________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૩૦૭
રસારનો જીવ ત્યાંથી એવી મહાવિદેહક્ષેત્રમાં અવતરશે, અને જૈન ધર્મની સમ્યક પ્રકારે આરાધના કરી શીઘ મોક્ષસુખ પામશે.
ભવ્ય જીવોએ આ રીતે કહેલું આશ્ચર્યકારી રત્નસારકુમારનું ચરિત્ર બરોબર ધ્યાનમાં લેવું, અને પાત્રદાનને વિષે તથા પરિગ્રહ પરિમાણવ્રત આદરવાને વિષે ઘણો જ યત્ન કરવો. આ રીતે પાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણ ઉપર રત્નસારકુમારની કથા કહી.
* ભોજનાવસરે સુપાત્રદાન વગેરે | વિવેકી પુરુષ આદિનો યોગ હોય તો ઉપર કહેલી રીતે દરરોજ વિધિ પ્રમાણે અવશ્ય પાત્રદાન કરે. તેમજ ભોજનને વખતે અથવા પહેલાં આવેલા સાધર્મીઓને પણ શક્તિ પ્રમાણે પોતાની સાથે જમાડે. કારણ કે, સાધર્મી પણ પાત્ર જ કહેવાય છે. સાધર્મીવાત્સલ્યની વિધિ વગેરે આગળ આવશે. તેમજ બીજા પણ ભિખારી વગેરે લોકોને ઉચિત દાન આપવું. તેમને નિરાશ કરી પાછા કાઢવા નહીં. કર્મબંધ કરાવવો નહીં, ધર્મની હીલના પણ ન કરાવવી, પોતાનું મન નિર્દય ન રાખવું. ભોજનને અવસરે દ્વાર બંધ કરવું વગેરે એ મોટા અથવા દયાળુ પુરુષોનું લક્ષણ નથી.
સાંભળ્યું છે કે ચિત્રકૂટને વિષે ચિત્રાંગદ રાજા હતો. તેના ઉપર ચઢાઈ કરનાર શત્રુની સેનાએ ચિત્રકૂટ ગઢને ઘેરી નાંખ્યો. શત્રુઓની અંદર પેસવાની ઘણી ધાસ્તી હોવા છતાં પણ ચિત્રાંગદ રાજા દરરોજ ભોજનને વખતે પોળનો દરવાજો ઉઘડાવતો હતો. તે મર્મની વાત ગણિકાએ જાહેર કરવાથી શત્રુઓએ ગઢ તાબામાં લીધો. * શત્રુનો ભય છતાં રાજાએ નિયમ ન છોડ્યો - એવી રીત છે, માટે શ્રાવકે અને તેમાં પણ ઋદ્ધિવંત શ્રાવકે ભોજનને વખતે દ્વાર બંધ કરવાં નહીં, કેમકે કોણ પોતાનું ઉદર-પોષણ કરતો નથી? પરંતુ ઘણા જીવોનો નિર્વાહ ચલાવે તેની જ પુરુષમાં ગણત્રી છે. માટે ભોજન વખતે આવેલા પોતાના બાંધવ આદિને જરૂર જમાડવા. ભોજનને વખતે આવેલા મુનિરાજને ભક્તિથી, યાચકોને શક્તિના અનુસાર અને દુખી જીવોને અનુકંપાથી યથાયોગ્ય સંતુષ્ટ કર્યા પછી જ મોટા પુરુષોને ભોજન કરવું ઉચિત છે.
આગમમાં પણ કહ્યું છે કે - સુશ્રાવક ભોજન કરતાં દ્વાર બંધ કરે નહીં. કેમકે જિનેન્દ્રોએ શ્રાવકોને અનુકંપાદાનની મનાઈ કરી નથી. શ્રાવકે ભયંકર ભવસમુદ્રમાં જીવોનો સમુદાય દુઃખથી હેરાન થયેલો જોઈ નાતજાતનો અથવા ધર્મનો મનમાં તફાવત ન રાખતાં દ્રવ્યથી અન્નાદિક દઈને તથા ભાવથી સન્માર્ગે લગાડીને યથાશક્તિ અનુકંપા કરવી. એવું શ્રી ભગવતી આદિ સૂત્રોમાં શ્રાવકનાં વર્ણનને પ્રસંગે "અવંગુઅદુઆરી” એવું વિશેષણ દઈ "શ્રાવકે સાધુ આદિ લોકોને પ્રવેશ કરવા માટે હંમેશાં દ્વાર ઉઘાડાં રાખવાં” એમ કહ્યું છે. તીર્થકરોએ પણ સાંવત્સરિક દાન દઈદીન લોકોનો ઉદ્ધાર કર્યો. વિક્રમરાજાએ પણ પોતાના રાજ્યમાંના સર્વે લોકોને અનૃણી કર્યા, તેથી તેના નામનો સંવત ચાલ્યો. ' દુકાળ આદિ આપદા આવી પડે ત્યારે અનાથ લોકોને સહાય આપવાથી ઘણી ફળપ્રાપ્તિ થાય છે. કેમકે – શિષ્યની વિનય ઉપરથી, સુભટની સંગ્રામનો સમય આવવાથી, મિત્રની આપદાનો પ્રસંગ આવવાથી અને દાનની દુર્મિક્ષ પડવાથી પરીક્ષા થાય છે. વિ.સં. ૧૩૧૫માં વર્ષે દુકાળ પડયો, ત્યારે