________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૩૦૩ પછાડે, તેમ તને પત્થર ઉપર વારંવાર પછાડી પછાડીને યમને ઘેર મોકલી દઈશ, એમાં સંશય લેશ માત્ર રાખીશ નહીં. દેવતાનો કોપ ફોકટ જતો નથી અને તેમાં પણ રાક્ષસનો તો ન જ જાય." એમ કહી ક્રોધી રાક્ષસ કુમારને પગે પકડી અને તેનું મુખ નીચું કરી તેને પછાડવા માટે શિલા પાસે લઈ ગયો ત્યારે સાહસી કુમારે કહ્યું, "અરે રાક્ષસ ! તું મનમાં વિકલ્પ ન રાખતાં પોતાનું ધાર્યું કર. એ વાતમાં વારંવાર તું મને શું પૂછે છે? પુરુષોનું વચન તે એક જ હોય છે."
પછી કુમારને પોતાના સત્ત્વનો ઉત્કર્ષ થવાથી આનંદ થયો. તેના શરીર ઉપરની રોમરાજી વિકસ્વર થઈ, અને તેજ તો કોઈથી ખમાય નહીં એવું દેખાવા લાગ્યું એટલામાં રાક્ષસે જાદુગરની માફક પોતાનું રાક્ષસનું રૂપ સંહ. તુરત જ દિવ્ય આભૂષણોથી દેદીપ્યમાન એવું પોતાનું વૈમાનિક દેવતાનું સ્વરૂપ પ્રકટ કર્યું અને મેઘ જેમ જળની વૃષ્ટિ કરે, તેમ તેણે કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી, પછી ભાટ-ચારણની માફક કુમારની આગળ ઊભો રહી તે દેવતા જય-જયકાર બોલ્યો, અને આશ્ચર્યથી ચકિત થયેલા કુમારને કહેવા લાગ્યો કે, "હે કુમાર! જેમ મનુષ્યમાં શ્રેષ્ઠ ચક્રવર્તી, તેમ તું સત્ત્વશાળી પુરુષોમાં ઉત્તમ છે. તે પુરુષરત્ન અને અપ્રતિમ શૂરવીર હોવાથી પૃથ્વી આજ તારા વડે ખરેખર રત્નગર્ભા(રત્નવાળી) અને વીરવતી થઈ. જેનું મન મેરૂપર્વતની ચૂલાની માફક નિશ્ચળ છે, એવા તે ગુરુ પાસે ધર્મ સ્વીકાર્યો એ બહુ જ સારી વાત કરી. ઈન્દ્રનો સેનાપતિ હરિણગમેથી નામે ઉત્તમ દેવતા બીજા દેવતા પાસે તારી પ્રશંસા કરે છે, તે બરોબર છે.”
દેવતાનું એવું વચન સાંભળી રત્નસારકુમારે આશ્ચર્યથી ચકિત થઈ પૂછયું કે, "હે હરિણગમેપી નામે શ્રેષ્ઠ દેવ જેમાં કાંઈ વખાણવા જેવું નથી એવો હું છું તો મારી કેમ પ્રશંસા કરે છે?" દેવતાએ કહ્યું, સાંભળ હું એક વખતે જેમ ઘરધણીની ઘરની બાબતમાં તકરાર ચાલે છે, તેમ નવા ઉત્પન્ન થયેલા હોવાથી સૌધર્મેન્દ્ર અને ઈશાને એ બન્નેમાં વિમાનની બાબતમાં વિવાદ પડ્યો. સૌધર્મેન્દ્રનાં વિમાન બત્રીસ લાખ અને ઈશાનેન્દ્રનાં અઠ્ઠાવીશ લાખ છતાં તેઓ માંહોમાંહે વિવાદ કરવા લાગ્યા. ખરેખર આ સંસારને ધિક્કાર થાઓ !
વિમાનની ઋદ્ધિના લોભિયા એવા તે બન્ને જણાના બે રાજાઓની જેમ બાહુયુદ્ધ તથા બીજા પણ ઘણા સંગ્રામ અનેકવાર થયા. તિર્યંચોમાં કલહ થાય તો મનુષ્યો શીધ્ર તેમને શાંત પાડે છે; મનુષ્યોમાં કલહ થાય તો રાજાઓ વચ્ચે પડીને સમજાવે છે; રાજાઓમાં કોઈ સ્થળે કલહ થાય તો દેવતા વચ્ચે પડીને સમાધાન કરે છે; દેવતાઓમાં કલહ થાય તો તેમના ઈન્દ્ર મટાડે છે; પણ ઈન્દ્રો જ જો માંહે માંહે કલહ કરે તો તેને વજૂના અગ્નિ માફક શાંત પાડવો અશક્ય છે. કોણ અને શી રીતે તેમને રોકી શકે? પછી મહત્તર દેવતાઓએ કેટલોક વખત ગયે છતે માણવક સ્તંભ ઉપરની અરિહંત પ્રતિમાનું આધિ, વ્યાધિ, મહાદોષ અને મહાર્વરને મટાડનારું હવણજળ તેમના ઉપર છાંટયું. એટલે તુરત તે બન્ને જણા શાંત થયા. હવણજળનો એવો મહિમા છે કે, તેથી શું ન થાય? પછી બને ઈન્દ્રોએ મહેમાંહેનું વૈર મૂકી દીધું. ત્યારે તેમના મંત્રીએ "પૂર્વની વ્યવસ્થા આ રીતે છે.” એમ કહ્યું.
ઠીક જ છે. બુદ્ધિશાળી પુરુષો અવસર જોઈને જ વાત કરે છે. મંત્રીઓએ વ્યવસ્થા કરી .આ રીતે :- "દક્ષિણ દિશાએ જેટલાં વિમાન છે. તેટલાં સૌધર્મ ઈન્દ્રનાં છે, અને ઉત્તર દિશાએ જેટલાં આવ્યાં