________________
૩૦૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સ્વીકારીશ તો સ્વીકારેલા વ્રતનો ભંગ થશે. હાય ! હાય ! અરે રત્નસાર ! તું ઘણા સંકટમાં પડયો !! અથવા બીજો ગમે તેવી માગણી કરે તો કોઈ પણ ઉત્તમ પુરુષ, જેથી પોતાના વ્રતનો ભંગ ન થાય તે જ વાત કબૂલ કરશે.
કારણ કે, પોતાના વ્રતનો ભંગ થાય, ત્યારે બાકી શું રહ્યું! જેથી ધર્મને બાધ આવે એવી સરળતા શા કામની ? જેથી કાન તૂટી જાય, એવું સોનું પહેરવું તે શા કામનું? જ્યાં સુધી દાંત પડવાની વાત બનવાનો સંભવ નથી, ત્યાં સુધી જ વિચક્ષણ પુરુષે કપૂર ભક્ષણ કરવું. વિચક્ષણ પુરુષોએ સરલતા, શરમ, લોભ વગેરે ગુણો શરીર માફક બાહ્ય જાણવા; અને સ્વીકારેલું વ્રત પોતાના જીવ સરખું જાણવું. તુંબનો નાશ થએ આરાનું શું પ્રયોજન? રાજાનો નાશ થયે સુભટોનું શું પ્રયોજન ? મૂળ બળી ગયે શાખાનું શું પ્રયોજન? પુણ્યનો ક્ષય થયે ઔષધનું શું પ્રયોજન? ચિત્ત શૂન્ય થયે શાસ્ત્રોનું શું પ્રયોજન? એમ પોતાનું સ્વીકારેલું વ્રત ખંડિત થયે દિવ્ય ઐશ્વર્ય, સુખ વગેરેનું શું પ્રયોજન?" - રત્નસારકુમારે એવો વિચાર કરી રાક્ષસને પરમ આદરથી તેજદાર અને સારભૂત વચન આ રીતે કહ્યું, "હે રાક્ષસરાજ! તેં કહ્યું તે ઉચિત છે, પણ પૂર્વે ગુરુ પાસે મેં નિયમ સ્વીકાર્યો છે કે, ઘણા પાપોનું સ્થાનક એવું રાજ્ય મારે ન સ્વીકારવું. યમ અને નિયમ એ બન્ને વિરાધ્યા હોય તો તીવ્ર દુઃખ આપે છે. તેમાં યમ તો આયુષ્યને અંતે જ દુઃખદાયી છે પણ નિયમ જન્મથી માંડીને હંમેશાં દુઃખદાયી છે, માટે તે સપુરુષ ! મારા નિયમને બિલકુલ ભંગ ન લાગે એવું ગમે તે દુઃખમય કાર્ય મને કહે, હું તે શીઘ કરૂં” પછી રાક્ષસે ક્રોધથી કહ્યું, "અરે ! ફોકટ કેમ બકબક કરે છે? પહેલી માગણી નિષ્ફળ ગુમાવી હવે મારી પાસે બીજી માગણી કરાવે છે? અરે પાપી ! જેને માટે સંગ્રામ આદિ પાપકર્મ કરવું પડે તે રાજ્યનો ત્યાગ કરવો ઉચિત છે, પણ દેવોએ આપેલા રાજ્યમાં પાપ તે કયાંથી હોય? અરે મૂઢ ! હું સમૃદ્ધ રાજ્ય દેવા છતાં તું લેવા આળસ કરે છે? અરે ! સુગંધી ધૃત પાવા છતાં ખાલી છી છીં' એવો શબ્દ કરે છે. અરે મૂઢ ! તું ઘણા મિજાસથી મારા મહેલમાં સુખે ગાઢ નિદ્રામાં સૂતો રહ્યો ! અને મારી પાસે પોતાનાં પગનાં તળિયાં પણ મસળાવ્યાં! હે મરણને કાંઠે આવેલા! મારું કહ્યું વચન હિતકારી છતાં હું માનતો નથી, તો હવે મારા ફળદાયી ક્રોધનાં કેવાં કડવાં ફળ છે? તે જો."
એમ કહી રાક્ષસ, ગીધ પક્ષી જેમ નિર્ભયપણે માંસનો કટકો ઉપાડીને જાય, તેમ કુમારને ઝટ અપહરીને આકાશમાં ઉડી ગયો. પછી ક્રોધથી કોઈને ન ગણે એવા રાક્ષસે પોતાના હોઠ ધ્રુજવતાં શીધ્ર પોતાને સંસાર સમુદ્રમાં નાંખવાની જેમ કુમારને ઘોર સમુદ્રમાં નાંખો. તે વખતે કુમાર, આકાશમાંથી શીધ્ર અપાર સમુદ્રમાં જંગમ મૈનાક પર્વતની જેમ પડયો. ત્યારે વજપાત જેવો ભયંકર અવાજ થયો. જાણે કૌતુકથી જ કે શું! પાતાળમાં જઈ પાછો તે જળ ઉપર આવ્યો. જળનો સ્વભાવ જ એવો છે. પછી "જડમય સમુદ્રમાં અજડ (જાણ) કુમાર શી રીતે રહી શકે? એમ વિચારીને જ કે શું? રાક્ષસે પોતાને હાથે કુમારને સમુદ્રમાંથી કાઢયો અને કહ્યું કે, "દુરાગ્રહનું ઘર અને વિવેકશૂન્ય એવા હે કુમાર ! તું કેમ ફોકટ મરી જાય છે ! રાજ્યલક્ષ્મીને કેમ અંગીકાર નથી કરતો?”
અરે નિંઘ ! હું દેવતા છતાં મેં તારું નિંઘ કબૂલ કર્યું અને તું જે કાંઈ માનવી છતાં મારું હિતકારી વચન પણ માનતો નથી ! અરે ! તું તારું વચન હજી જલદી કબૂલ કર, નહીં તો ધોબી જેમ વસ્ત્રને