________________
૩૦૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ભદ્રેશ્વર નગરના રહીશ શ્રીમાલજ્ઞાતિના જગડુશાહે એકસો બાર સદાવ્રતો ખોલી દાન આપ્યું. કહ્યું છે કે – દુકાળ પડે છતે હમ્મીરે બાર, વિસળદેવે આઠ, બાદશાહે એકવીસ અને જગડુશાહ હજાર મૂડા ધાન્યના આપ્યા.
અણહિલપુર પાટણમાં સિંધાક નામે મોટો શરાફ થયો. તેણે અશ્વ, ગજ, મોટા મહેલ આદિ ઘણી ઋદ્ધિ ઉપાર્જન કરી. સંવત ૧૪૨૯મે વર્ષે તેણે આઠ મંદિરો બંધાવ્યાં. અને મહાયાત્રાઓ કરી એક વખતે તેણે જયોતિષીના કહેવા ઉપરથી આવતા કાળમાં દુકાળ પડવાનો હતો તેમ જાણ્યું. અને બે લાખ મણ ધાન્ય એકઠું કરી રાખ્યું. તેથી દુર્મિક્ષ પડે ભાવની તેજીથી તેને ઘણો લાભ થયો. ત્યારે ચોવીશ હજાર મણ ધાન્ય તેણે અનાથ લોકોને આપ્યું, હજાર બંદીવાન છોડાવ્યા, છપ્પન રાજાઓને છોડાવ્યા, જિનમંદિરો ઉઘડાવ્યાં, શ્રીજયાનંદસૂરિ તથા શ્રીદેવસુંદરસૂરિનાં પગલાં સ્થાપન કર્યા આદિ અનેક તેનાં ધર્મકૃત્યો જાહેર છે.
માટે શ્રાવકે વિશેષે કરી ભોજન વખતે અવશ્ય અનુકંપાદાન કરવું. દરિદ્રી ગૃહસ્થ પણ ઘરમાં અન્ન વગેરે એકઠું કરવું કે જેથી કોઈ ગરીબ આવે તો તેની યથાશક્તિ આગતાસ્વાગતા કરાય. એમ કરતાં તેને કાંઈ બહુ પરચમાં ઉતરવું પડતું નથી. કારણ કે, ગરીબ લોકોને થોડામાં પણ સંતોષ થાય છે. કેમકે - કોળિયામાંથી એક દાણો નીચે ખરી પડે તો તેથી હાથીના આહારમાં શું ઓછું પડવાનું હતું? પણ તે એક દાણા ઉપર કીડીનું તો આખું કુટુંબ પોતાનો નિર્વાહ કરી લે છે. બીજાં એવો નિરવદ્ય આહાર ઉપર કહેલી રીતે કિંચિત્ અધિક તૈયાર કર્યો હોય તો તેથી સુપાત્રનો યોગ મળી આવે શુદ્ધ દાન પણ અપાય છે.
છે તેમજ માતા, પિતા, બાંધવ, બહેન, પુત્ર-પુત્રીઓ, પુત્રની સ્ત્રીઓ, સેવક, ગ્લાન, બંધનમાં રાખેલા લોકો તથા ગાય જાનવરો આદિને ઉચિત ભોજન આપીને, પંચપરમેષ્ઠિનું ધ્યાન કરીને તથા પચ્ચક્કાણનો અને નિયમનો બરોબર ઉપયોગ રાખીને પોતાને સદતું હોય તેવું ભોજન કરવું. કહ્યું છે કે - ઉત્તમ પુરુષોએ પહેલાં પિતા, માતા, બાળક, ગર્ભિણી, વૃદ્ધ અને રોગી એમને ભોજન કરાવીને
પછી પોતે ભોજન કરવું. ધર્મના જાણ પુરુષે સર્વે જાનવરોની તથા બંધનમાં રાખેલા લોકોની સારસંભાળ ' કરીને પછી પોતે ભોજન કરવું, તે વિના ન રહેવું.
પ્રકૃતિને યોગ્ય પરિમિત ભોજન કરવું હવે જે વસ્તુનું સામ્ય હોય તે વસ્તુ વાપરવી. આહાર, પાણી વગેરે વસ્તુ સ્વભાવથી વિરુદ્ધ હોય તો પણ કોઈને તે માફક આવે છે, તેને સામ્ય કહે છે. જન્મથી માંડીને પ્રમાણસર વિષભક્ષણ કરવાની ટેવ પાડી હોય તો તે વિષ જ અમૃત સમાન થાય છે. અને ખરેખર અમૃત હોય તો પણ કોઈ વખતે ન વાપરવાથી પ્રકૃતિને માફક ન આવતું હોય તો તે વિષ માફક થાય છે. એવો નિયમ છે, તથાપિ પધ્ધ વસ્તુનું સભ્ય હોય તો પણ તે જ ઉપયોગમાં લેવી, અને અપથ્ય વસ્તુનું સભ્ય ન હોય તે ન વાપરવી." બલિષ્ઠ પુરુષને સર્વે વસ્તુ હિતકારી છે.” એમ સમજી કાળકૂટ વિષભક્ષણ ન કરવું. વિષશાસ્ત્રનો જાણ પુરુષ સુશિક્ષિત હોય તો પણ કોઈ વખતે વિષ ખાવાથી મરણ પામે છે, તેમજ કહ્યું છે કે – જે ગળાની નીચે ઉતર્યું તે સર્વ અશન કહેવાય છે, માટે ડાહ્યા લોકો ગળાની નીચે ઉતરે ત્યાં સુધી ક્ષણ માત્ર સુખને