________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
બેસીને પોતાની માસી, માતા, બહેન અથવા સ્ત્રી વગેરે લોકોએ રાંધેલું તથા પવિત્ર અને ભોજન કરેલા લોકોએ આદરથી પીરસેલું અન્ન એકાંતમાં જમણો સ્વર વહેતો હોય ત્યારે ખાવું. ભોજન કરતી વેળાએ મૌન કરવું. તથા શરીર વાંકુચૂંકું ન રાખવું, અને પ્રત્યેક ખાવા યોગ્ય વસ્તુ સુંઘવી, કેમકે, તેથી દૃષ્ટિદોષ ટળે છે. ઘણું ખારું, ખાટું, ઘણું ઉનું તથા ઘણું ઠંડુ અન્ન ખાવું નહીં. શાક ઘણું ન ખાવું. અતિશય મીઠી વસ્તુ ન ખાવી, તથા રૂચિકર વસ્તુ પણ ઘણી ન ખાવી.
૩૧૦
અતિશય ઉનું અન્ન રસનો નાશ કરે, અતિશય ખાટું અન્નઈન્દ્રિયોની શક્તિ ઓછી કરે, અતિશય ખારૂં અન્નનેત્રોને વિકાર કરે; અને અતિશય ચીકણું અન્ન ગ્રહણીને (કોઠામાંની છઠી કોથળીને) બગાડે. કડવા અને તીખા આહારથી કફનો, તૂરા અને મીઠા આહારથી પિત્તનો, સ્નિગ્ધ અને ઉષ્ણ આહારથી વાયુનો તથા ઉપવાસથી બાકીના રોગોનો નાશ કરવો. જે પુરુષ શાકભાજી બહુ ખાય, ઘીની સાથે અન્ન ખાય, દૂધ આદિ ચીકણી વસ્તુ સેવે; બહુ પાણી ન પીએ, અજીર્ણ વખતે ભોજન ન કરે, લઘુ નીતિ કે વડીનીતિની શંકા ન હોય ત્યારે. ચાલતાં ખાય નહીં, અને ખાધેલું પચ્યા પછી અવસરે ભોજન કરે, તેને શરીરે રોગ કદાચ થાય તો બહુ જ થોડો થાય.
નીતિના જાણ પુરુષો પ્રથમ મધુર, વચ્ચે તીખું અને છેડે કડવું એવું દુર્જનની મૈત્રી સરખું ભોજન ઈચ્છે ઉતાવળ ન કરતાં પ્રથમ મધુર અને સ્નિગ્ધ રસ ભક્ષણ કરવા; મધ્યે પાતળા, ખાટા અને ખારા રસ ભક્ષણ કરવા તથા અંતે કડવા અને તીખારસ ભક્ષણ કરવા. પુરુષે પહેલાં પાતળા રસ, મધ્યે કડવા રસ અને અંતે આછા પાતળા રસનો આહાર કરવો તેથી બળ અને આરોગ્ય જળવાય છે.
પાણી કેમ અને કયારે પીવું?
ભોજનની શરૂઆતમાં જળ પીએ તો અગ્નિ મંદ થાય, મધ્યભાગમાં પીએ તો રસાયન માફક પુષ્ટિ આપે અને અંતે પીઓ તો વિષ માફક નુકશાન કરે. માણસે ભોજન કરી રહ્યા પછી સર્વ રસથી ખરડાયેલા હાથે એક પાણીનો કોગળો દરરોજ પીવો. પાણી પશુની માફક ગમે તેટલું ન પીવું, એઠું રહેલું પણ ન પીવું. તથા ખોબેથી પણ ન પીવું. કેમકે, પાણી પરિમિત પીવું તે જ હિતકારી છે. ભોજન કરી રહ્યા પછી ભીને હાથે બે ગાલને, ડાબા હાથને અથવા નેત્રોને સ્પર્શ ન કરવો. પરંતુ કલ્યાણને માટે બે ઢીંચણને હાથે લગાડવા.
ભોજન પછીના કૃત્યાકૃત્ય
બુદ્ધિશાળી પુરુષે ભોજન કરી રહ્યા પછી કેટલીકવાર સુધી શરીરનું મર્દન, મળમૂત્રનો ત્યાગ, ભાર ઉપાડવો, બેસી રહેવું, ન્હાવું વગેરે કરવું નહીં. ભોજન કર્યા પછી તુરત બેસી રહે તો પેટ મેદથી જાડું થાય, ચતો સૂઈ રહે તો બળની વૃદ્ધિ થાય; ડાબે પાસે સુઈ રહે તો આયુષ્ય વધે, અને દોડે તો મૃત્યુ સામું આવે. ભોજન કરી રહ્યા પછી તુરત બે ઘડી ડાબે પાસે સૂઈ રહેવું; પણ ઉંઘવું નહીં અથવા સો પગલાં ચાલવું. આ રીતે ભોજનનો લૌકિક વિધિ કહ્યો છે. સિદ્ધાંતમાં કહેલો વિધિ નીચે પ્રમાણે છે :
: