________________
દ્વિતીય પ્રકાશ રાત્રિકૃત્ય
૩૨૫
અથવા અવસર વિના ઉંઘ લેવી સારી નથી, કેમકે તેવી ઉંઘનો વખત રાત્રિની માફક સુખનો તથા આયુષ્યનો નાશ કરે છે. સૂર્તી વખતે પૂર્વ દિશાએ મસ્તક કરે તો વિદ્યાનો, અને દક્ષિણ દિશાએ કરે તો ધનનો લાભ થાય. પશ્ચિમ દિશાએ મસ્તક કરે તો ચિંતા ઉપજે, તથા ઉત્તર દિશાએ મસ્તક કરે તો મૃત્યુ અથવા નુકશાન થાય. આ રીતે નીતિશાસ્ત્રાદિકમાં કહેલો શયનવિધિ કહ્યો છે.
આગમમાં કહેલો વિધિ આ પ્રમાણે છે:- સૂતી વખતે ચૈત્યવંદન વગેરે કરીને દેવને તથા-ગુરુને . વંદના કરવી. ચઉવિહાર વગેરે પચ્ચક્ખાણ ગ્રંથિ સહિત ઉચ્ચરવું, તથા પૂર્વે ગ્રહણ કરેલા વ્રતમાં રાખેલા પરિણામનો સંક્ષેપ કરવારૂપ દેશાવકાશિક વ્રત સ્વીકારવું. દિનકૃત્યમાં કહ્યું છે કે
દેશાવકાશિક વ્રત પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને દિનલાભ (પ્રભાતસમયે વિદ્યમાન પરિગ્રહ) એ સર્વે પૂર્વે નિયમિત નથી તેનો નિયમ કરું છું. તે એ કે - એકેન્દ્રિયને તથા મશક, જા વગેરે ત્રસ જીવોને મૂકીને બાકીનો આરંભ અને સાપરાધ ત્રસજીવ સંબંધી તથા બીજો સર્વ પ્રાણાતિપાત, મનને રોકવું અશકય છે. માટે વચનથી તથા કાયાથી ગાંઠ ન છોડું ત્યાં સુધી ન કરૂં અને ન કરાવું. એ રીતે જ મૃષાવાદ, અદત્તાદાન અને મૈથુનનો પણ નિયમ જાણવો, તથા દિનલાભ પણ નિયમિત નહીં હતો, તેનો હમણાં નિયમ કરું છું. તેમજ અનર્થદંડનો પણ નિયમ કરું છે, શયન, આચ્છાદાન વગેરે મૂકીને બાકીના સર્વ ઉપભોગ-પરિભોગને, ઘરનો મધ્ય ભાગ મૂકી બાકી સર્વ દિશિગમનને ગાંઠ ન છોડું ત્યાં સુધી વચનથી તથા કાયાથી ન કરું અને ન કરાવું.
આ રીતે દેશાવકાશિક સ્વીકારવાથી મોટું ફળ મળે છે, અને એથી મુનિરાજની માફક નિઃસંગપણું પેદા થાય છે. આ વ્રત વૈદ્યના જીવ વાનરે જેમ પ્રાણાંત સુધી પાળ્યું, અને તેથી તે જેમ આવતે ભવે સર્વોત્કૃષ્ટ ફળ પામ્યો, તેમ બીજા વિશેષ ફળના અર્થી મનુષ્ય પણ મુખ્ય માર્ગે પાળવું. પરંતુ તેમ “ પાળવાની શક્તિ ન હોય તો અનાભોગાદિક ચાર આગારોમાં ચોથા આગારવડે અગ્નિ સળગવા વગેરે કારણથી તે દિશાવકાશિત) વ્રત મૂકે, તો પણ વ્રતભંગ ન થાય. વૈદ્યના જીવ વાનરનું દષ્ટાંત આચારપ્રદીપ ગ્રંથમાંથી જણાવીએ છીએ.
• દેશાવકાશિક ઉપર વાનરનું દષ્ટાંત પૂર્વકાળમાં કાંતિમતી નામે નગરી હતી. તે નગરીમાં સિદ્ધ નામે મહાવૈઘ રહેતો હતો. તે વૈદ્ય મહાન લોભી હતો, જેથી તે પોતાના સગા, મિત્ર કે ગરીબ ગરબાનું પણ ધ્યાન રાખ્યા સિવાય પૈસા પડાવતો હતો તેમજ બહુ પાપવાળી ઔષધીઓ વાપરતો હતો.
એક વખત તે નગરમાં મુનિ મહારાજ પધાર્યા. સર્વ લોકોની સાથે સિદ્ધવૈદ્ય પણ દેશના સાંભળવા ગયો, મુનિરાજે દેશના આરંભી. આ દેશનામાં તેમણે માનવભવની દુર્લભતા ઉપર વિવેચને કર્યું; દેશનાને અંતે વૈદ્યને વિશેષ બોધ આપ્યો અને જણાવ્યું કે, વૈદ્યનું જીવન બહુ કપરું છે. કારણ કે તે લોકના ભલા કરતાં ભૂંડામાં વધારે રાજી રહે છે તે માને છે કે લોકો વધુ માંદા પડે તે સારું. આમ છતાં સારો વૈદ્ય દયાભાવે અને હિતબુદ્ધિએ વૈદ્યકપણું કરે તો કલ્યાણ સાધી શકે છે."