________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જ
કમળાએ પોતાની સખી જેવી વિદ્યાની મદદથી હંસીનું વૃત્તાંત મૂળથી જાણ્યું, અને હૃદયમાં ખુંચેલું શલ્ય જેમ કાઢે તેમ તે હંસીને પાંજરામાંથી કાઢી મૂકી. કમળાએ શોકયભાવથી હંસીને કાઢી મૂકી, પણ તે જ હંસીને ભાગ્યોદયથી અનુકૂળ પડયું, જાણે નરકમાંથી બહાર ન નીકળતી હોય તેમ વિદ્યાધર રાજાના ઘરમાંથી બહાર પડેલી હંસી શબરસેના અટવી તરફ ચાલી. પાછળ 'વિદ્યાધર આવશે’ એવી બ્લીકથી ઘણી આકૂળ-વ્યાકૂળ થયેલી હંસી ધનુષ્યથી છૂટેલા બાણની માફક વેગથી ગમન કરતી થાકી ગઈ, અને પોતાના ભાગ્યોદયથી વિશ્રાંતિ લેવા અહીં ઉતરી. તેમજ કમળમાં જેમ સંતાઈ જાય તેમ તમને જોઈ તમારા ખોળામાં સંતાઈ ગઈ. હે કુમારરાજ ! તે હંસી હું જ છું - અને જે મારી પાછળ આવ્યો અને જેને તમે જીત્યો, તે જ હું કહું છું તે વિદ્યાધર છે.”
૨૯૨
તિલકમંજરી પોતાની બહેનની એવી હકીકત જાણી બહેનના દુઃખથી દુઃખી થઈ ઘણો જ વિલાપ કરવા લાગી. સ્ત્રીઓની રીતિ એવી જ હોય છે, તિલકમંજરીએ કહ્યું, "હાય ! હાય ! હે સ્વામિન ! ભયની જાણે રાજધાની જ ન હોય ! એવી અટવીમાં એકલી તાપસપણામાં શી રીતે રહી ? દૈવની વિચિત્ર ગતિને ધિક્કાર હોજો. બહેન ! આજ સુધી સુખમાં રહેલી તે દેવાંગનાને તિર્યંચના ગર્ભમાં રહેવા સમાન કોઈથી સહન ન કરાય એવો ઘણો દુઃખદાયક પંજ૨વાસ શી રીતે સહન કર્યો ! હાય હાય ! વડીલ બહેન ! આ ભવમાં જ તને તિર્યંચપણું પ્રાપ્ત થયું ! દૈવ નટની માફક સુપાત્રની પણ વિડંબના કરે છે માટે તેને ધિક્કાર થાઓ ! બહેન ! પૂર્વભવે તેં કૌતુકથી કોઈને વિયોગ પડાવ્યો હશે અને મેં તેની ઉપેક્ષા કરી હશે, તેથી આ અકથ્ય એવું માઠું ફળ મળ્યું.
હાય ! હાય ! દુર્દેવથી ઉત્પન્ન થયેલું અથવા જાણે મૂર્તિમંત દુર્ભાગ્ય જ ન હોય ! એવું તારું તિર્યંચપણું હવે શી રીતે દૂર થશે !” તિલકમંજરી એવો વિલાપ કરે છે. એટલામાં સન્મિત્રની માફક ખેદ દૂર કરનાર ચંદ્રચૂડ દેવતાએ તે હંસી ઉપર જળ છાંટીને પોતાની શક્તિથી તેને પૂર્વ પ્રમાણે કન્યા બનાવી. જાણે નવી સરસ્વતી જ ઉત્પન્ન થઈ કે શું ! અથવા લક્ષ્મી જ સમુદ્રમાંથી નીકળી કે શું ! એથી કુમાર વગેરેને ઘણો હર્ષ ઉત્પન્ન કરનારી કન્યા તે વખતે બહુ શોભવા લાગી. વિકસ્વર રોમરાજીના બહાનાથી જેમના શરીર ઉપર હર્ષના અંકુરો જ ઉત્પન્ન થયા ન હોય એવી તે બન્ને બહેનો ઉતાવળથી એક-બીજીને આલિંગન કરી રહી. પ્રેમનો મહિમા એવો જ છે.
પછી રત્નસારકુમારે કૌતુકથી કહ્યું, "તિલકમંજરી ! અમને આ કામમાં ઈનામ અવશ્ય મળવું જોઈએ. હે ચંદ્રમુખી ! કહે, શું આપવા યોગ્ય છે ? જે આપવા યોગ્ય હોય તે તુરત જ આપ. ધર્મની માફક ઔચિત્ય દાન વગેરે લેવામાં વિલંબ કોણ કરે ? ઔચિત્યાદિ દાન, ઋણ ઉતારવું, હોડ ઠરાવેલો પગાર લેવો, ધર્મ કરવો અને રોગ તથા શત્રુનો ઉચ્છેદ કરવો હોય તો બિલકુલ વખત ન ગાળવો. ક્રોધનો જુસ્સો આવ્યો હોય, નદીના પુરમાં પ્રવેશ કરવો હોય, કાંઈ પાપકર્મ કરવું હોય, અજીર્ણ ઉપ૨ ભોજન કરવું હોય, તથા ભયવાળી જગ્યાએ જવું હોય તો વખત ગાળવો એ જ ઉત્તમ છે. એટલે આ બધાં વાનાં કરવાં હોય તો આજનું કાલ ઉપર મુલત્વી રાખવું.”
કુમારનાં વિનોદવચન સાંભળી તિલકમંજરીના મનમાં લજ્જા ઉત્પન્ન થઈ, શરીરે કંપ છૂટયો, પરસેવો વળ્યો અને રોમરાજી વિકસ્વર થઈ, સ્ત્રીઓની લીલા અને વિલાસ તેણે પ્રગટ કર્યા. તથા