________________
૨૪૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સ્વામીના ઉપકારનો બદલો કોઈ મહાન ધનવાન પુરુષ એકાદ દરિદ્રી માણસને ધન વગેરે આપીને સારી અવસ્થામાં લાવે અને તે માણસ સારી અવસ્થામાં આવ્યો તે વખતની જેમ તે પછી ઘણી ભોગ્ય વસ્તુના સંગ્રહનો ભોગવનારો એવો રહે. પછી તે માણસને સારી સ્થિતિમાં લાવનાર ધનવાન પુરુષ કોઈ વખતે પોતે દરિદ્રી થઈ પૂર્વે જે દરિદ્રી હતો તે માણસ પાસે શીધ્ર આવે ત્યારે તે માણસ પોતાના તે ધણીને જો સર્વસ્વ આપે તો પણ તેનાથી તે ધણીના ઉપકારનો બદલો વાળી શકાય નહીં, પરંતુ જો તે માણસ પોતાના ધણીને કેવલિભાષિત ધર્મ કહી સમજાવી અને અંતર્ભેદ સહિત પ્રરૂપીને તે ધર્મને વિષે સ્થાપન કરનારો થાય તો જ તેનાથી ધણીના ઉપકારનો બદલો વાળી શકાય.
ધમચિાર્યના ઉપકારનો બદલો કોઈ પુરુષ સિદ્ધાંતમાં કહેલા લક્ષણવાળો એવા શ્રમણ ધર્માચાર્યની પાસે જો ધર્મ સંબંધી ઉત્તમ એક જ વચન સાંભળી મનમાં તેનો બરાબર વિચાર કરી મરણનો સમય આવે મરણ પામી કોઈ દેવલોકને વિશે દેવતાપણે ઉત્પન્ન થાય. પછી તે દેવતા પોતાના તે ધર્માચાર્યને જો દુર્ભિક્ષવાળા દેશમાંથી સુભિક્ષ દેશમાં લાવી મૂકે, વિકરાળ જંગલમાંથી પાર ઉતારે, અથવા કોઈ દીર્ધકાળના રોગથી પીડાતા તે ધર્માચાર્યને તેમાંથી મૂકાવે, તો પણ તેનાથી તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી ન શકાય.
પણ તે પુરુષ કેવલિભાપિત ધર્મથી ભ્રષ્ટ થયેલા તે ધર્માચાર્યને કેવલિભાષિત ધર્મ કહી સમજાવી, અંતર્ભેદ સહિત પ્રરૂપી ફરી વાર તે ધર્મને વિશે સ્થાપન કરનારો થાય, તો જ તે પુરુષથી તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી શકાય.
માતપિતાની સેવા કરવા ઉપર, પોતાનાં આંધળાં માબાપને કાવડમાં બેસાડી કાવડ પોતે ઉંચકી તેમને તીર્થયાત્રા કરાવનાર શ્રવણનું દષ્ટાંત જાણવું. માબાપને કેવળીભાષિત ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પિતાજીને દીક્ષા દેનાર શ્રી આરક્ષિતસૂરિનું અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થયે છતે પણ માબાપને પ્રતિબોધ થાય ત્યાં સુધી નિરવદ્ય વૃત્તિએ ઘરમાં રહેલા કૂર્માપુત્રનું દષ્ટાંત જાણવું.
પોતાના શેઠને ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પ્રથમ કોઈ મિથ્યાત્વી શ્રેષ્ઠીના મુનિમપણાથી પોતે મોટો થયેલો, અને વખત જતાં દુર્ભાગ્યથી દરિદ્રી થયેલા મિથ્યાત્વી શેઠને પૈસા વગેરે આપીને ફરીથી તેને મોટો શેઠ બનાવનાર અને શ્રાવક ધર્મને વિષે સ્થાપન કરનાર જિનદાસ શેઠનું દષ્ટાંત જાણવું. પોતાના ધર્માચાર્યને ફરીથી ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર નિદ્રા વગેરે પ્રમાદમાં પડેલા સેલનાચાર્યને બોધ કરનાર પંથક શિષ્યનું દષ્ટાંત જાણવું. આ વગેરે પિતા સંબંધી ઉચિત આચરણ છે. માતા સંબંધી ઉચિત આચરણ પણ પિતાની જેમ જ સમજવું.
માતાના ઉચિતની વિશેષતા હવે માતા સંબંધી ઉચિત આચરણમાં કહેવા યોગ્ય છે - તે કહે છે. માતા સંબંધી ઉચિત આચરણ પિતા સરખું છે છતાં પણ તેમાં એટલું વિશેષ છે કે, માતા જાતે સ્ત્રી