________________
૨૫૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પુરુષે સ્વજનોની પૂંઠે (પાછળથી) નિંદા ન કરવી; તેમની સાથે મશ્કરી વગેરેમાં પણ વગર કારણે શુષ્ક વાદ ન કરવો, કારણ કે તેથી ઘણા કાળની પ્રીતિ તૂટી જાય છે. તેમના શત્રુની સાથે દોસ્તી ન કરે, તથા તેમના મિત્રની સાથે મૈત્રી કરે, પુરુષે સ્વજન ઘરમાં ન હોય અને તેના કુટુંબની એકલી સ્ત્રીઓ જ ઘરમાં હોય તો તેના ઘરમાં પ્રવેશ ન કરવો, તેમની સાથે પૈસાનો વ્યવહાર ન કરવો, તથા દેવનું, ગુરુનું અથવા ધર્મનું કાર્ય હોય તો તેમની સાથે એકદિલ થવું.
સ્વજનોની સાથે પૈસાનો વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે તેમની સાથે વ્યવહાર કરતાં પ્રથમ જરાક એમ લાગે છે કે એથી પ્રીતિ વધે છે; પણ પરિણામે તેથી પ્રીતિને બદલે શત્રુપણું વધે છે. કહ્યું છે કે જ્યાં ઘણી પ્રીતિ રાખવાની ઈચ્છા હોય ત્યાં ત્રણ વાનાં ન કરવાં, એક વાદવિવાદ, બીજો પૈસાનો વ્યવહાર અને ત્રીજું તેની પછવાડે તેની સ્ત્રી-સાથે ભાષણ.
ધર્માદિક કાર્યમાં એકદિલ થવાનું કારણ એ છે કે સંસારી કામમાં પણ સ્વજનોની સાથે એકદીલપણું રાખવાથી જ પરિણામ સારું આવે છે, તો પછી જિનમંદિર આદિ દેવાદિકના કાર્યમાં તો જરૂર એકદિલપણું હોવું જ જોઈએ. કેમકે, તેવાં કાર્યોનો આધાર સર્વ સંઘના ઉપર છે. અને તે સર્વ સંઘનાં કાર્યો એકદિલથી થાય તેમાં જ નિર્વાહ તથા શોભા વગેરેનો સંભવ છે, માટે તે કાર્યો સર્વની સંમતિથી કરવાં. સ્વજનોની સાથે એકદિલ રાખવા ઉપર પાંચ આંગળીઓનો દાખલો છે, તે નીચે પ્રમાણે છે :
સંપ ઉપર પાંચ આંગળીઓનું દષ્ટાંત પ્રથમ તર્જની (અંગૂઠાની જોડેની) આંગળી લખવામાં તથા ચિત્રકલા વગેરે સર્વ કાર્યોમાં પ્રથમ હોવાથી તથા વસ્તુ દેખાડવામાં, ઉત્તમ વસ્તુનાં વખાણ કરવામાં, વાળવામાં અને ચપટી વગેરે ભરવામાં ડાહી હોવાથી અહંકાર પામી મધ્યમા (વચલી) આંગળીને કહે છે, "તારામાં શા ગુણ છે?” મધ્યમાએ કહ્યું, "હું સર્વે આંગળીઓમાં મુખ્ય, મોટી અને મધ્ય ભાગમાં રહેનારી છે. તંત્રી, ગીત, તાલ, વગેરે કળામાં કુશળ છું. કાર્યની ઉતાવળ જણાવવા માટે અથવા દોષ, છળ વગેરેનો નાશ કરવાને માટે ચપટી વગાડું છું અને ટચકારાથી શિક્ષા કરનારી છું.”
એમ જ ત્રીજી આંગળીને પૂછયું ત્યારે તેણે કહ્યું, "દેવ, ગુરુ, સ્થાપનાચાર્ય, સાધર્મિક વગેરેની નવાંગ ચંદનપૂજા, મંગલિક, સ્વસ્તિક, નંદ્યાવર્ત વગેરે કરવાનું; તથા જળ, ચંદન, વાસક્ષેપ, ચૂર્ણ વગેરેનું અભિમંત્રણ કરવું મારા તાબામાં છે." પછી ચોથી આંગળીને પૂછયું ત્યારે તેણે કહ્યું કે, "હું પાતળી હોવાથી કાનની અંદર ખણવા આદિ ઝીણાં કામો કરી શકું છું, શરીરે દુઃખ આવે છેદાદિ પીડા સહું છું. શાકિની વગેરેના ઉપદ્રવ દૂર કરું છું, જપ સંખ્યા વગેરે કરવામાં પણ અગ્રેસર છું.”
તે સાંભળી ચારે આંગળીઓએ માંહમાંહે મિત્રતા કરી અંગૂઠાને પૂછયું કે, તારામાં શા ગુણ છે?” અંગૂઠાએ કહ્યું, અરે ઓ ! હું તો તમારો ધણી છું! જુઓ લખવું, ચિત્રામણ કરવું. કોળીયો વાળવો, ચપટી વગાડવી, ટચકારો કરવો, મૂઠી વાળવી, ગાંઠ વાળવી, હથિયાર વગેરે વાપરવાં, દાઢી મૂછ સમારવી, તથા કાતરવી, કાતરવું, લોચ કરવો, પીંજવું, વણવું, ધોવું, ખાંડવું, દળવું, પિરસવું, કાંટો કાઢવો, ગાયો વગેરે દોહવી, જપની સંખ્યા કરવી, વાળ અથવા ફૂલ ગૂંથવાં, પુષ્પપૂજા કરવી વગેરે