________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૮૭
કરતો હતો.
પછી તે વિદ્યાધર રાજા યમની માફક કોઈને વશ ન થાય એવો, પ્રલય કાળની જેમ કોઈથી ન ખમાય એવો અને ઉત્પાતની જેમ જગતુને ક્ષોભ ઉત્પન્ન કરનાર એવો થઈ આકાશમાં ઉછળ્યો. વાનર સરખો પોપટ ભયંકરમાં ભયંકર અને જોઈ ન શકાય એવા સાક્ષાત્ રાવણ સરખા વિદ્યાધર રાજાને જોઈને શીધ્ર બીક પામ્યો.
ઠીક જ છે, તેવા ક્રૂર સ્વરૂપ આગળ કોણ સામો ઊભો રહે? કોણ પુરુષ દાવાગ્નિીની બળતી જ્વાલાને પીવા ઈચ્છે? હશે, બીક પામેલો પોપટ શ્રીરામ સરખા રત્નસારકુમારને શરણે ગયો. તેવો ભય આવે બીજો કોણ શરણ લેવા યોગ્ય છે? પછી વિદ્યાધર રાજાએ આ રીતે હોકારો કરી બોલાવ્યો. "અરે કુમાર ! છેટે ચાલ્યો જા, નહિ તો હમણાં નાશ પામીશ. અરે દુષ્ટ! નિર્લજ્જ! અમર્યાદ ! નિરંકુશ! તું મારા જીવિતનું સર્વસ્વ એવી હંસીને ખોળામાં લઈને બેઠો છે? અરે ! તને બિલકુલ કોઈની બીક કે શંકા નથી? જેથી તું મારા આગળ હજી ઊભો છે. તે મૂર્ણ! હંમેશાં દુઃખી જીવની માફક તું તરત મરણને શરણ થઈશ."
આ પ્રમાણે વિદ્યાધર રાજા તિરસ્કાર વચન બોલી રહ્યો, ત્યારે પોપટ શંકાથી, મયૂરપક્ષી કૌતુકથી, કમળ સમા નેત્ર ધારણ કરનારી તિલકમંજરી ત્રાસથી અને હંસી સંશયથી કુમારના મુખ તરફ નીહાળતી હતી. એટલામાં કુમારે કિંચિત્ હાસ્ય કરીને કહ્યું. "અરે ! તું વગર પ્રયોજને કેમ હાવરાવે છે? એ હીવરાવવું કોઈ બાળક આગળ ચાલશે, પણ શૂરવીર આગળ નહિ ચાલે. બીજાઓ તાલી વગાડવાથી ડરે છે. પરંતુ પડહ વાગે તો પણ ઘીઠાઈ રાખનારો મઠમાંનો કપોતપક્ષી બિલકુલ નહીં બીએ. એ શરણે આવેલી હંસીને કલ્પાંત થાય તો પણ હું નહીં મૂકું, એમ છતાં સાપના માથામાં રહેલા મણિની જેમ તું એની ઈચ્છા કરે છે માટે તને ધિક્કાર થાઓ. અરે ! એની આશા છોડીને તું શીધ્ર અહીંથી દૂર થા. નહીં તો હું તારા દશ મસ્તકથી દશ દિપાળોને બલિ આપીશ.”
એટલામાં રત્નસારકુમારને પોતે સહાય કરવાની ઈચ્છા કરનારા ચંદ્રચૂડ દેવતાએ મયૂરપક્ષીનું રૂપ મૂકી શીધ્ર પોતાનું દેવતાઈ રૂપ લીધું, અને હાથમાં જાતજાતનાં આયુધ ધારણ કરીને જાણે કુમારે બોલાવ્યો જ ન હોય! તેમ કુમારની પાસે આવ્યો. પૂર્વભવે કરેલાં પુણ્યોની બલિહારી છે! પછી ચંદ્રચૂડે કુમારને કહ્યું કે, "હે કુમાર! તું તારી મરજી પ્રમાણે લડાઈ કર, હું તને હથિયાર પૂરાં પાડું, અને તારા શત્રુના ચૂરેચૂરા કરી નાંખ.” ચંદ્રચૂડનું એવું વચન સાંભળી લોઢાનું કવચ તથા કુબેરનો પક્ષ-મળવાથી તક્ષકાદિકની માફક કુમાર બમણો ઉત્સાહ પામ્યો અને તિલકમંજરીના હાથમાં હંસીને આપી પોતે તૈયાર થઈ વિષ્ણુ જેમ ગરૂડ ઉપર ચડે તેમ સમરાંધકાર અશ્વ ઉપર ચઢયો.
ત્યારે ચંદ્રચૂડે શીધ્ર એકાદ ચાકરની માફક કુમારને ગાંડીવને તુચ્છ કરનારૂં ધનુષ્ય અને બાણનાં ભાથાં આપ્યાં. તે વખતે રત્નસારકુમાર દેદીપ્યમાન કાળની માફક પ્રચંડ ભુજાદંડને વિષે ધારણ કરેલાં ધનુષ્યનો મોટો ટંકાર શબ્દ કરતો આગળ આવ્યો. પછી બન્ને મહાન યોદ્ધાઓએ ધનુષ્યના ટંકારથી દશે દિશાઓને બરી કરી નાંખે એવું બાણ યુદ્ધ ચલાવ્યું. બન્ને જણા ચાલાક હસ્તવાળા હોવાથી તેમનું