________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૩૩
મનોરથ જેમ જેમ પૂર્ણ થતા જાય, તેમ તેમ તેનું મન વધુ લાભને માટે દુઃખી થતું જાય છે. જે માણસ આશાનો દાસ થયો તે ત્રણે જગતનો દાસ થયો. અને જેણે આશાને દાસી કરી તેણે ત્રણે જગતને પોતાના દાસ કર્યા.
ધર્મ, અર્થ અને કામનું સેવના ગૃહસ્થ પુરુષે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું એકબીજાને બાધ ન થાય તેવી રીતે સેવન કરવું. કેમકે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ લોકમાં મુખ્ય ગણાય છે. ડાહ્યા પુરુષો અવસર જોઈ ત્રણેનું સેવન કરે છે. તેમાં જંગલી હાથીની.જેમ ધર્મનો અને અર્થનો ત્યાગ કરીને ક્ષણિક વિષયસુખમાં આસક્ત થયેલો કયો માણસ આપદામાં નથી પડતો? જે માણસ વિષયસુખને વિષે ઘણી આસક્તિ રાખે છે, તેના ધનની, ધર્મની અને શરીરની પણ હાનિ થાય છે. ધર્મને અને કામને છોડી દઈને મળેલું ધન પારકા લોકો ભોગવે છે અને મેળવનાર પોતે હાથીને મારનાર સિંહની જેમ માત્ર પાપનો ભાગી થાય છે. અર્થ અને કામ છોડીને એકલા ધર્મની જ સેવા કરવી એ તો સાધુ મુનિરાજને શકય છે, ગૃહસ્થને નહીં. - ગૃહસ્થ પણ ધર્મને બાધા ઉપજાવીને અર્થનું તથા કામનું સેવન ન કરવું; કારણ કે – બીજભોજી (વાવવાને અર્થે રાખેલા દાણા ભક્ષણ કરનારા) કણબીની જેમ અધાર્મિક પુરુષનું પરિણામે કાંઈ પણ કલ્યાણ થતું નથી. સોમનીતિમાં પણ કહ્યું છે કે-જે માણસ પરલોકના સુખને બાધા ન આવે તેવી રીતે આ લોકનું સુખ ભોગવે તે સુખી કહેવાય. તેમજ અર્થને બાધા ઉપજાવીને ધર્મનું અને અર્થનું સેવન કરનારને સંસારી સુખનો લાભ ન થાય. આ રીતે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત થયેલા, મૂળભોજી (મૂળને ખાઈ જનાર) અને કૃપણ એ ત્રણે પુરુષના ધર્મ, અર્થ તથા કામને બાધા ઉત્પન્ન થાય છે.
જે માણસ કાંઈ પણ એકઠું નહીં કરતાં જેટલું ધન મળે તેટલું વિષયસુખને અર્થે જ ખરચે, તે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત કહેવાય. જે માણસ પોતાના બાપદાદાનું કરેલું નાણું અન્યાયથી ભક્ષણ કરે તે બીજભોજી કહેવાય અને જે માણસ પોતાના જીવનને, કુટુંબને તથા સેવકવર્ગને દુઃખ દઈને દ્રવ્યનો સંગ્રહ કરે, પણ યોગ્ય જેટલું ખરચવું જોઈએ તેટલું પણ ન ખરચે તે પણ કહેવાય. તેમાં ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત થયેલા અને મૂળભોજી એ બન્ને જણાનું નાણું નાશ પામે છે, તેથી તેમનાથી ધર્મ અને કામ સચવાતા નથી, માટે એ બન્ને જણાનું કલ્યાણ થતું નથી.
કુપણે કરેલો દ્રવ્યસંગ્રહ હવે કૃપણે કરેલો દ્રવ્યનો સંગ્રહ પારકો કહેવાય છે. રાજા, ભાયાત, ભૂમિ, ચોર આદિ લોકો કૃપણના ધનના ધણી થાય છે, તેથી તેનું ધન ધર્મના અથવા કામના ઉપયોગમાં આવતું નથી. કેમકે જે ધનને ભાંડુ ઈચ્છે, ચોર લૂંટે, કાંઈ છળભેદ કરી રાજાઓ હરણ કરે, ક્ષણમાત્રમાં અગ્નિ ભસ્મ કરી નાખે, જળ ડુબાવે, ભૂમિમાં દાટયું હોય તે યક્ષ હરણ કરે, પુત્રો દુરાચારી હોય તો બળાત્કારથી ખોટે માર્ગે ઉડાડે, તે ધણીના તાબામાં રહેલા ધનને ધિક્કાર થાઓ. પોતાના પુત્રને લાડ લડાવનાર પતિને જેમ દુરાચારિણી સ્ત્રી હસે છે. તેમ મૃત્યુ શરીરની રક્ષા કરનારને અને પૃથ્વી ધનની રક્ષા કરનારને હસે છે. કીડીઓએ સંગ્રહ કરેલું ધાન્ય, મધમાખીઓએ ભેગું કરેલું મધ અને કૃપણે મેળવેલું ધન એ ત્રણે વસ્તુ