________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
તે સર્વે ઉ૫૨ ઈશાન ઈન્દ્રની સત્તા છે. પૂર્વ દિશાએ તથા પશ્ચિમ દિશાએ સર્વે મળી તેર ગોળ આકારનાં ઈન્દ્રક વિમાન છે, તે સૌધર્મ ઈન્દ્રનાં છે. તે જ બન્ને દિશાઓમાં ત્રિકોણ અને ચતુષ્કોણ જેટલાં વિમાન છે તેમાંનાં અર્ધા સૌધર્મ ઈન્દ્રનાં અને અર્ધા ઈશાન ઈન્દ્રનાં છે. સનત્કુમાર તથા માહેન્દ્ર દેવલોકમાં પણ એ જ વ્યવસ્થા છે. સર્વે સ્થળે ઈન્દ્રક વિમાન તો ગોળ આકારનાં જ હોય છે.” મંત્રીઓનાં વચન પ્રમાણે આ રીતે વ્યવસ્થા કરી બન્ને ઈન્દ્રો ચિત્તમાં સ્થિરતા રાખી. વૈર મૂકી માંહેમાંહે પ્રીતિ કરવા લાગ્યા.
એટલામાં ચંદ્રશેખર દેવતાએ હરિણૈગમેષી દેવતાને સહજ કૌતુકથી પૂછ્યું કે, "સંપૂર્ણ જગતમાં લોભના સપાટામાં ન આવે એવો કોઈ જીવ છે ? અથવા ઈન્દ્રાદિક પણ લોભવશ થાય છે. તો પછી બીજાની વાત શી ? જેણે ઈન્દ્રાદિકને પણ સહજમાં ઘ૨ના દાસ જેવા વશ કરી લીધા, તે લોભનું ત્રણે જગત્માં ખરેખર અદ્ભૂત એકચક્રી સામ્રાજ્ય છે.”
૩૦૪
ન
પછી નૈગમેષી દેવતાએ કહ્યું. "હે ચંદ્રશેખર તું ! કહે છે તે વાત ખરી છે, તો પણ એવી કોઈ પણ ચીજ નથી, કે જેની પૃથ્વીને વિષે બિલકુલ સત્તા જ ન હોય. હાલમાં શ્રેષ્ઠિવર્ય શ્રી વસુસારનો રત્નસાર નામે પુત્ર પૃથ્વી ઉપર છે, તે કોઈ પણ રીતે લોભને વશ થાય તેમ નથી. એ વાત બિલકુલ નિઃસંશય છે, તે રત્નસારકુમારે ગુરુ પાસે પરિગ્રહપરિણામ વ્રત ગ્રહણ કર્યું છે. તે પોતાના વ્રતને એટલો દઢ વળગી રહ્યો છે કે, જેને સર્વ દેવતા અથવા ઈન્દ્ર પણ ચલાવી ન શકે. દૂર સુધી પ્રસરી રહેલા અપાર લોભરૂપ જળના મહાપુરમાં બીજા સર્વ તૃણ માફક વહેતા જાય એવા છે; પરંતુ તે કુમાર માત્ર કાળી ચિત્રવેલિની માફક પલળે નહીં એવો છે.”
જેમ સિંહ બીજાનો હોકારો સહન કરી શકતો નથી તેમ નૈગમેષી દેવતાનું વચન ન સહન કરનારો ચંદ્રશેખર દેવતા તારી પરીક્ષા કરવા માટે આવ્યો. પાંજરા સહિત પોપટને તે હરી ગયો. નવી એક મેના તેણે તૈયાર કરી. એક શૂન્ય નગર પ્રકટ કર્યું, અને એક ભયંકર રાક્ષસરૂપ ધારણ કર્યું. તેણે જ તને સમુદ્રમાં ફેંકયો, અને બીજી પણ ધાસ્તી ઉપજાવી. પૃથ્વીને વિષે રત્ન સમાન એવા હે કુમાર ! તે જ ચંદ્રશેખર દેવતા હું છું. માટે હે સત્પુરુષ ! મારા આ સર્વે દુષ્ટ કૃત્યોની માફી આપી. અને દેવતાનું દર્શન નિષ્ફળ જતું નથી, માટે મને કાંઈક આદેશ કર.” કુમારે દેવતાને કહ્યું, "શ્રીધર્મના સમ્યક્ પ્રસાદથી મારાં સર્વે કાર્યો સિદ્ધ થયાં છે, માટે મારી પાસે માગવા જેવું કાંઈ નથી, પરંતુ હે શ્રેષ્ઠ દેવતા ! તું નંદીશ્વર આદિ તીર્થોને વિષે યાત્રાઓ કર, એટલે તારા દેવતાના ભવની સફળતા થશે.”
ચંદ્રશેખર દેવતાએ તે વાત કબૂલ કરી, પોપટનું પાંજરૂં કુમારના હાથમાં આપ્યું અને કુમારને ઉપાડી ઝટ કનકપુરીમાં મૂકયો પછી રાજા આદિ લોકોની આગળ કુમારનો મહિમા પ્રકટ કહી ચંદ્રશેખર દેવતા ઝટ પોતાની જગ્યાએ ગયો. પછી રત્નસારે કોઈ પણ રીતે રાજાની પરવાનગી લીધી, અને બન્ને સ્ત્રીઓને સાથે લઈ પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. સામંત, મંત્રી વગેરે રાજાના લોકો કુમારની સાથે તેને પહોંચાડવા આવ્યા.
તેથી માર્ગમાં જાણ પુરુષો પણ રત્નસારને રાજપુત્ર સમજવા લાગ્યા. માર્ગમાં આવેલા રાજાઓએ ઠેકાણે ઠેકાણે રત્નસારનો સત્કાર કર્યો. વખત જતાં કુમા૨ કેટલેક દિવસે રત્નવિશાળાપુરીમાં આવી