________________
દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય .
૩૩૩
પાછા વળતાં ચોરોએ લુટયા, વિષય લોભથી મુનિ આમ ત્રણ વખત દાનમાં રત્ન કંબલ લાવ્યા અને ત્રણ વખત લુંટાયા, છેવટે ચોથી વખતે માંડ માંડ માંડ ચોમાસું પૂર્ણ થવાના સમયે કંબલ લઈ ઉપકોશા વેશ્યા પાસે આવ્યા. તેમણે રત્નકંબલ આપી ભોગની પોતાની માગણી તાજી કરી. ઉપકોશાએ પગે લુંછી તે રત્નકંબલને અશુચિ સ્થાનમાં ફેકી. મુનિ કહે છે આ શું કરે છે? આ રત્નકંબલ મેળવવી દુર્લભ છે,' ઉપકોશાએ કહ્યું મૂર્ખ મુનિ ! આ દુર્લભ છે કે માનવ જીવન અને તેમાં પણ તે વર્ષો સુધી આચરેલું તપ જપ અને સંયમ દુર્લભ છે! મારું શરીર તો અશુચિનું ભરેલું છે. આની સાથે ભોગ ભોગવી સંયમ જીવન હારી તું કયાં રખડીશ તેનો તને ખ્યાલ છે?” વેશ્યાથી હડધૂત થયેલ અને તેના વચનથી સાન ઠેકાણે આવેલ મુનિને પોતાના કૃત્ય માટે પશ્ચાત્તાપ થયો. તે ગુરુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા છે ભગવંત! ખરેખર આપે જણાવ્યું તેમ ધૂલિભદ્ર અતિ દુષ્કર દુષ્કર કારક છે. એ મહા સત્ત્વશાળી છે. હું સત્વહીન છું.' આ પછી તેમણે પોતાના પાપની ગુરુ સમક્ષ આલોચના કરી પ્રાયશ્ચિત્ત લીધું. * સ્થૂલિભદ્ર આ પછી ચૌદપૂર્વી થયા, તેમણે હજારો જીવોને પ્રતિબોધ પમાડયા. આમ સ્થૂલિભદ્ર ત્રીસ વર્ષ ઘરવાસમાં, ચોવીસ વર્ષ મુનિપણામાં અને પીસ્તાલીસ વર્ષ યુગપ્રધાનપણામાં એમ નવ્વાણું વર્ષનું આયુષ્ય પાળી ભગવાન મહાવીર પરમાત્માના નિર્વાણ પછી ૨૧૫ વર્ષે સ્વર્ગે ગયા.
સુદર્શન શેઠ સુદર્શન શેઠને ચલિત કરવા અભયા રાણીએ ઘણી માગણી કરી પણ શેઠ હું પુરુષત્વ વિનાનો છું” તેમ કહી તેની પાસેથી છટકયા; સમય જતાં અભયા રાણીએ સુદર્શન શેઠની પત્નીને પુત્રોથી વીંટાએલી દેખી, રાણીને લાગ્યું કે સુદર્શન મને ઠગી ગયેલ છે તેણે સુદર્શનને ધ્યાનમાંથી ઉપાડયા, અને ચલિત કરવા ઘણા પ્રયત્ન કર્યા પણ તે ચલિત ન થયા. ત્યારે રાણીએ કોલાહલ કરી તેમના ઉપર આરોપ મુકી પકડાવ્યા અંતે શેઠના દઢ સમ્યકત્વથી પ્રસન્ન થઈ સમકિતીદેવે શેઠને આપવાના શૂળીના સ્થાને સિંહાસન બનાવ્યું.
કષાયાદિને જીતવાની પદ્ધતિ - હવે કષાય વગેરે દોષનો જય, તે તે દોષની મનમાં વિરુદ્ધ ભાવના વગેરે કરવાથી થાય છે. જેમ ક્રોધનો જય ક્ષમાથી, માનનો નિરભિમાનપણાથી, માયાનો સરળતાથી, લોભનો સંતોષથી, રાગનો વૈરાગથી, દ્વેષનો મૈત્રીથી મોહનો વિવેકથી, કામનો સ્ત્રીના શરીર ઉપરની અશુચિ ભાવના ભાવવાથી, મત્સરનો બીજાની વધી ગયેલી સંપદા જોવા છતાં મનમાં અદેખાઈ ન રાખવાથી, વિષયનો ઈન્દ્રિયદમનથી, મન-વચન-કાયાના અશુભ યોગનો ત્રણ ગુપ્તિથી, પ્રમાદનો સાવધાનતાથી અને અવિરતિનો જય વિરતિથી સુખે થાય છે. - તક્ષક નાગના માથે રહેલો મણિ મેળવવો, અથવા અમૃતપાન કરવું. એવા ઉપદેશ માફક આ વાત બનવી મુશ્કેલ છે; એવી પણ મનમાં કલ્પના ન કરવી. સાધુ મુનિરાજ વગેરે તે તે દોષનો ત્યાગ કરીને સદ્ગુણી થયેલા ચોખી રીતે દેખાય છે, તથા દઢપ્રહારી, ચિલાતીપુત્ર, રોહિણેય ચોર વગેરે પુરુષોના દાખલા પણ આ વિષય ઉપર જાહેર છે. કહ્યું છે કે – હે લોકો ! જે જગમાં પૂજ્ય થયા તે પહેલાં