________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૩૫
ધાર્યું. એક દિવસે "મારું માથું દુઃખે છે." એવા બહાનાથી તે સૂઈ રહી, અને ઘણી ઘણી બૂમો પાડવા લાગી. સસરાએ ઘણા ઉપાય કર્યા, ત્યારે તેણે કહ્યું "મને પહેલાં પણ કોઈ વખતે એવો દુઃખાવો થતો હતો, ત્યારે ઉંચા મોતીના ચૂર્ણના લેપથી તે મટતો." તે સાંભળીને સસરાને ઘણો હર્ષ થયો. તેણે તુરત ઉંચા મોતી મંગાવી વાટવાની તૈયારી કરી, એટલામાં વહુએ જે ખરી વાત હતી તે કહી.
ધર્મકૃત્યમાં ખરચ કરવું એ એક લક્ષ્મીનું વશીકરણ છે. કારણ કે તેમ કરવાથી જ તે સ્થિર થાય છે. કહ્યું છે કે – દાનથી ધનનો નાશ થાય છે, એમ તું કોઈ કાળે પણ સમજીશ નહીં. જુઓ કૂવા, બગીચા, ગાય વગેરે જેમ જેમ દેતા જાય છે, તેમ તેમ તેમની સંપદા વૃદ્ધિ પામે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે.
વિધાપતિનું દષ્ટાંત વિદ્યાપતિ નામે એક શ્રેષ્ઠી ઘણો ધનવાન હતો. લક્ષ્મીએ સ્વપ્નમાં આવી તેને કહ્યું કે, "હું આજથી દશમે દિવસે તારા ઘરમાંથી નીકળી જવાની છું.” પછી શ્રેષ્ઠીએ પોતાની સ્ત્રીના કહેવાથી સર્વે ધન તે જ દિવસે ધર્મના સાત ક્ષેત્રોમાં વાપર્યું, અને તે ગુરુ પાસેથી પરિગ્રહનું પ્રમાણ કરીને રાત્રે સુખે સુઈ રહ્યો. પ્રભાત સમયે જોયું તો પાછું ઘરમાં પહેલાંની માફક પરિપૂર્ણ ધન તેના જોવામાં આવ્યું, ત્યારે ફરીથી તેણે સર્વ ધન ધર્મકૃત્યમાં વાપર્યું. એમ કરતાં નવ દિવસ થયા. દશમે દિવસે ફરી સ્વપ્નમાં આવી લક્ષ્મીએ કહ્યું કે, તારા પુણ્યને લીધે હું તારા ઘરમાં જ ટકી રહી છું.” લક્ષ્મીનું આ વચન સાંભળી વિદ્યાપતિ શ્રેષ્ઠી પરિગ્રહ પરિમાણ વ્રતનો કદાચ ભંગ થાય, એવા ભયથી નગર મૂકી બહાર જઈ રહ્યો. એટલામાં કોઈ એક રાજા પછવાડે પુત્ર ન મૂકતાં મરી ગયો હતો, તેની ગાદીએ યોગ્ય પુરુષને બેસારવાને માટે પટ્ટહસ્તીની સૂંઢમાં મંત્રી વગેરે લોકોએ કળશ અભિષેક રાખ્યો હતો. તે હાથીએ આવી આ વિદ્યાપતિ શ્રેષ્ઠીને અભિષેક કર્યો. પછી આકાશવાણી થવા પ્રમાણે વિદ્યાપતિએ રાજા તરીકે જિનપ્રતિમાની સ્થાપના કરી રાજ્ય ચલાવ્યું, અને છેવટે તે પાંચમે ભવે મોક્ષ પામ્યો.
ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી થતા લાભ ન્યાયથી ધનનું ઉપાર્જન કરનાર માણસ ઉપર કોઈ શક રાખતું નથી, પણ જ્યાં ત્યાં તેની પ્રશંસા થાય છે. પ્રાયે તેની કોઈ પ્રકારની હાનિ થતી નથી, અને તેની સુખસમૃદ્ધિ વગેરે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. માટે ધનનું ઉપાર્જન કરવું તે ઉપર કહેલી રીત આ લોકમાં તથા પરલોકમાં લાભકારી છે. કેમકે પવિત્ર પુરુષો પોતાની શુદ્ધ ચાલચલગતના બળની મગરુરી હોવાથી સર્વ ઠેકાણે ધીરજથી વર્તે છે. પણ પાપી પુરુષો પોતાના કુકર્મથી હણાયેલા હોવાને લીધે સર્વ ઠેકાણે મનમાં શંકા રાખીને ચાલે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે એક કથા છે.
દેવ અને ચશ શેઠનું દણંત દેવ અને યશ નામે શેઠ બહુ પ્રીતિથી સાથે ફરતા હતા, કોઈ નગરને વિષે માર્ગમાં પડેલું રત્નજડિત કુંડલ તેમના જોવામાં આવ્યું. દેવ શ્રેષ્ઠી સુશ્રાવક, પોતાનાં વ્રતને દઢ વળગી રહેલો અને પર-ધનને સર્વ