________________
૨૨૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
થાય નહીં. તેમજ કહ્યું છે કે-તૃણ, ધાન્ય, મીઠું, અગ્નિ, જળ, કાજળ, છાણ, માટી, પથ્થર, રક્ષા, લોઢું, સોય, ઔષધીચૂર્ણ અને કૂંચી વગેરે વસ્તુઓ પોતાનું કાર્ય પોતે જ કરી શકે, પણ બીજી વસ્તુથી થાય નહીં.
દુર્જનો સાથે કેવી રીતે વર્તવું દુર્જનની સાથે પણ વચનની સરળતા આદિ દાક્ષિણ્યતા રાખવી. કહ્યું છે કે મિત્રને શુદ્ધ મનથી, બાંધવોને સન્માનથી, સ્ત્રીઓને પ્રેમથી, સેવકને દાનથી અને બીજા લોકોને દાક્ષિણ્યતાથી વશ કરવા.
કોઈ વખતે પોતાની કાર્યસિદ્ધિને અર્થે ખળ પુરુષોને પણ અગ્રેસર કરવા. કેમકે-કોઈ સ્થળે પળ પુરુષોને પણ અગ્રેસર કરીને જાણ પુરુષે સ્વકાર્ય સાધવું. રસને ચાખનારી જિદ્દા, કલહ, ફલેશ કરવામાં નિપુણ એવા દાંતોને અગ્રેસર કરી પોતાનું કાર્ય સાધે છે. કાંટાનો સંબંધ કર્યા વિના પ્રાયઃ નિર્વાહ થતો નથી. જુઓ, ક્ષેત્ર, ગ્રામ, ગૃહ, બગીચા આદિ વસ્તુની રક્ષા કાંટાવડે જ થાય.
પ્રીતિ હોય ત્યાં લેણ-દેણ ન કરવી જ્યાં પ્રીતિ હોય ત્યાં દ્રવ્યસંબંધ આદિ રાખવા જ નહીં. જ્યાં મૈત્રી કરવાની ઈચ્છા ન હોય ત્યાં દ્રવ્યસંબંધ કરવો અને પોતાની પ્રતિષ્ઠાનો ભંગ થાય એવા ભયથી જ્યાં ત્યાં ઉભા ન રહેવું. સોમનીતિને વિષે પણ કહ્યું છે કે - જ્યાં દ્રવ્યસંબંધ અને સહવાસ એ બે હોય ત્યાં કલહ થયા વિના રહે નહીં, પોતાના મિત્રને ઘેર પણ કોઈ સાક્ષી વિના થાપણ મૂકવી નહીં, તેમજ પોતાના મિત્રને હાથે દ્રવ્ય મોકલવું પણ નહીં; કારણ કે અવિશ્વાસ ધનનું મૂળ છે અને વિશ્વાસ અનર્થનું મૂળ છે.
કહ્યું છે કે-વિશ્વાસુ તથા અવિશ્વાસુ બન્ને માણસો ઉપર વિશ્વાસ ન રાખવો, કારણ કે વિશ્વાસથી ઉત્પન્ન થયેલો ભય મૂળથી નાશ કરે છે. એવો કોણ મિત્ર છે કે જે ગુપ્ત થાપણ મૂકી હોય તો તેનો લાભ ન કરે ? કહ્યું છે કે-શેઠ પોતાના ઘરમાં કોઈની થાપણ આવી પડે ત્યારે તે પોતાના દેવતાની સ્તુતિ કરીને કહે છે કે જો એ થાપણનો સ્વામી શીધ્ર મરણ પામે તો તને માનેલી વસ્તુ આપીશ." વળી એમ પણ કહ્યું છે કે-ધન અનર્થનું મૂળ છે, પણ જેમ અગ્નિ વિના, તેમ તે ધન વિના ગૃહસ્થનો નિર્વાહ કોઈ પણ રીતે થાય નહીં; માટે વિવેકી પુરુષે ધનનું અગ્નિની જેમ રક્ષણ કરવું. આ વિષય ઉપર ધનેશ્વર શ્રેષ્ઠીનું દાંત નીચે આપ્યું છે.
ધનેશ્વર શેઠનું દષ્ટાંત ધનેશ્વર નામે એક શેઠ હતો. તેણે પોતાના ઘરમાંની સર્વ સારી વસ્તુ એકઠી કરી તેનું રોકડું નાણું કરી એકેકનું ક્રોડ ક્રોડ સોનૈયા દામ ઉપજે, એવાં આઠ રત્ન વેચાતાં લીધાં, અને કોઈને જાણે તેવી રીતે પોતાના એક મિત્રને ત્યાં અમાનત મૂક્યાં. પછી પોતે ધન મેળવવા માટે પરદેશ ગયો. ત્યાં બહુ કાળ રહ્યા પછી દુર્દેવના યોગથી ઓચિંતી શરીરે માંદગી થઈ. કહ્યું છે કે-પુરુષ મચકુંદના ફૂલ સરખા શુદ્ધ મનમાં કાંઈ જૂદું જ ચિંતવે છે અને દૈવયોગથી કાંઈ જૂદું જ થાય છે.