-હાનિ થાય છે. વળી કહ્યું છે કે ધર્મને વિષે પ્રમાદ કરનારો માણસ જે કાંઈ પોતાનું નુકશાન કરી લે છે, તે ચોરના લુંટવાથી, અગ્નિના બાળવાથી, અથવા જુગટામાં હાર ખાવાથી પણ થતું નથી.
જ્ઞાનીનું એવું વચન સાંભળી તે શેઠ પોતાના કુટુંબ સહિત હંમેશાં ધર્મકૃત્યોને વિષે સાવધાન રહ્યો, અને પોતાની સર્વ શક્તિથી સર્વ પર્વોની આરાધના કરવા લાગ્યો, અને ઘણો જ થોડો અથવા થોડો આરંભ કરી તથા વ્યવહારશુદ્ધિ બરોબર સાચવીને વ્યાપાર વગેરે બીજ આદિ પર્વને દિવસે જ કરતો હતો, પરંતુ બીજે વખતે નહીં. તેથી સર્વે ગ્રાહકોને વિશ્વાસ પડી ગયો. સર્વે તેની સાથે જ વ્યવહાર કરવા લાગ્યા, પણ બીજાઓની સાથે કોઈ વ્યવહાર કરે નહીં. એથી થોડા દિવસમાં તે ક્રોડો સોનૈયાનો ધણી થયો.
કાગડા, કાયસ્થ અને કૂકડા એ ત્રણ જણા પોતાનું કુળનું પોષણ કરે છે, અને ક્ષણિક, શ્વાન, ગજ તથા બ્રાહ્મણ એ ચારે જણ પોતાના કુળનો નાશ કરે છે. એવી કહેવત છે, તે પ્રમાણે બીજા વણિક લોકોએ અદેખાઈથી રાજાની પાસે ચાડી ખાધી કે, "એને ક્રોડો સોનૈયાનું નિધાન મળ્યું.” તેથી રાજાએ શેઠને ધનની વાત પૂછી. શેઠે કહ્યું, "મેં સ્થૂલમૃષાવાદ, સ્થૂલઅદત્તાદાન વગેરેનો ગુરુ પાસે નિયમ લીધો છે.” પછી બીજા વાણિયાઓના કહેવાથી રાજાએ "એ ધર્મ ઠગ છે.” એમ વિચારી તેનું સર્વ ધન પોતાના કબજામાં લઈ તેને તથા તેના પરિવારને પોતાના મહેલમાં કબજે રાખ્યો. શેઠે મનમાં વિચાર્યું કે, "આજે પંચમી પર્વ છે, તેથી આજ મને કોઈપણ રીતે અવશ્ય લાભ થવો જ જોઈએ.”
પ્રભાત સમયે રાજા પોતાના સર્વ ભંડાર ખાલી થયેલા અને શેઠનું ઘર સોનામહોરોથી તથા