________________
૨૩૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૩. અન્યાયથી ઉપાર્જેલું ધન અને સુપાત્રદાન એ બેના મળવાથી ત્રીજો ભાંગો થાય છે. સારા ક્ષેત્રમાં હલકું બીજ વાવવાથી જેમ અંકુર માત્ર ઊગે છે, પણ ધાન્ય નીપજતું નથી, તેમ આનાથી પરિણામે સુખનો સંબંધ થાય છે. તેથી રાજાઓ, વ્યાપારીઓ અને ઘણા આરંભથી ધન મેળવનાર લોકોને તે માનવા લાયક થાય છે. કેમ કે – એ લક્ષ્મી ૧કાશયષ્ટિની જેમ શોભા વિનાની અને રસ વિનાની છતાં પણ ધન્યપુરુષોએ તેને માત્ર ક્ષેત્રોમાં લાવીને સેલડી સમાન કરી, ગાયને ખોળ આપતાં તેનું પરિણામ દૂધ જેવું થાય છે. અને દૂધ સર્પને આપતાં તેનું ઝેરના રૂપમાં પરિણામ આવે છે. સુપાત્રે અને કુપાત્રે વસ્તુનો ઉપયોગ કરવાથી એનાં ભિન્ન ભિન્ન પરિણામ નિપજે છે, માટે સુપાત્રે દાન કરવું એ જ ઉત્તમ છે.
સ્વાતિ નક્ષત્રનું જળ સર્પના મુખમાં પડે તો ઝેર અને છીપના સંપુટમાં પડે તો મોતી થાય છે, જુઓ, તે જ સ્વાતિ નક્ષત્ર અને તે જ જળ, પણ પાત્રના ફેરફારથી પરિણામમાં કેટલો ફેર પડે છે? આ વિષય ઉપર આબુ પર્વત ઉપર જિનમંદિર કરાવનાર વિમળમંત્રી વગેરેનાં દાંત લોકપ્રસિદ્ધ છે. મોટા આરંભ-સમારંભ વગેરે અનુચિત કર્મ કરીને ભેગું કરેલું ધન ધર્મકૃત્યમાં ન વાપરે તો, તે ધનથી આ લોકમાં અપયશ અને પરલોકમાં નરક પ્રાપ્ત થાય. અહીં મમ્મણ શ્રેષ્ઠી વગેરેનાં દષ્ટાંત જાણવાં.
અન્યાયથી મેળવેલું ધન અને કુપાત્ર દાન એ બેના યોગથી ચોથો ભાંગો થાય છે. એથી માણસ આ લોકમાં સપુરુષોને ધિક્કારવા યોગ્ય થાય છે અને પરલોકમાં નરકાદિક દુર્ગતિમાં જાય છે માટે એ ચોથો ભાંગો વિવેકી પુરુષોએ અવશ્ય તજવો. કેમ કે - અન્યાયથી મેળવેલા ધનનું દાન આપવામાં બહુ દોષ છે. ગાયને મારી તેના માંસથી કાગડાને તૃપ્ત કરવા જેવી આ વાત છે. અન્યાય મેળવેલા ધનથી લોકો જે શ્રાદ્ધ કરે છે, તેથી ચંડાલ, ભિલ અને એવા જ (બુક્કસ) હલકી જાતનાં લોકો ધરાઈ રહે છે.
ન્યાયથી મેળવેલું થોડું પણ ધન જો સુપાત્રે આપે તો, તેથી કલ્યાણ થાય છે, પરંતુ અન્યાયથી મેળ વેલું ઘણું ધન આપે તો પણ તેથી કાંઈ ખરૂં ફળ નીપજવાનું નથી. અન્યાયે મેળવેલા ધનથી જે માણસ પોતાના કલ્યાણની ઈચ્છા રાખતો હોય તે કાલકૂટ નામે ઝેરનું ભક્ષણ કરી જીવવાની આશા રાખે છે. અન્યાયે મેળવેલા ધન ઉપર પોતાનો નિર્વાહ ચલાવનાર ગૃહસ્થ પ્રાયે અન્યાયના માર્ગે ચાલનારો, કલહ કરનારો, અહંકારી અને પાપકર્મી હોય છે. અહીં રંક શ્રેષ્ઠી વગેરેનાં દષ્ટાંત જાણવાં. રંક શ્રેષ્ઠીની કથા નીચે પ્રમાણે છે.
અન્યાયથી મેળવેલ ધનથી દુખી થનાર રંકશેઠનું દષ્ટાંત મારવાડ દેશમાં પાલી ગામમાં કાકૂયાક અને પાતાક નામે બે ભાઈ હતા. તેમાં નાનો ભાઈ પાતાક ધનવંત અને મોટો ભાઈ કાયાક બહુ દરિદ્રી હતો. મોટો ભાઈ દરિદ્રી હોવાથી નાનાને ઘેર ચાકરી કરી પોતાનો નિર્વાહ કરે. એક સમયે વર્ષાકાળમાં દિવસે બહુ મહેનત કરવાથી થાકી ગયેલા કાકૂયાક રાત્રિએ સૂઈ રહ્યો, એટલામાં પાતાકે સંભો દઈને કહ્યું કે, "ભાઈ આપણા ખેતરોના કયારામાં પાણી ઘણું ભરાઈ ગયાથી ફાટી ગયા, છતાં તને કાંઈ તેની ચિંતા નથી?" એવો ઠપકો સાંભળી તુરત પોતાની ૧. એક જાતની ઘાસની સાંઠી.