________________
તૃતીય પ્રકાશ પર્વ કૃત્ય
૩૩૭
પર્વતિથિઓ કહી છે. બીજ બે પ્રકારનો ધર્મ આરાધવાને અર્થે, પાંચમ પાંચ જ્ઞાન આરાધવાને અર્થે, આઠમ આઠે કર્મ ખપાવવાને અર્થે, અગિયારસ અગિયાર અંગની સેવાને અર્થે તથા ચૌદશ ચૌદ પૂર્વોની આરાધનાને માટે જાણવી. આ પાંચ પર્વમાં અમાસ, પૂનમ ઉમેરીએ તો પ્રત્યેક પખવાડિયામાં ઉત્કૃષ્ટછ પર્વ થાય છે. આખા વર્ષમાં તો અઠાઈ, ચોમાસી વગેરે ઘણાં પર્વો છે.
આરંભ અને સચિત્તાહારનો ત્યાગ પર્વને દિવસે આરંભ સર્વથા વર્ઝન શકાય તો પણ થોડામાં થોડો તો વર્જવો અથવા થોડા આરંભમાં રહેવું. સચિત્ત આહાર જીવહિંસામય હોવાથી, તે કરવામાં ઘણો આરંભ થાય છે. ચાલતી ગાથામાં આરંભ વર્જવાનું કહ્યું છે, તેથી પર્વને દિવસે સર્વ સચિત્ત આહાર અવશ્ય વર્જવો એમ સમજવું, માછલાંઓ સચિત્ત આહારના નિમિત્તથી સાતમી નરકભૂમિએ જાય છે. માટે સચિત્ત આહાર મનથી પણ ઈચ્છવા યોગ્ય નથી એવું વચન છે. માટે મુખ્ય માર્ગે તો શ્રાવકે હંમેશાં સચિત્ત આહાર વર્જવો જ જોઈએ, પણ કદાચ તેમ ન કરી શકે તો પર્વને દિવસે તો જરૂર વર્જવો જ જોઈએ.
તેમજ પર્વને દિવસે સ્નાન, માથાના વાળ વગેરે સમારવા, માથું ગુંથવું, વસ્ત્ર વગેરે ધોવાં અથવા રંગવાં, ગાડાં, હળ વગેરે ખેડવાં, ધાન્ય વગેરેના મૂડા બાંધવા, ચરખા વગેરે યંત્ર ચલાવવાં, દળવું, ખાંડવું, પીસવું. પાન ફલ-ફળ વગેરે તોડવાં, સચિત્ત ખડી, રમચી આદિ વાટવી, ધાન્ય આદિ લણવાં, લીંપવું, માટી વગેરે પ્રણવી, ઘર વગેરે બનાવવું ઈત્યાદિ સર્વ આરંભ યથાશક્તિ વર્જવા.
પોતાના કુટુંબનો નિર્વાહ આરંભ વિના કરી ન શકે તો કેટલોક આરંભ તો ગૃહસ્થ કરવો પડે, પણ સચિત્ત આહારનો ત્યાગ કરવો, પોતાના હાથમાં હોવાથી અને સહજમાં કરી શકાય તેમ હોવાથી તે અવશ્ય કરવો. ઘણી માંદગી વગેરે કારણથી સર્વ સચિત્ત આહારનો ત્યાગ કરી ન શકાય, તો એક બે આદિ સચિત્ત વસ્તુ નામ લઈને મોકળી રાખી બાકીની સર્વ સચિત્ત વસ્તુનો નિયમ કરવો.
અઠ્ઠાઈઓની વિચારણા તેમજ આસોની તથા ચૈત્રની અઠ્ઠાઈ, તથા ગાળામાં પ્રમુખ શબ્દ છે તેથી, ચોમાસાની સંવત્સરીની અઠ્ઠાઈ, (અષાઢ, કાર્તિક અને ફાગણ એ) ત્રણ ચોમાસી અને સંવત્સરી વગેરે પર્વોને વિષે ઉપર કહેલા વિધિ મુજબ વિશેષ ધર્માનુષ્ઠાન કરવું, કહ્યું છે કે -
संवच्छर चाउम्मासिएसु, अट्ठाहिआसु अ तिहिसु ।
सव्वायरेण लग्गाइ, जिणवर पूआ तव गुणसु ||१|| સંવત્સરી (વાર્ષિક પર્વની અઠાઈ), ચોમાસાની ત્રણ અઠ્ઠાઈ, ચૈત્રમાસની અને આસો માસની અઢાઈ, તેમજ બીજી પણ કેટલીક તિથિઓમાં સર્વાદરથી જિનેશ્વર ભગવંતની પૂજા, તપ, વ્રત, પચ્ચશ્માણનો ઉદ્યમ કરે.
(શાશ્વતી અકાઈ સંબંધી વિચાર) (વર્ષની) છ અઠ્ઠાઈઓમાં ચૈત્રની અને આશ્વિન માસની એ બને અઢાઈઓ શાશ્વતી છે. તે બન્નેમાં વૈમાનિક દેવતાઓ પણ નંદીશ્વરાદિક તીર્થે યાત્રા મહોત્સવો કરે છે. કહેલ છે કે –