________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૩૯
પથારી છોડી કાકૂયાક દરિદ્રી પારકે ઘેર ચાકરી કરનારા પોતાના જીવની નિંદા કરતો છતાં કોદાળા લઈ ખેતરે ગયો; અને કેટલાક લોકોને ફાટી ગયેલા કયારડાને ફરીથી સમા કરતા જોઈ તેણે પૂછયું, "તમે કોણ છો?" તેના જવાબમાં તેમણે કહ્યું કે, "અમે તારા ભાઈના ચાકર છીએ." પાછું કાકૂયાકે પૂછયું કે, "મારા ચાકર કોઈ ઠેકાણે છે?" તેમણે કહ્યું કે, "વલભીપુરમાં છે.”
અનુક્રમે કેટલોક સમય ગયા પછી અવસર મળતાં જ કાકૂયાક પોતાનો પરિવાર સાથે લઈ વલભીપુર ગયો. ત્યાં ગોપુરમાં ભરવાડ લોકો રહેતા હતા, તેમની પાસે એક ઘાસનું ઝુંપડું બાંધી તે લોકોની મદદથી જ એક નાની દુકાન કાઢીને રહ્યો. કાકૂયાક શરીરે બહુ દૂબળો હોવાથી ભરવાડ લોકો તેને "રંકશ્રેષ્ઠી” એવા નામથી બોલાવવા લાગ્યા. એક સમયે કોઈ કાર્પટિક શાસ્ત્રમાં કહેલા કલ્પ પ્રમાણે ગિરનાર પર્વત ઉપર સિદ્ધ કરેલો કલ્યાણરસ તુંબડીમાં લઈ આવતો હતો. એટલામાં વલભીપુરના નજદીકના ભાગમાં આવતા "કાકૂ તુંબડી” એવી વાણી કલ્યાણરસમાંથી નીકળી. તે સાંભળી ડરી ગયેલા કાપેટિકે વલભીપુરના પરામાં કપટી એવા કાકૂયાકના ઘરમાં કલ્યાણરસની તુંબડી થાપણ મૂકી, પોતે સોમનાથની યાત્રાએ ગયો.
એક વખતે કોઈ પર્વ આવે કાકૂયાકના ઘરમાં પાકવિશેષ વસ્તુ તૈયાર કરવાની હોવાથી ચુલા ઉપર તાવડી મૂકી, તે તાવડી ઉપર પેલા તુંબડીના કાણામાંથી એક ટપકું પડી ગયું. અગ્નિનો સંયોગ થતાં જ તે તાવડી સુવર્ણમય થયેલી જોઈ કાકૂયાકે નિશ્ચયથી જાણ્યું કે, "આ તુંબડીમાં કલ્યાણરસ છે.” પછી તેણે ઘરમાંની સર્વ સારી વસ્તુ અને તે તુંબડી બીજે સ્થળે રાખી તે ઝુંપડું સળગાવી દીધું, અને બીજે ગોપુરે એક ઘર બંધાવીને રહ્યો, ત્યાં એકવાર એક સ્ત્રી ઘી વેચવા આવી, તેનું ઘી તોળી લેતાં કાકૂયાકની નજરમાં એમ આવ્યું કે ગમે તેટલું ઘી કાઢતાં પણ એ ઘીનું પાત્ર ખાલી થતું નથી તે ઉપરથી કાકૂયાકે નિશ્ચય કર્યો કે એ પાત્રની નીચે ઉઢાણી છે તે કાળી ચિત્રવેલીની છે.” પછી તેણે કોઈ બહાનું કરીને તે કુંડલિકા લીધી.
આ રીતે જ કપટ કરી તેણે ખોટાં ત્રાજવાંથી અને ખોટાં માપથી વ્યાપાર કર્યો. પાપાનુબંધી પુણ્ય જોરાવર હોવાથી તેવા વ્યાપારમાં પણ રંકશ્રેષ્ઠીને ઘણા ધનનો લાભ થયો. એક સમયે કોઈ સુવર્ણસિદ્ધિ કરનાર પુરુષ તેને મળ્યો, ત્યારે તેણે છળભેદ કરી તેને ઠગીને સુવર્ણસિદ્ધિ ગ્રહણ કરી, આ રીતે ત્રણ પ્રકારની સિદ્ધિ હાથ આવવાથી રક શ્રેષ્ઠી કેટલાક કરોડો ધનનો માલિક થયો. પોતાનું ધન કોઈ તીર્થે, સુપાત્રે તથા અનુકંપા દાનમાં યથેચ્છ વાપરવાનું દૂર રહ્યું, પણ અન્યાયથી મેળવેલા ધન ઉપર નિર્વાહ કરવાનું તથા પૂર્વની ગરીબ સ્થિતિ અને પાછળથી મળેલી ધનસંપદાનો પાર વિનાનો અહંકાર એવા કારણોથી રંકશ્રેષ્ઠીએ, સર્વ લોકોને ઉખેડી નાંખ્યા, બીજા ધનવાન લોકોની સાથે હરીફાઈ તથા મત્સર વગેરે કરવા આદિ દુષ્ટ કામો કરી પોતાની લક્ષ્મી લોકોને પ્રલયકાળની રાત્રી સરખી ભયંકર દેખાડી.
એક સમયે રંકશ્રેષ્ઠીની પુત્રીની રત્નજડિત કાંસકી બહુ સુંદર હોવાથી રાજાએ પોતાની પુત્રી માટે માગી, પણ તે શેઠે આપી નહીં. ત્યારે રાજાએ બળાત્કારથી તે કાંસકી લીધી. તેથી રાજા ઉપર રોષ કરી રંકશ્રેષ્ઠી મ્લેચ્છ લોકોના રાજ્યમાં ગયો અને ત્યાં કોડો સોનૈયા ખરચી મોગલ લોકોને વલ્લભીપુર ઉપર ચઢાઈ કરવા લઈ આવ્યો. મોગલોએ વલ્લભીપુરના રાજ્યના તાબાનો દેશ ભાંગી નાખ્યો, ત્યારે