________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૧૭ ધર્મના કારણ છે. તથા સર્વસંગનો પરિત્યાગ કરવો એ મોક્ષનું કારણ છે. વચનલેશ તો સર્વથા વર્જવો. શ્રી દાદ્રિસંવાદમાં કહ્યું છે કે - (લક્ષ્મી કહે છે.) હે ઈન્દ્ર! જ્યાં મોટા પુરુષોની પૂજા થાય છે; ન્યાયથી ધન ઉપાર્જે છે અને લેશમાત્ર પણ વચન કલહ નથી, ત્યાં હું છું. (દરિદ્ર કહે છે.) હંમેશાં ધૂત (જુગાર) રમનાર સ્વજનની સાથે દ્વેષ કરનાર, ધાતુવાદ (કિમિયા) કરનાર એવા પુરુષની પાસે હું હંમેશાં રહું છું.
ઉઘરાણી કેમ કરવી? વિવેકી પુરુષે પોતાના લહેણાની ઉઘરાણી પણ કોમળતા રાખી નિંદા ન થાય તેવી રીતે કરવી, એ જ યોગ્ય છે. એમ ન કરે તો દેવાદારની દાક્ષિણ્યતા, લજ્જા વગેરેનો લોપ થાય અને તેથી પોતાના ધન, ધર્મ અને પ્રતિષ્ઠા એ ત્રણેની હાનિ થવાનો સંભવ છે, માટે જ પોતે કદાચિતુ લાંઘણ કરે તો પણ બીજાને લાંઘણ ન કરાવે, પોતે ભોજન કરીને બીજાને લાંઘણ કરાવવી એ સર્વથા અયોગ્ય જ છે. ભોજન આદિનો અંતરાય કરવો એ ઢંઢણ કુમારાદિકની જેમ ઘણું દુઃસહ છે.
ટંટણકુમારની કથા ઢંઢણકુમાર એ કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. પૂર્વભવે આહારમાં અંતરાય કરવાથી તે જ્યાં ભિક્ષા લેવા જતાં ત્યાં નિર્દોષ ભોજન મળતું ન હતું. એક વખત ઉત્કૃષ્ટા અણગાર તરીકે નેમિનાથ ભગવાને તેમની પ્રશંસા કરી. ભગવાનને વાંદી કૃષ્ણ પાછા ફરતા હતા તે વખતે ઢંઢણમુનિને તેમણે જોયા. હસ્તિ ઉપરથી ઉતરી કૃષ્ણ વંદન કર્યું. કોઈ ભાવિક શ્રાવકે ઢંઢણને પ્રતિલાવ્યા. ગોચરી લાવી ભગવાનને બતાવી અને પૂછયું કે મારું પૂર્વનું અંતરાય કર્મ વિચ્છેદ પામ્યું કે શું? ભગવાને કહ્યું, "આ તમારા કર્મના વિચ્છેદનું ફળ નથી પણ કૃષ્ણ વાંઘા તેથી આ ભિક્ષા મળી છે” ઢંઢણ તે આહાર પરઠવવા ચાલ્યા. પરઠવતાંજ અંતરાય કર્મ તુટયું અને ભાવના વૃદ્ધિ પામી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું.
સર્વ પુરુષોએ તથા ઘણું કરી વણિકજનોએ સર્વથા સંપ સલાહથી જ પોતાનું સર્વકામ સાધવું. કેમકે શામ, દામ, દંડ અને ભેદ એ કાર્યસાધન કરવાના ચાર ઉપાય બહુ પ્રસિદ્ધ છે, તો પણ શામથી જ સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે. બાકીના ઉપાય તો કેવળ નામના જ છે, કોઈ તી તથા ઘણા ક્રૂર હોય તો પણ તે શામથી વશ થાય છે. જુઓ જિદ્વામાં ઘણી મીઠાશ હોવાથી કઠોર દાંત પણ દાસીની જેમ તેની જીભની) સેવા કરે છે. લેણદેણના સંબંધમાં જો ભ્રાંતિથી અથવા વિસ્મરણ વિગેરે થવાથી કાંઈ વાંધો પડે તો માંહોમાંહે વિવાદ (ઝગડો) ન કરવો, પરંતુ ચતુર લોકમાં પ્રતિષ્ઠા પામેલા, હિતકારી અને ન્યાય કરી શકે એવા ચાર-પાંચ પુરુષો નિષ્પક્ષતાથી જે કાંઈ કહે તે માન્ય કરવું, તેમ ન કરે તો ઝગડો ન પડે.
કહ્યું છે કે સગા ભાઈઓમાં વિવાદ હોય તો પારકા પુરુષો જ મટાડી શકે, કારણ કે ગુંચવાઈ ગયેલા વાળ કાંચકીથી જ જુદા થઈ શકે છે, ન્યાય કરનારા પુરુષોએ પણ મધ્યસ્થ વૃત્તિ રાખીને જ ન્યાય કરવો. અને તે પણ સ્વજનનું અથવા સ્વધર્મી આદિનું કાર્ય હોય તો જ સારી રીતે સર્વ વાતનો વિચાર કરીને કરવો, જ્યાં ત્યાં ન્યાય કરવા ન બેસવું, કારણ કે, લોભ ન રાખતાં સારી રીતે ન્યાય કરવામાં આવે તો પણ તેથી જેમ વિવાદનો ભંગ થાય છે અને ન્યાય કરનારને મોટાઈ મળે છે તેમ તેથી એક આ દોષ ઉત્પન્ન થાય છે કે વિવાદ ભાંગતાં ન્યાય કરનારના ધ્યાનમાં વખતે ખરી બીના ન આવવાથી દેવું