________________
૨૩૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
અનર્થ સમાન ગણનારો હોવાથી પાછો વળ્યો, યશશ્રેષ્ઠી પણ તેની સાથે પાછો વળ્યો, "પડેલી વસ્તુ લેવામાં બહુ દોષ નથી." એમ વિચારી તેણે દેવ શ્રેષ્ઠીની નજર ચૂકાવીને કુંડલ ઉપાડયું અને પાછું મનમાં એમ વિચાર્યું કે,
મારા મિત્રને ધન્ય છે, કારણ કે, એનામાં એવી અલૌકિક નિર્લોભતા વસે છે. તો પણ યુક્તિથી હું એને આ કુંડલમાં ભાગીદાર કરીશ.” આમ વિચારી યશશ્રેષ્ઠીએ કુંડલ છૂપું રાખ્યું અને બીજે શહેરે જઈ તે કંડલના દ્રવ્યથી ઘણું કરીયાણું ખરીધું, અનુક્રમે બને શ્રેષ્ઠી પોતાને ગામે આવ્યા. લાવેલા કરીયાણાની વહેંચણી કરવાના અવસરે ઘણું કરીયાણું જોઈ દેવશ્રેષ્ઠીએ આગ્રહથી તેનું કારણ પૂછ્યું. યશશ્રેષ્ઠીએ પણ જે વાત હતી તે કહી.
દેવશ્રેષ્ઠીએ કહ્યું "અન્યાયથી મેળવેલું એ કોઈ પણ રીતે સંઘરવા યોગ્ય નથી; કેમકે, જેમ કાંજી અંદર પડે તો દૂધનો નાશ થાય છે, તેમ એ ધન લીધાથી પોતાનું ન્યાયથી ઉપાર્જેલું ધન પણ એની સાથે અવશ્ય નાશ પામે છે.” એમ કહી દેવશ્રેષ્ઠીએ તે સર્વ અધિક કરિયાણું હતું તે જુદું કરી યશશ્રેષ્ઠીને આપ્યું. "પોતાની મેળે ચાલ્યું આવેલું ધન કોણ મૂકે?" એવા લોભથી યશશ્રેષ્ઠી સર્વ કરિયાણું પોતાની વખારે લઈ ગયો, તે જ દિવસની રાત્રીએ ચોરોએ યશશ્રેષ્ઠીની વખારે ધાડ પાડી, સર્વ કરિયાણું લઈ ગયા. પ્રભાતકાળમાં કરિયાણાના ગ્રાહક ઘણા આવ્યા, તેથી બમણું તથા તેથી પણ વધારે મૂલ્ય મળવાથી દેવશ્રેષ્ઠીને લાભ થયો. તેથી યશશ્રેષ્ઠી પણ પસ્તાવો થવાથી સુશ્રાવક થયો અને શુદ્ધ વ્યવહારથી ધન ઉપાર્જીને સુખ પામ્યો.
આ રીતે ન્યાયથી તથા અન્યાયથી ધન પેદા કરવા ઉપર બે મિત્રોની કથા કહી, આ વિષય ઉપર લૌકિક શાસ્ત્રમાં નીચે મુજબ દગંત છે.
સોમરાજાનું દષ્ટાંત ચંપાનગરીમાં સોમ નામે રાજા હતો. તેણે "સુપર્વને વિષે દાન આપવા યોગ્ય સારું દ્રવ્ય કયું? અને દાન લેવાને સુપાત્ર કોણ?” એવું મંત્રીને પૂછયું. મંત્રીએ કહ્યું, આ નગરમાં એક સુપાત્ર બ્રાહ્મણ છે, પણ ન્યાયથી ઉપાર્જન કરેલા શુભ દ્રવ્યનો યોગ મળવો સર્વ લોકોને અને વિશેષે કરી રાજાને દુર્લભ છે. કેમકે જેમ સારા બીજનો અને સારા ક્ષેત્રનો યોગ મળવો કઠણ છે, તેમ શુદ્ધ મનનો દાતા અને યોગ્ય ગુણને ધરાવનાર પાત્ર એ બન્નેનો યોગ મળવો પણ દુર્લભ છે.
તે સાંભળી સોમ રાજાએ પર્વ ઉપર પાત્રે દાન દેવાના હેતુથી કોઈ ન જાણે તેવી રીતે વેષ બદલીને રાત્રિને સમયે વણિક લોકોની દુકાને જઈ સાધારણ વણિક પુરુષને કરવા યોગ્ય કામ આઠ દિવસ સુધી કરી તેના બદલામાં આઠ દ્રમ્પ ઉપાર્જન કર્યા. પર્વ આવેથી સર્વબ્રાહ્મણોને નિમંત્રણ કરી સુપાત્ર બ્રાહ્મણને બોલાવવા સારું મંત્રીને મોકલ્યો. મંત્રીએ તે બ્રાહ્મણને બોલાવતાં તેણે કહ્યું કે -
"જે બ્રાહ્મણ લોભથી રાજા પાસેથી દાન લે, તે તમિસ્ત્રાદિક ઘોર નરકમાં પડી દુઃખી થાય. રાજાનું દાન મધમાં મિશ્ર કરેલા ઝેર સરખું છે. અવસર આવ્યે પોતાના પુત્રનું માંસ ખાવું તે સારું, પણ રાજા