________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
‘૩૧૧
સિદ્ધાંતમાં કહેલ ભોજનવિધિ સુશ્રાવકો, નિવેદ્ય નિર્જીવ અને પરિમિત એવા આહારવડે આત્માને નિર્વાહ કરનારા હોય છે, એ આહાર કરતાં સર-સર, ચબ-જબ શબ્દો ન થાય એવી રીતે તથા નીચે ખાતા ખાતા દાણા કે છાંટા ન પડે તેમ; મન, વચન અને કાયાની ગુપ્તિપૂર્વક સાધુની જેમ ઉપયોગપૂર્વક સાદડીના પ્રતર ખોલે તેમ ધીમે અથવા સિંહની જેમ ઉતાવળથી નહીં. આ પ્રમાણે એકલો અથવા અનેકની સાથે ધૂમ્ર અને ઈગાલ દોષો ન લાગે તેમ આહાર કરે.
જેવી ગાડી ખેડવાના કામમાં ઉજવાની લેપની યુક્તિ છે. તે પ્રમાણે સંયમરૂપ રથ ચલાવવાને માટે સાધુઓને આહાર કહ્યો છે. અન્ય ગૃહસ્થોએ પોતાને અર્થે કરેલું તીખું, કડવું, તૂરું, ખાટું, મીઠું અથવા ખારૂં એવું જેવું અન મળે તેવું સાધુઓએ મીઠા ઘીની માફક ભક્ષણ કરવું. તેમજ રોગ, મોહનો ઉદય, સ્વજનનો ઉપસર્ગ થએ છતે, જીવદયાનું રક્ષણ કરવાને માટે, તપસ્યાને માટે, તથા આયુષ્યનો અંત આવે શરીરનો ત્યાગ કરવાને અર્થે આહારનો ત્યાગ કરવો.'
એ વિધિ સાધુ આશ્રયી કહ્યો, શ્રાવક આશ્રયી વિધિ પણ યથાયોગ્ય જાણવો. બીજે સ્થળે પણ કહ્યું છે કે – વિવેકી પુરુષે શક્તિ હોય તો દેવ, સાધુ, નગરનો સ્વામી, તથા સ્વજન સંકટમાં પડ્યા હોય, અથવા સૂર્ય-ચંદ્ર ગ્રહણ લાગ્યું હોય ત્યારે ભોજન કરવું નહીં. તેમજ અજીર્ણથી રોગો ઉત્પન્ન થાય છે માટે અજીર્ણ, નેત્રવિકાર વગેરે રોગ થયા હોય તો ભોજન કરવું નહીં.
કહ્યું છે કે- તાવની શરૂઆતમાં શક્તિ ઓછી ન થાય એટલી લાંઘણ કરવી. પણ વાયુથી, થાકથી, ક્રોધથી, શોકથી, કામવિકારથી અને પ્રહાર થવાથી, ઉત્પન્ન થયેલા તાવમાં લાંઘણ કરવી નહીં, તથા દેવગુરુને વંદનાદિકનો યોગ ન હોય; તીર્થને અથવા ગુરુને વંદના કરવી હોય, વિશેષ વ્રત પચ્ચકખાણ, લેવા હોય, મોટું પુણ્યકાર્ય આરંભવું હોય તે દિવસે, તેમજ અષ્ટમી ચતુર્દશી વગેરે મોટા પર્વના દિવસે પણ ભોજન કરવું નહીં. માસખમણ વગેરે તપસ્યાથી આ લોકમાં તથા પરલોકમાં ઘણા ગુણ ઉત્પન્ન થાય છે.
કહ્યું છે કે - તપસ્યાથી અસ્થિર કાર્ય હોય તે સ્થિર, વાંકું હોય તે સરળ, દુર્લભ તથા અસાધ્ય હોય તે સુસાધ્ય થાય છે. વસુદેવ, ચક્રવર્તી વગેરે લોકોનાં તે તે દેવતાને પોતાનો સેવક બનાવવા વગેરે ઈહલોકનાં કાર્યો પણ અહમ વગેરે તપસ્યાથી જ સિદ્ધ થાય છે; પણ તે વિના સિદ્ધ થતાં નથી. આ રીતે ભોજન વિધિ કહ્યો છે.
સુશ્રાવક ભોજન કરી રહ્યા પછી નવકાર સ્મરણ કરીને ઉઠે અને ચૈત્યવંદન વિધિવડે દેવને તથા ગુરુને યોગ હોય તે પ્રમાણે વાંદે.ચાલતી ગાથામાં સુપરવા નુત્તી એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે, તેથી એ સર્વ વિધિ સૂચવ્યો એમ જાણવું.
સ્વાધ્યાયના ભેદ હવે ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ-ભોજન કરી રહ્યા પછી દિવસચરિમ અથવા ગ્રંથિ સહિત