________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૯૯
બીજા પાત્રના ઢગલા પડયા હતા; ખેતરના ખળામાં જેમ અનાજના ઢગલા પડેલા હોય છે, તેમ ત્યાં કોઈ ઠેકાણે કપૂર સાલ આદિ ધાન્યના ઢગલા પડેલા હતા; કોઈણ ઠેકાણે સાર્થના નિવાસસ્થળની માફક સોપારી વગેરે પાર વિનાનાં કરિયાણાં પડ્યાં હતાં. સરોવર જેમ સરસ જળવાળું હોય છે, તેમ કોઈ ઠેકાણે સરસ લાડવાવાળી એવી કંદોઈની દુકાનોની શ્રેણિ હતી; કોઈ ઠેકાણે સફેદ કિરણવાળા ચંદ્રમાની માફક સફેદ કપડાંવાળી કાપડિયાની દુકાનો હતી; કોઈ ઠેકાણે સોના, રૂપા આદિ ઉત્તમ વસ્તુવાળા નિધિની માફક કપૂર આદિ સુગંધી વસ્તુવાળી સુગંધીની દુકાનો હતી. કોઈ ઠેકાણે હિમવંત પર્વતની માફક જાતજાતની ઔષધિનો સંગ્રહ રાખનારી ગાંધીની દુકાનો હતી. અભવ્ય જીવોની ધર્મક્રિયા જેમ ભાવ વિનાની હોય છે, તેમ કોઈ ઠેકાણે ભાવ વિનાની અક્કલની દુકાનો હતી; સિદ્ધાંતનાં પુસ્તક જેમ સુવર્ણથી (અક્ષરથી) ભરેલાં હોય છે, તેમ કોઈ ઠેકાણે સુવર્ણથી (સોનાથી) ભરેલી શરાફોની દુકાનો હતી. | મુક્તિપદ જેમ અનંત મુક્તાઢય (અનંતા સિદ્ધોથી શોભતું) છે, તેમ કોઈ ઠેકાણે અનંત મુક્તાઢય (પાર વિનાના મોતીથી શોભતી) એવી મોતીની દુકાનો હતી; વનો જેમ વિદ્રુમ-પૂર્ણ (સારા વૃક્ષથી વ્યાપ્ત) હોય છે, તેમ કોઈ ઠેકાણે વિદ્રુમપૂર્ણ (પરવાળાથી વ્યાપ્ત) એવી પરવાળાની દુકાનો હતી; કોઈ ઠેકાણે રોહણ પર્વતની માફક ઉત્તમ રત્નવાળી ઝવેરાતની દુકાન હતી; કોઈ ઠેકાણે આકાશની માફક દેવતાધિષ્ઠિત એવા કુત્રિકા પણ હતા; સુતેલા અથવા પ્રમાદી પુરુષનું ચિત્ત જેમ શૂન્ય દેખાય છે તેમ તે નગરીમાં સર્વ ઠેકાણે શૂન્યતા દેખાતી હતી; પણ વિષ્ણુ જ્યાં જાય ત્યાં જેમ તેની સાથે લક્ષ્મી હોય છે, તેમ ત્યાં સર્વ ઠેકાણે ઘણી લક્ષ્મી દેખાતી હતી.
બુદ્ધિશાળી રત્નસારકુમાર સર્વ રત્નમય નગરીને અનુક્રમે જોતો જોતો ઈન્દ્ર જેમ પોતાના વિમાનમાં જાય તેમ રાજમહેલમાં ગયો, એક પછી એક ગજશાળા, અશ્વશાળા, શસ્ત્રશાળા વગેરેને ઉલ્લંઘન કરતો કુમાર ચક્રવર્તીની માફક ચંદ્રશાળાએ (છેલ્લે મજલે) ગયો. તેણે ત્યાં એક ઈન્દ્રની શય્યા સરખી ઘણી જ મનોહર રત્નજડિત શય્યા દીઠી. ઈન્દ્ર સરખો સાહસી અને ભય રહિત એવો કુમાર ઘણી નિદ્રા આવતી હોવાથી તથા થાક દૂર કરવાને માટે શયા ઉપર પોતાના ઘર માફક હર્ષવડે સૂઈ રહ્યો. એટલામાં રાક્ષસ માણસના પગની હાલચાલ જાણી ક્રોધ પામ્યો, અને મોટો વ્યાધ્ર જેમ સિંહની પાછળ જાય, તેમ કુમારની પાસે આવ્યો. અને કુમારને સુખે સુતો જોઈ તેણે મનમાં વિચાર્યું કે,
| "જે વાત બીજો કોઈ મનમાં પણ આણી ન શકે, તે વાત એણે સહજ લીલાથી કરી. પિઠાઈનાં કામ કાંઈ વિચિત્ર પ્રકારનાં હોય છે. આ મારા વૈરીને હવે કયા મારથી મારું? જેમ નખંથી ફળ તોડે છે, તેમ એનું મસ્તક નખથી તોડું કે કેમ? અથવા એને ગદા વડે મારી એકદમ ચૂરેચૂરા કરી નાંખું? કિંવા છરીવડે ચીભડાની માફક એના કટકા કરી નાંખું? અથવા બળતા નેત્રથી નીકળેલા અગ્નિથી શંકરે જેમ કામદેવને બાળી નાંખ્યો, તેમ એને બાળી નાખું? કિવા આકાશમાં જેમ દડો ફેંકે છે, તેમ એને ઊંચો ફેકી દઉં? અથવા મહેલમાં સૂતાં છતાં જ એને ઉપાડી સ્વયંભૂરમણ સમુદ્રમાં નાંખી દઉં? અથવા એને સૂતેલાને જ અજગરની માફક ગળી જઉં ? અથવા અહીં આવીને સૂતેલા પુરુષને હું શી રીતે મારૂં? શત્રુ પણ ઘેર આવે તો તેની પરોણાગત કરવી યોગ્ય છે; કેમકે સત્પષો આપણે ઘેર આવેલા શત્રુની પણ પરોણાગત