________________
૨૩૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
રહેલાને અર્થે વિષમિશ્રિત અન લાવ્યા. બહાર રહેલા બે જણાએ ગામમાંથી આવતા બે જણાને ખગપ્રહારથી મારી નાખી પોતે વિષમિશ્રિત અન્ન ભક્ષણ કર્યું. આ રીતે ચાર જણા મરણ પામ્યા. એ પાપઋદ્ધિ ઉપર દષ્ટાંત છે.
માટે દરરોજ દેવપૂજા, અન્નદાન આદિ પુણ્ય તથા સંઘપૂજા, સાધર્મિકવાત્સલ્ય વગેરે અવસરે પુણ્ય કરીને પોતાની લક્ષ્મી ધર્મકૃત્યે લગાડવી. સાધર્મિક વાત્સલ્ય વગેરે અવસરનાં પુષ્પો ઘણા દ્રવ્યનો વ્યય કરવાથી થાય છે અને તેથી તે શ્રેષ્ઠ પણ કહેવાય છે અને દરરોજ થતાં પુષ્પો નાનાં કહેવાયાં છે, એ વાત સત્ય છે, તો પણ દરરોજનાં પુણ્ય નિત્ય કરતા રહીએ તો તેથી પણ મોટું ફળ ઉત્પન્ન થાય છે. માટે દરરોજનાં પુણ્ય કરીને જ અવસરનાં પુણ્ય કરવાં એ ઉચિત છે. ધન અલ્પ હોય તથા બીજાં એવા જ કારણ હોય તો પણ ધર્મકૃત્ય કરવામાં વિલંબાદિક ન કરવો. કહ્યું છે કે થોડું ધન હોય તો થોડામાંથી થોડું પણ આપવુ, પણ મોટા ઉદયની અપેક્ષા ન રાખવી. ઈચ્છા માફક દાન આપવાની શક્તિ કયારે? કોને મળવાની? આવતી કાલે કરવા ધારેલું ધર્મકાર્ય આજે જ કરવું. પાછલે પહોરે કરવા ધારેલું ધર્મકાર્ય બપોર પહેલાં જ કરવું; કારણ કે મૃત્યુ આવશે ત્યારે એમ નહીં વિચાર કરે કે, "એણે પોતાનું કર્તવ્ય કેટલું કર્યું છે અને કેટલું બાકી રાખ્યું છે?"
દ્રવ્યોપાર્જનનો યત્ન નિરંતર કરવો. દ્રવ્ય ઉપાર્જન કરવાનો પણ યથાયોગ્ય ઉદ્યમ પ્રતિદિન કરવો, કેમકે - વણિક, વેશ્યા, કવિ, ભટ્ટ, ચોર, ઠગારા, બ્રાહ્મણ એટલા લોકો જે દિવસે કાંઈ પણ લાભ ન થાય તે દિવસ નકામો માને છે. થોડી લક્ષ્મી મળવાથી ઉદ્યમ છોડી ન દેવો. માઘ કવિએ કહ્યું છે કે-જે પુરુષ થોડા પૈસા મળવાથી પોતાને સારી સ્થિતિમાં આવેલો માને, તેનું દૈવ પણ પોતાનું કર્તવ્ય કર્યું એમ જાણી તેની સંપત્તિ વધારતું નથી, એમ મને લાગે છે.
અતિ લોભ પણ ન કરવો. અતિ લોભ પણ ન કરવો. લોકમાં પણ કહ્યું છે કે-અતિ લોભ ન કરવો તથા લોભનો સમૂળ ત્યાગ પણ ન કરવો. અતિ લોભને વશ થયેલો સાગરશ્રેષ્ઠી સમુદ્રમાં બુડીને મરણ પામ્યો.
હદ વિનાની ઈચ્છા જેટલું ધન કોઈને પણ મળવાનો સંભવ નથી, રંક પુરુષ ચક્રવર્તીપણું વગેરે ઉચ્ચ પદવીની ઈચ્છા કરે, તો પણ તે તેને કોઈ વખતે મળવાનું નથી, ભોજન, વસ્ત્ર આદિ તો ઈચ્છા પ્રમાણે મળી શકે. કહ્યું છે કે-ઈચ્છા માફક ફળ મેળવનાર પુરુષે પોતાની યોગ્યતા માફક ઈચ્છા કરવી. લોકમાં પણ પરિમિત પ્રમાણવાળી) વસ્તુ માગે તો મળે છે અને અપરિમિત પ્રમાણ વિનાની) માગે તો મળતી નથી. માટે પોતાના ભાગ્ય આદિના અનુસારથી જ ઈચ્છા રાખવી.
જે માણસ પોતાની યોગ્યતા કરતાં અધિક જ ઈચ્છા કર્યા કરે, તેને ઈચ્છિત વસ્તુનો લાભ ન થવાથી હંમેશાં દુ:ખી જ રહેવું પડે છે. નવાણું લાખ ટંકનો અધિપતિ છતાં ક્રોડપતિ થવાને અર્થે અહોનિશ ઘણી ચિંતા કરનાર શ્રેષ્ઠીનાં તથા એવાં જ બીજાં દાંત અહિં જાણવાં, વળી કહ્યું છે કે-માણસોના