________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ન હોય તો તે માથે પડે છે અને કોઈનું ખરું દેવું હોય તો તે ભાગી જાય છે. પ્રસ્તુત વિષય ઉપર એક વાત સંભળાય છે કે -
૨૧૮
શેઠની પુત્રીનું દૃષ્ટાંત
એક ઋદ્ધિવંત શ્રેષ્ઠી લોકમાં બહુ પ્રખ્યાત હતો, તે મોટાઈના અને બહુમાનના અભિમાનથી જ્યાં ત્યાં ન્યાય કરવા જાય, તેની વિધવા પણ ઘણી સમજુ એવી એક પુત્રી હતી, તે હંમેશાં શ્રેષ્ઠીને તેમ કરતાં વધારે વારે, પણ તેનું કહ્યું માને નહીં. એક વખત શ્રેષ્ઠીને બોધ ક૨વાને અર્થે પુત્રીએ ખોટો ઝગડો માંડયો, તે એ રીતે કે-પૂર્વે થાપણ મૂકેલા મારા બે હજા૨ સોનૈયા આપો તો જ હું ભોજન કરું, એમ કહીને તે શ્રેષ્ઠી પુત્રી લાંઘણ કરવા લાગી, કોઈપણ રીતે માને નહીં પિતાજી વૃદ્ધ થયા તો પણ મારા ધનનો લોભ કરે છે ઈત્યાદિ જેવાં તેવાં વચન બોલવા લાગી.
પછી શ્રેષ્ઠીએ લજવાઈને ન્યાય કરનાર લોકોને બોલાવ્યા, તેમણે આવીને વિચાર કર્યો કે આ શ્રેષ્ઠીની પુત્રી છે, અને બાળ-વિધવા છે, માટે એની ઉપર દયા રાખવી જોઈએ. એમ વિચારી ન્યાય ક૨ના૨ પંચોએ શ્રેષ્ઠી પાસેથી બે હજાર સોનૈયા પુત્રીને અપાવ્યા. તેથી શ્રેષ્ઠીએ એ પુત્રીએ ફોગટ મારું ધન લીધું અને લોકમાં ખમાય નહીં એવો અપવાદ ફેલાવ્યો, એવો વિચાર કરી મનમાં બહુ ખેદ પામ્યો. થોડીવાર પછી પુત્રીએ પોતાના સર્વ અભિપ્રાય શ્રેષ્ઠીને સારી રીતે કહી સમજાવી સોનૈયા પાછા આપ્યા, તેથી શ્રેષ્ઠીને હર્ષ થયો અને ન્યાય કરવાના પરિણામ ધ્યાનમાં ઉતારવાથી જ્યાં ત્યાં ન્યાય કરવાનું છોડી દીધું, આ રીતે ન્યાય કરનારનું દૃષ્ટાંત છે.
કોઈની ઈર્ષ્યા ન કરવી
માટે ન્યાય કરનાર પંચોએ જ્યાં ત્યાં જેવો તેવો ન્યાય ન કરવો. સાધર્મીનું, સંઘનું, મોટા ઉપકારનું અથવા એવું જ યોગ્ય કારણ હોય તો ન્યાય કરવો. તેમજ કોઈ જીવની સાથે મત્સર પણ ન કરવો. લક્ષ્મીની પ્રાપ્તિ કર્યાધીન છે. માટે નકામો મત્સર કરવામાં શું લાભ છે ? તેથી બન્ને ભવમાં દુઃખપાત્ર થાય છે.
કહ્યું છે કે-જેવું બીજાનું ચિંતવે, તેવું પોતે પામે. એમ જાણતાં છતાં કયો માણસ બીજાની લક્ષ્મીની વૃદ્ધિ જોઈને મત્સર કરે ? તેમજ ધાન્યના વેચાણમાં લાભ થવાને અર્થે દુર્ભિક્ષની; ઔષધિમાં લાભ થવાને અર્થે રોગવૃદ્ધિની તથા વસ્ત્રમાં લાભ થવાને અર્થે અગ્નિ આદિથી વસ્ત્રના ક્ષયની ઈચ્છા ન કરવી, કારણ કે, જેથી લોકો સંકટમાં આવી પડે એવી ઈચ્છા કરવાથી કર્મબંધન થાય છે. દુર્દેવના યોગથી કદાચિત્ દુર્ભિક્ષાદિ આવે તો પણ વિવેકી પુરુષે "ઠીક થયું" એમ કહી અનુમોદના પણ ન કરવી. કારણ કે, તેથી વૃથા પોતાનું મન મલિન થાય છે. આ વિષય ઉપર ટૂંકમાં એક દૃષ્ટાંત કહે છે કે –
મન મલિન અંગે બે મિત્રોનું દૃષ્ટાંત
બે મિત્ર હતા, તેમાં એક ધૃતની અને બીજો ચામડાની ખરીદી કરવા જતા હતા. માર્ગમાં એક વૃદ્ધ સ્ત્રીને ત્યાં ભોજન ક૨વા રહ્યા. વૃદ્ધ સ્ત્રીએ તેમનો ભાવ જણી ધૃતના ખરીદનારને ઘરની અંદર અને