________________
૩૩૦
'શ્રાદ્ધવિધિ પ્રકરણ નવ નવ ક્રોડ સોના મહોર જંબુકુમારને આપવામાં આવી. આઠ ક્રોડ સોના મહોર કન્યાઓના મોસાળ તરફથી મળી. એક ક્રોડ સોનામહોર જંબુકુમારને પોતાના મોસાળ તરફથી મળી. અને અઢાર ક્રોડ સોનામહોર પ્રમાણ મિલ્કત પોતાના પિતાની હતી આમ નવ્વાણું ક્રોડ સોનામહોરના અધિપતિ જંબુકુમાર થયો.
જંબુકુમાર પ્રથમ રાત્રિએ આઠવધૂઓ સાથે શયનગૃહમાં દાખલ થયો. સ્ત્રીઓએ ઘણા હાવભાવ કર્યા. પણ જંબુકુમાર સ્થિર રહ્યા આ પ્રસંગે ચોરી કરવા પ્રભવ નામે ચોર પોતાના પાંચસો સાથીદારો સાથે દાખલ થયો. તેણે જંબુકમારના ઘરમાંથી ધન ઉપાડી જવા ગાંસડીઓ બાંધી પણ ઉઠાવી જાય તે પહેલાં તો જંબુકુમારે ગણેલ નવકારના માહાભ્યથી કોઈ દેવતાએ તેમને સ્તબ્ધ કર્યા અને તે આઠે સ્ત્રીઓના સાથેનો જંબુકુમારનો વાર્તાલાપ સાંભળવામાં તલ્લીન બન્યો. આ પછી તેણે જંબુકુમારને કહ્યું, "ભાગ્યશાળી! હું તમારી ચોરી કરવા માગતો નથી પણ તમારી પાસે જે સ્તબ્ધ કરનારી વિદ્યા છે તે મને આપો અને હું મારી પાસે અવસ્થાપિની અને તાલોદ્ઘાટિની નામની જે બે વિદ્યા છે. તે હું તમને આપુ' જવાબમાં જંબુકુમારે કહ્યું મેં તમને સ્તબ્ધ કર્યા નથી. મારે કોઈ વિદ્યાઓની જરૂર નથી. હું તો તૃણની માફક આ સર્વ ઋદ્ધિ અને ભોગોને તજી પ્રાતઃકાળે દીક્ષા ગ્રહણ કરવાનો છું. કારણ કે આ ભોગો મધુબિંદુ જેવા છે.' પ્રભવે કહ્યું "મધુબિંદુનું દષ્ટાંત શું છે?' આ પછી જંબુકુમારે મધુબિંદુનું દષ્ટાંત કહી તેને પ્રતિબોધ કર્યો અને તેમની પ્રથમ સ્ત્રી સમુદ્રશ્રીને તેણે આપેલ ખેડૂતના દષ્ટાંતનો પ્રત્યુત્તર કાગડાનું દષ્ટાંત આપી આપ્યો અને તેને પ્રતિબોધિત કરી. આ પછી પદ્મશ્રી, પદ્મસેના, કનકસેના, નભસેના, કનકશ્રી, રૂપશ્રી અને જયશ્રીએ અનુક્રમે વાનરનું દષ્ટાંત, નુપૂર પડિતાનું દષ્ટાંત, કણબીનું દષ્ટાંત, સિદ્ધિબુદ્ધિનું દષ્ટાંત, વિપ્રપુત્રનું દાંત, માસાહંસ પક્ષિનું દષ્ટાંત, અને બ્રાહ્મણપુત્રીનું દષ્ટાંત કહ્યાં. આ દાંતોનો પ્રત્યુત્તર જંબુસ્વામીએ અનુક્રમે કઠીઆરાનું દષ્ટાંત, વિદ્યુમ્માલીની કથા, વાનરનું દષ્ટાંત, ઘોટકનું દષ્ટાંત, વિપ્રકથા, ત્રણ મિત્રનું દષ્ટાંત અને લલિતાગ કુમારનું દષ્ટાંત કહી આપ્યો. આ પછી આઠ સ્ત્રીઓ પ્રતિબોધ પામી. - પ્રાતઃકાળે જંબુકુમારે પ્રભાવચોર તેના પાંચસો સાથીદારો, આઠ સ્ત્રીઓ, સાસુ-સસરા અને માતાપિતા સાથે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા બાદ જંબુસ્વામી નિરતિચાર શુદ્ધ ચારિત્ર પાળી ચૌદપૂર્વી થયા અને અનુક્રમે ચારઘાતિ કર્મ ખપાવી કેવળજ્ઞાન મેળવી મુક્તિપદને વર્યા. જંબુસ્વામી પછી તેમની પાટે પ્રભસ્વામિ થયા.
સ્થૂલિભદ્ર પાટલીપુત્રમાં નંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પકડાળ નામે મંત્રી હતો. આ મંત્રીને લાચ્છલદે નામે ભાર્યા હતી. આ શકપાળમંત્રીને લાચ્છલદેથી સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે પુત્રો થયા. અને યક્ષા યક્ષાદિના વિગેરે સાત પુત્રીઓ થઈ.
એક દિવસ મિત્રોથી પરિવરી સ્થૂલિભદ્ર ઉદ્યાનમાં ગયા. પાછા વળતાં કોશા નામની વેશ્યાએ તેમને જોયાં. જોતાં જ તે મુગ્ધ બની અને આકર્ષાઈ. પોતાના આવાસે લઈ ગઈ થૂલિભદ્ર પણ તેનામાં લુબ્ધ બન્યા. આ પછી પુત્રના મોહવાળા પિતાએ પુત્રની ઈચ્છા મુજબ ધન મોકલવાનું રાખ્યું. આમ બાર વર્ષ સ્થૂલભદ્ર કોશાને ઘરે પસાર કર્યો. અને સાડા બાર ક્રોડ સોનૈયા ખર્ચા.