________________
પ્રથમ દિનનૃત્યપ્રકાશ
૨૨૫
ધન છે ?” ત્યારે મહણસિંહે કહ્યું કે, "હું ચોપડામાં લેખ જોઈને પછી કહીશ.” એમ કહી મહણસિંહે સર્વ લેખ સમ્યક્ પ્રકારે જોઈ બાદશાહને સાચે સાચું કહ્યું કે, મારી પાસે આશરે ચોરાશી લાખ ટંક હશે." "મેં થોડું ધન સાંભળ્યું હતું અને એણે તો બહુ કહ્યું.” એમ વિચાર કરી બાદશાહ ઘણો પ્રસન્ન થયો અને તેણે મહણસિંહને પોતાનો ભંડારી બનાવ્યો.
ભીમ સોનીનું દષ્ટાંત
આવી જ રીતે ખંભાત નગરમાં વિષમ દશામાં આવે તો પણ સત્ય વચનને ન છોડે એવો શ્રી જગચંદ્રસૂરિનો શિષ્ય ભીમ નામે સોની રહેતો હતો. એક વખતે શસ્ત્રધારી યવનોએ શ્રી મલ્લિનાથજીના મંદિરમાંથી ભીમને પકડી બંદીખાનામાં રાખ્યો, ત્યારે ભીમના પુત્રોએ પોતાના પિતાજીને છોડાવવાને માટે ચાર હજાર ખોટા ટંકનું તે લોકોને ભેટણું કર્યું. યવનોએ તે ટંકની પરીક્ષા ભીમ પાસે કરાવી. ત્યારે ભીમે જે હતું તે કહ્યું. તેથી પ્રસન્ન થઈ તેમણે ભીમને છોડી દીધો.
મિત્ર કેવો કરવો !
વિવેકી પુરુષે આપત્તિ વખતે મદદ મળે તે સારું એવો એક મિત્ર કરવો કે જે ધર્મથી, ધનથી, પ્રતિષ્ઠાથી તથા બીજા એવા જ સદ્ગુણોથી આપણી બરાબરીનો, બુદ્ધિશાળી તથા નિર્લોભી હોય. રઘુકાવ્યમાં કહ્યું છે કે-રાજાનો મિત્ર તદ્દન શક્તિ વિનાનો હોય તો પ્રસંગ આવે રાજા ઉપર ઉપકાર કરી ન શકે. તથા તે મિત્ર રાજાથી વધારે શક્તિમાન હોય તો તે રાજાની સાથે સ્પર્ધાથી વેર વગેરે કરે, માટે રાજાના મિત્ર મધ્યમ શક્તિના ધારણ કરનારા જોઈએ. બીજા એક સ્થળને વિષે પણ કહ્યું છે કે -
આવેલી આપદાને દૂર કરનાર મિત્ર, માણસને એવી અવસ્થામાં સહાય કરે છે કે જે અવસ્થામાં માણસનો સગો ભાઈ, પ્રત્યક્ષ પિતા અથવા બીજા સ્વજન પણ તેની પાસે ઉભા રહી ન શકે. હે લક્ષ્મણ ! આપણા કરતાં મોટા-સમર્થની સાથે પ્રીતિ રાખવી એ મને ઠીક લાગતું નથી, કેમકે તેને ઘેર આપણે જઈએ, તો આપણો કાંઈ પણ આદર સત્કાર થાય નહીં, અને તેને જો આપણે ઘેર આવે તો આપણે શક્તિ કરતાં વધારે ધન ખરચીને તેની પરોણાગત કરવી પડે. એવી રીતે આ વાત યુક્તિવાળી છે ખરી, તો પણ કોઈ પ્રકારે જો મોટાની સાથે પ્રીતિ થાય તો તેથી બીજાથી ન સધાય એવાં આપણાં કાર્યો બની શકે છે, તથા બીજા પણ કેટલાક લાભ થાય છે. કેમકે – ભાષામાં પણ કહેલું છે કે ઃ પોતે જ સમર્થ થઈને રહેવું અગર કોઈ મોટો પોતાને હાથ કરી રાખવો. આમ કરવાથી ધારેલું કામ પાર પાડી શકાય છે, કામ કાઢી લેવાનો આ ઉત્તમ ઉપાય છે.
-
મોટા પુરુષે હલકા માણસની સાથે પણ મૈત્રી કરવી, કારણ કે મોટા પુરુષ ઉપર કોઈ વખતે હલકા માણસ પણ સહાય કરી શકે છે, પંચાખ્યાનમાં કહ્યું છે કે :- બળવાન અને દુર્બળ એવા બન્ને પ્રકારના મિત્રો કરવા. જુઓ, અટવીની અંદર બંધનમાં પડેલા હાથીના ટોળાને ઉંદરડે છોડાવ્યું. ક્ષુદ્ર જીવથી થઈ શકે એવાં કામો સર્વે મોટા લોકો એકત્ર થાય, તો પણ તેમનાથી તે થઈ શકે નહીં. સોયનું કાર્ય સોય જ કરી શકે, પણ તે ખડ્ગ આદિ શાસ્ત્રોથી થાય નહીં. તૃણનું કાર્ય તૃણ જ કરી શકે, પણ તે હાથી વગેરેથી