________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૭૭
હરણ કરી તે દાવાગ્નિ સરખું ક્રૂર વર્તન કેમ કર્યું? હાય હાય ! તાપસકુમારનો મુખચંદ્રમાં જોઈ મારા નેત્રરૂપ નીલકમળો કયારે વિકસ્વર થશે? અમૃતની લહેરી સરખા સ્નિગ્ધ, મુગ્ધ અને મધુર એવા તે મનને પ્રસન્ન કરનારા દષ્ટિ-વિલાસ ફરીથી મને શી રીતે મળશે? રાંક સરખો હું તેનાં કલ્પવૃક્ષના પુષ્પ સરખાં, અમૃતને પણ તુચ્છ કરનારાં વારંવાર મોંમાંથી નીકળતાં મધુર વચન હવે શી રીતે સાંભળીશ?” સ્ત્રીના વિયોગથી દુઃખી થયેલા પુરુષની માફક એવા નાનાવિધ વિલાપ કરનાર રત્નસાર કુમારને પોપટે યથાર્થ જે વાત હતી, તે કહી.
"હે રત્નસાર! જેને માટે તું શોક કરે છે, તે નક્કી તાપસકુમાર નથી. પણ કોઈ પુરુષે પોતાની શક્તિથી રૂપાંતર કરી ફેરવી નાંખેલી એ કાંઈક વસ્તુ છે, એવું મારી ધારણામાં આવે છે. તેના દેખાયેલા જુદા જુદા મનોવિકારથી, મનોહર વચન બોલવાના પ્રકારથી, કટાક્ષવાળી ખેંચાયેલી નજરથી અને બીજાં એવાં જ લક્ષણોથી હું તો નક્કી એમ અનુમાન કરું છું કે તે એક કન્યા છે. એમ ન હોત તો મેં પૂછ્યું ત્યારે તેનાં નેત્ર આંસુથી કેમ પૂરેપૂરાં ભરાઈ ગયાં? એ તો સ્ત્રી જાતિનું લક્ષણ છે. ઉત્તમ પુરુષને વિષે એવા લક્ષણનો સંભવ જ નથી. તે ઘનઘોર પવન નહોતો પણ તે કાંઈક દિવ્ય સ્વરૂપ હતું. એમ ન હોત તો તે પવને પેલા તાપસકુમારને જ હરણ કર્યો, અને આપણા બે જણાને કેમ છોડી દીધા? હું તો નક્કી કહી શકું છું કે, તે કોઈક બિચારી ભલી કન્યા છે, અને તેને કોઈ પાપી દેવતા, પિશાચ વગેરે હેરાન કરે છે. ખરેખર એમ જ છે. દુષ્ટદેવ આગળ કોનું ચાલે એમ છે? તે કન્યા દુષ્ટ પિશાચના હાથમાંથી છુટશે, ત્યારે જરૂર તને જ વરશે.
કેમકે જેને કલ્પવૃક્ષ જોયું છે, તેની બીજા ઝાડ ઉપર પ્રીતિ શી રીતે રહે? જેમ સૂર્યનો ઉદય થએ રાત્રિરૂપ પિશાચિકાના હાથમાંથી કમલિની છૂટે છે. તેમ તે કન્યા પણ તારા શુભ કર્મનો ઉદય થએ દુષ્ટ પિશાચના હાથમાંથી છૂટશે, એમ હું ધારું છું. પછી સારા ભાગ્યના વશથી તે કન્યા તને કયાંક શીઘ મળશે. કેમકે, ભાગ્યશાળી પુરુષોને જોઈતી ચીજની પ્રાપ્તિ જરૂર થાય છે. હે કુમાર! હું જો કલ્પના કરીને કહું છું તો તારે તે કબૂલ રાખવી. એ તો સત્યપણું અથવા અસત્યપણું થોડા કાળમાં જણાઈ જશે, માટે હે કુમાર! તું ઉત્તમ વિચારવાળો છતાં મુખમાંથી ન ઉચ્ચરાય એવો આ વિલાપ કેમ કરે છે? આ વાત વીર પુરુષને કામની નથી.”
કર્તવ્યના જાણ એવા રત્નસારકુમારે એવી યુક્તિથી પરિપૂર્ણ ભરેલી પોપટની વાણી મનમાં ધારીને શોક કરવો મૂકી દીધો. જાણ પુરુષનું વચન શું ન કરી શકે? પછી રત્નસાર કુમાર અને પોપટ તાપસકુમારને ઈષ્ટદેવની જેમ સંભારતા છતાં અશ્વપ્રયાણ કરતાં અનુક્રમે હજારો મોટાં વનો, પર્વતો, ખીણો, નગરો, સરોવરો અને નદીઓ ઉલ્લંઘી આગળ આવેલું એક અતિશય મનોહર ઝાડોથી શોભતું ઉદ્યાન જોયું. તે ઉદ્યાન, બીજે સ્થળે ન મળી શકે એવા સુગંધી પુષ્પોને વિષે ભમતા ભ્રમરોના ઝંકાર શબ્દવડે જાણે રત્નસાર કુમારને ઘણા આદરથી માન ન આપતું હોય ! એવું દેખાતું હતું. પછી બન્ને જણા તે ઉદ્યાનમાં જતાં ઘણો હર્ષ પામ્યા.
એટલામાં નવનવાં રત્નોથી શોભતું શ્રી આદિનાથનું મંદિર તેમણે જોયું. એ મંદિર પોતાની ધ્રૂજતી ધ્વજાથી હે કુમાર ! આ ઠેકાણે તને આ ભવની તથા પરભવની ઈષ્ટ વસ્તુનો લાભ થશે.” એમ કહી