________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૨૧
વિશ્વાસઘાત ઉપર વિસેમીરાનું દષ્ટાંત વિશાલા નગરીમાં નંદ નામે રાજા, ભાનુમતી નામે રાણી, વિજયપાળ નામે પુત્ર અને બહુશ્રુત નામે દિવાન હતા. નંદરાજા ભાનુમતી રાણીને વિષે ઘણો મોહિત હોવાથી તે રાજ્યસભામાં પણ રાણીને પાસે બેસાડતો હતો. જે રાજાના વૈદ્ય, ગુરુ અને દિવાન પ્રસન્નતા રાખવાને અર્થે કેવળ મધુર વચન બોલનારા જ હોય, રાજાનો કોપ થાય એવા ભયથી સત્ય વાત પણ કહે નહીં, તે રાજાના શરીરનો, ધર્મનો અને ભંડારનો વખત જતાં નાશ થાય. એવું નીતિશાસ્ત્રનું વચન હોવાથી રાજાને સત્ય વાત કહેવી એ આપણું કર્તવ્ય છે.
એમ વિચારી દિવાને રાજાને કહ્યું કે, "મહારાજ ! સભામાં રાણી સાહેબને પાસે રાખવાં એ ઘટિત નથી. કેમકે - રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રીઓ એ ચાર વસ્તુ બહુ પાસે હોય તો વિનાશ કરે છે અને બહુ દૂર હોય તો તે પોતાનું ફળ બરાબર આપી શકતી નથી, માટે ઉપર કહેલી ચારે વસ્તુ બહુ પાસે અથવા બહુ દૂર ન રાખતાં સેવવી. માટે રાણીની એક સારી છબી ચિતરાવી તે પાસે રાખો.
નંદરાજાએ દીવાનની વાત સ્વીકારી. એક છબી ચિતરાવી શારદાનંદન નામે પોતાના ગુરુને દેખાડી. શારદાનંદને પોતાની વિદ્વત્તા બતાવવા કહ્યું કે, "રાણીના ડાબા સાથળ ઉપર તલ છે. તે આ ચિત્રમાં બતાવ્યો નથી." ગુરુના આ વચનથી રાજાના મનમાં રાણીના શીલને વિષે શક આવ્યો, તેથી તેણે શારદાનંદનને મારી નાંખવા દિવાનને હુકમ આપ્યો.
લાંબી નજરવાળા દિવાને વિચાર કર્યો કે "કોઈ સહસા કાર્ય ન કરવું. વિચાર ન કરવો એ મોટા સંકટોનું સ્થાનક છે. સદ્ગુણોથી લલચાયેલી સંપદાઓ પ્રથમ પૂર્ણ વિચાર કરીને પછી કાર્ય કરનારને પોતે આવીને વરે છે. પંડિત પુરુષોએ શુભ અથવા અશુભ કાર્ય કરતાં પહેલાં તેના પરિણામનો યત્નથી નિર્ણય કરવો; કારણ કે અતિશય ઉતાવળથી કરેલા કામનું પરિણામ શલ્યની જેમ મરણ સુધી હૃદયમાં વેદના ઉત્પન્ન કરે છે.
એવાં નીતિશાસ્ત્રનાં વચન તેને યાદ આવ્યાં, તેથી તેણે પોતાના ઘરમાં શારદાનંદનને છૂપાવી રાખો. એક વખતે વિજયપાળ રાજપુત્ર શિકાર રમતાં એક સૂઅરની પછવાડે બહુ દૂર ગયો. સંધ્યાસમયે એક સરોવરનું પાણી પીને રાજપુત્ર વાઘના ભયથી એક ઝાડ ઉપર ચઢયો. ત્યાં વ્યંતરાધિષ્ઠિત વાનર હતો, તેના ખોળામાં પહેલાં રાજપુત્ર સૂઈ રહ્યો અને પછી રાજપુત્રના ખોળામાં વાનર સૂતો હતો.
એટલામાં ભૂખથી પીડાયેલા વાઘના વચનથી રાજપુત્રે વાનરને નીચે નાંખો. વાનર વાઘના મુખમાં પડ્યો હતો, પણ વાઘ હસ્યો, ત્યારે તે મુખમાંથી બહાર નીકળ્યો અને રૂદન કરવા લાગ્યો. વાધે રૂદન કરવાનું કારણ પૂછવાથી વાનરે કહ્યું કે, "હે વાઘ ! પોતાની જાતિ મૂકીને જે લોકો પરજાતિને વિષે આસક્ત થાય, તેમને ઉદ્દેશીને હું એટલા માટે રૂદન કરું છું કે, તે જડ લોકોની શી ગતિ થશે?"
પછી એવા વચનથી તથા પોતાના કૃત્યથી શરમાયેલા રાજપુત્રને તેણે ગાંડો કર્યો. ત્યારે રાજપુત્ર વિસેમિરા, વિસેમિરા, એમ કહેતો જંગલમાં ભટકવા લાગ્યો. રાજપુત્રનો ઘોડો એકલો જ નગરમાં જઈ