________________
૩૦૧
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
પણ પ્રકાશને અર્થે બીજા કોઈની પ્રાર્થના કરવા લાગ્યો ! હું શ્રેષ્ઠ દેવતા છું. મને આ જે માનવી છે તે શું આપવાનો હતો ? તથા મારા જેવા દેવતાને માનવી પાસે માગવા જેવું તે શું હોય ! તો પણ કાંઈક માગું. મનમાં એમ વિચારી રાક્ષસે ઉચ્ચ સ્વરે કહ્યું કે :
"જે બીજાનું વાંછિત આપે, એવો પુરુષ ત્રૈલોકયમાં પણ દુર્લભ છે, તેથી હું માગવાની ઈચ્છા છતાં પણ શી રીતે માગું ?" "માગું" એવો વિચાર મનમાં આવતાં જ મનમાંના સર્વે સદ્ગુણો "મને આપો" એવું વચન મુખમાંથી કાઢતાં જ શરીરમાંના સર્વે સદ્ગુણો કોણ જાણે ભયથી જ ન જતા હોય તેમ જતા રહે છે.
બન્ને પ્રકારના માર્ગણો (બાણ અને યાચક) બીજાને પીડા કરનારા તો ખરા જ; પણ તેમાં અજાયબી એ છે કે, પહેલો શરીરમાં પેસે ત્યારે જ પીડા કરે છે, અને બીજો તો જોતાં વાર જ પીડા ઉપજાવે છે. બીજી વસ્તુ કરતાં ધૂળ હલકી, ધૂળ કરતાં તૃણ હલકું, તૃણ કરતાં કપાસ (રૂ) હલકું, કપાસ કરતાં પવન હલકો, પવન કરતાં યાચક હલકો અને યાચક કરતાં યાચકને ઠગનારો હલકો છે. કેમકે હે માતા ! બીજા પાસે માગવા જાય એવા પુત્રને તું જણીશ નહીં, તથા કોઈ માગવા આવે તેની આશાનો ભંગ કરનાર એવા પુત્રને તો તું ગર્ભમાં પણ ધારણ ન કરીશ. લોકના આધાર, ઉદાર એવા હે રત્નસારકુમાર ! તેટલા સારૂ મારી. માગણી જો ફોકટ ન જાય તો હું કાંઈક તારી પાસે માગું.”
રત્નસારે કહ્યું, "અરે રાક્ષસરાજ ! મનથી, વચનથી, કાયાથી, ધનથી, પરાક્રમથી ઉદ્યમથી અથવા જીવનો ભોગ આપવાથી, પણ તારું કાર્ય સધાય એવું હોય તે હું જરૂર કરીશ.” તે સાંભળી રાક્ષસે આદરથી કહ્યું, "હે ભાગ્યશાળી શ્રેષ્ઠિપુત્ર ! એમ હોય તો તું આ નગરીનો રાજા થા. હે કુમાર ! તારામાં સર્વે સદ્ગુણો ઉત્કર્ષથી રહ્યા છે એમ જોઈ હું તને હર્ષથી આ સમૃદ્ધ રાજ્ય આપું છું. તે તું પોતાની મરજી પ્રમાણે ભોગવ.
હું તારે વશ થયેલો છું, માટે હંમેશાં તારી પાસે ચાકર જેવો થઈને રહીશ, દ્રવ્ય-ઋદ્ધિ, દિવ્ય ભોગ, સેનાનો પરિવાર તથા બીજી જે વસ્તુ જોઈએ તે આપીશ. મનમાં શત્રુતા રાખનારા સર્વે રાજાઓને જે મેં જડમૂળથી ઉખેડી નાંખ્યા છે, માટે બીજા અગ્નિ તો જળથી ઓલવાય છે, પણ તારો પ્રતાપ રૂપ નવો અગ્નિ શત્રુની સ્ત્રીના આંસુના જળથી વૃદ્ધિ પામો. હે કુમારરાજ ! મારા તથા બીજા દેવતાની સહાયથી સંપૂર્ણ જગત્ને વિષે તારું ઈન્દ્રની માફક એકછત્ર રાજ્ય થાઓ. લક્ષ્મીથી ઈન્દ્રની બરાબરી કરનારો તું આ લોકમાં સામ્રાજ્ય ભોગવતાં છતાં, દેવાંગનાઓ પણ સ્વર્ગમાં તારી કીર્તિનાં ગીત ગાતી રહો.
હવે રત્નસારકુમાર મનમાં વિચાર કરવા લાગ્યો કે, "એ રાક્ષસ મારા પુણ્યના ઉદયથી મને રાજ્ય આપે છે. પૂર્વે મેં તો સાધુ મુનિરાજની આગળ પરિગ્રહ પરિમાણ નામે પાંચમું અણુવ્રત લીધું, ત્યારે રાજ્ય ન ગ્રહણ કરવાનો નિયમ કર્યો છે; અને હમણાં મેં એ રાક્ષસની આગળ પોતે કબૂલ કર્યું છે, "જે તું કહીશ, તે હું કરીશ.” આ મોટું સંકટ આવી પડયું ! એક તરફ ખાડો અને બીજી તરફ ધાડ, એક તરફ વાઘ અને બીજી તરફ નદી, એક તરફ પારધી અને બીજી તરફ ફાંસો, એવી કહેવતો પ્રમાણે હાલ મારી સ્થિતિ થઈ છે. પોતાના વ્રતને વળગી રહીશ તો રાક્ષસની માગણી ફોકટ જશે અને રાક્ષસની માગણી